ઘરે પહોંચ્યો દિલીપ કુમારનો પાર્થિવ દેહ, સ્ટાર્સ પહોંચ્યા અંતિમ દર્શન માટે- જુઓ LIVE PHOTOS

બોલિવુડના દિગ્ગજ અભિનેતા દિલીપ કુમારનું 98 વર્ષની વયે નિધન થઇ ગયુ છે. તેમણે બુધવારે સવારે 7.30 વાગ્યે મુંબઇની હિન્દુજા હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. તેમના નિધનની ખબર મળતા જ બોલિવુડમાં શોકની લહેર છવાઇ ગઇ છે.

દિલીપ કુમારના પાર્થિવ શરીરને તેમના ઘરે લાવવામાં આવ્યો છે. જે બાદ સાંજે 5 વાગ્યે તેમના મુંબઇના સાંતાક્રુઝમાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે. દિલીપ કુમારનું પાર્થિવ શરીર ઘરે લઇ જતા સમયે સાયરા બાનો તેમની સાથે હતા.

દિલીપ કુમારના દુનિયાને અલવિદા કહેવાથી પૂરી ઇન્ડસ્ટ્રી જાણે શોકમાં ડૂબી ગઇ છે. બધા સોશિયલ મીડિયા પર દુખ જાહેર કરી રહ્યા છે. આજે સાંજે 5 વાગ્યે તેમને મુંબઇના જૂહુ કબ્રસ્તાનમાં સુપુર્દ-એ-ખાક કરવામાં આવશે.

તમને જણાવી દઇએ કે, તેમની અંતિમ ક્રિયામાં માત્ર 20 લોકોને જ સામેલ થવાની ઇજાજત છે. બોલિવુડમાં ટ્રેજડી કિંગના નામથી મશહૂર દિલીપ કુમાર 98 વર્ષના હતા. છેલ્લા કેટલાક દિવસોથી તેમની તબિયત સતત બગડતી જઇ રહી હતી અને તેમને ઘણીવાર હોસ્પિટલમાં પણ દાખલ કરવામાં આવ્યા હતા.

દિલીપ કુમારના સાથે જ હિન્દી સિનેમાના એક યુગનો અંત થઇ ગયો છે. દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, કેટલાક રાજયોના મુખ્યમંત્રી, બોલિવુડના દિગ્ગજ અભિનેતા દિલીપ કુમારના નિધન પર શોક વ્યક્ત કરી રહ્યા છે. તમને જણાવી દઇએ કે, દિલીપ કુમારના નિધનની પુષ્ટિ તેમના જ ટ્વિટર એકાઉન્ટથી કરવામાં આવી હતી.

 

View this post on Instagram

 

A post shared by ETimes (@etimes)

દિલીપ કુમારને ભારત સરકાર દ્વારા ઘણા એવોર્ડથી નવાજવામાં આવ્યા છે. દિલીપ કુમારને પદ્મ વિભૂષણ, દાદા સાહેબ ફાળકે એવોર્ડથી નવાજવામાં આવ્યા છે. દિલીપ કુમાર વર્ષ 2000થી 2006 સુધી રાજયસભાના સાંસદ રહ્યા છે. પાકિસ્તાને પણ તેમને સર્વોચ્ચ નાગરિક એવોર્ડથી નવાજયા છે.

દિલીપ કુમારનું અસલી નામ મોહમ્મદ યુસૂફ ખાન હતુુ. તેમનો જન્મ 11 ડિસેમ્બર 1922ના રોજ થયો હતો. તેઓ હિંદી સિનેમામાં The First Khan ના નામથી જાણિતા છે. હિંદી સિનેમામાં તેમને મેથડ એક્ટિંગનો ક્રેડિટ જાય છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

Shah Jina