અજબગજબ

ડિલીવરી દરમ્યાન માતાનું મોત, 5 મહિના બાદ તસવીરમાં દેખાયો પડછાયો, જુવો ક્લિક કરીને

માં દુનિયાની સૌથી મોટી અને અનમોલ ભેટ હોય છે. માં પોતાના બાળકો માટે સ્વર્ગથી પણ ઉતરીને ધરતી પર આવી શકે છે. તમેં અત્યાર સુધી એવું સાંભળ્યું નહિ હોય કે મર્યા પછી પણ કોઈ તસ્વીરમાં આવ્યું હોય, પણ ટેક્નોલોજી દરેક વસ્તુને સંભવ બનાવી દે છે. આ વાતને સાબિત કરી બતાવ્યું છે મલેશિયાની એક ફોટોગ્રાફરે. ‘જારા હલીનાં’ નામની એક મહિલા ફોટોગ્રાફરે પોતાની ક્લાઈન્ટને આપેલા વચનને તેના મર્યા પછી પણ પૂર્ણ કર્યુ.

દીકરીને જન્મ આપવાની સાથે જ મૃત્યુ પામેલી મલેશિયાની એક ‘એડલિન નેલ્ડા’ નામની મહિલાની દીકરી અને પતિની સાથે ફેમિલી ફોટોની ઈચ્છા મૃત્યુના પાંચ મહિના પછી ફોટોગ્રાફરે પૂર્ણ કરી છે.એડલિનની ઈચ્છા હતી કે તે પોતાની દીકરીની સાથે ફોટો પડાવે પણ તેની પહેલા જ તેની મૃત્યુ થઇ ગઈ, જો કે જારાએ ટેક્નોલોજીની મદદ દ્વારા એડલિનને પણ તસ્વીરમાં જોડી દીધી. હાલ આ તસ્વીર સોશિયલ મીડિયા પર ખુબ વાઇરલ થઇ રહી છે.

Image Source

એડલિનીનું ચોથું બાળક થવાનું હતું, તેની ઈચ્છા હતી કે તે પોતાના બાળકના જન્મ પછી પુરા પરિવારની સાથે ફોટોશૂટ કરાવે, માટે તેણે જારા હલિનાનો કોન્ટેક્ટ કર્યો અને ડિલિવરી પછીની તારીખ ફોટોશૂટ માટે નક્કી કરી નાખી.પણ દુર્ભાગ્યથી એડલિન પોતાના બાળકને જન્મ આપ્યા પછી તરત જ મૃત્યુ પામી.

Image Source

એડલિન અને તેનો પરિવાર ફોટોશૂટ માટેની તૈયારી કરી રહ્યો હતો. એડલિન બચી ન શકી જો કે તેનું બાળક એકદમ સ્વસ્થ્ય થયું. મૌતને લીધે પરિવારના ફોટોશૂટનું સપનું અધૂરું રહી ગયું.પણ જારા એ ટેક્નોલોજીની મદદ દ્વારા તેઓના સપનાને પૂર્ણ કર્યુ.જારાએ એડલિનના મૃત્યુ પછીના પાંચ મહિના પછી ફોટોશૂટ કર્યુ અને ટેક્નિકનો ઉપીયોગ કરીને એડલિનને પણ આ તસ્વીરનો હિસ્સો બનાવી દીધું.

Image Source

જારાના પોતાના આ કામ માટે સોશિયલ મીડિયા પર ખુબ વખાણ થઇ રહ્યા છે. લોકો તેની તસ્વીરને શેયર કરીને વચન પૂર્ણ કરવા બદલ વખાણ કરી રહ્યા છે. અમુક યુઝર્સે આ તસ્વીરોની સાથે અમુક ભાવુક સંદેશ પણ લખ્યા છે.