બોલિવુડના ટ્રેજેડી કિંગ થયા સુપર્દ-એ-ખાક, 21 ગન સેલ્યુટ અને રાજકીય સન્માન સાથે આપવામાં આવી વિદાય, જુઓ અંતિમ તસવીરો

બોલિવુડના દિગ્ગજ અભિનેતા અને જાણિતા કલાકાર દિલીપ કુમારનું નિધન થઇ ગયુ છે. બોલિવુડમાં ટ્રેજડી કિંગના નામથી મશહૂર દિલીપ કુમાર 98 વર્ષના હતા. છેલ્લા કેટલાક દિવસોથી તેમની તબિયત સતત બગડતી જઇ રહી હતી અને તેમને ઘણીવાર હોસ્પિટલમાં પણ દાખલ કરવામાં આવ્યા હતા.

બોલિવુડના દિગ્ગજ અભિનેતા અને ટ્રેજેડી કિંગ કહેવાતા દિલીપ કુમારને મુંબઇના જૂહુ કબ્રસ્તાનમાં સુપર્દ-એ-ખાક કરવામાં આવી રહ્યા છે. તેમના શબ પર માટી નાખવામાં આવી રહી છે. ત્યાં મુંબઇ પોલિસના જવાનોએ ફાયર કરી દિલીપ કુમારને આખરી સલામી આપી.
21 ગન સેલ્યુટ સાથે દિલીપ કુમારને રાજકીય વિદાય આપવામાં આવી હતી.

બોલિવુડના પહેલા સુપરસ્ટારના પાર્થિવ શરીરને ખાર સ્થિત તેમના ઘરેથી એમ્બ્યુલન્સમાં સાંતાક્રુઝ કબ્રસ્તાન લઇ જવામાં આવ્યા હતા તેમને રાજકીય સમ્માન સાથે વિદાય આપવામાં આવી. તેમના પાર્થિવ શરીરને તિરંગામાં લપેટવામાં આવ્યુ અને એમ્બ્યુલેંસમાં સવાર કર્યા પહેલા તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યુ.

ઉલ્લેખીનીય છે કે, તેમને જે કબ્રસ્તાનમાં સુપુર્દ-એ-ખાક કરવામાં આવ્યા તે જ કબ્રસ્તાનમાં મોહમ્મદ રફી, મધુબાલા, મઝરુહ સુલ્તાનપુરી સહિત અનેક જાણીતી મુસ્લિમ સેલિબ્રિટીઝને દફન કરવામાં આવી છે.

આ દરમિયાન બધાની આંખો આંસુઓથી છલકાઇ ઉઠી હતી. દિલીપ કુમારની પત્ની સાયરા બાનો પણ પતિના નિધન બાદ ભાંગી પડ્યા છે. તેમના તો આંસુ જ રોકાઇ રહ્યા નથી. દિલીપ કુમારનું આજે સવારે 7.30 વાગ્યે મુંબઇની હિંદુજા હોસ્પિટલમાં નિધન થયુ હતુ.તેમણે 98 વર્ષની ઉંમરે જીવનના અંતિમ શ્વાસ લીધા.

તેમના અંતિમ દર્શન માટે મહારાષ્ટ્રના CM ઉદ્ધવ ઠાકરે પણ પહોંચ્યા હતા. આ ઉપરાંત NCP નેતા શરદ પવાર અને બોલિવુડના કિંગ ખાન શાહરૂખ ખાન પણ પહોંચ્યા હતા.

દિલીપ કુમારની તબિયત છેલ્લા ઘણા સમયથી સારી રહેતી ન હતી અને તેઓને છેલ્લા એક મહિનામાં બે વાર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. દિલીપ સાહેબને છેલ્લી વિદાય પોલિસ બેંડ અને રાજકીય સમ્માન સાથે આપવામાં આવી.

તસવીરોમાં જોઇ શકાય છે કે, સાયરા બાનો પતિના નિધનથી ઘણા તૂટી ગયા છે. તેમની આંખોમાંથી આંસુ રોકાઇ રહ્યા નથી. સીએમ ઉદ્ધવ ઠાકરે એક તસવીરમાં સાયરા બાનો સાથે વાત કરતા જોવા મળી રહ્યા છે. પતિના નિધન બાદ અને તે પહેલા પણ સાયરા બાનો દિલીપ કુમાર સાથે હતા. તેમણે અંતિમ સમય સુધી દિલીપ કુમારનો સાથે નિભાવ્યો છે. તેમના પાર્થિવ દેહને ઘરે લાવવા સમયે પણ તેઓ દિલીપ કુમાર સાથે હતા.

દિલીપ કુમારના નિધનથી બોલિવુડ જગતમાં શોકની લહેર છવાઇ ગઇ છે. તમામ હસ્તિઓ તેમને શ્રધ્ધાંજલિ આપી રહી છે. દિલીપ કુમારને શ્વાસ લેવામાં તકલીફ થવા પર 29 જૂનના રોજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમના પાલી હિલ સ્થિત ઘર પર શ્રધ્ધાંજલિ આપવા મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે, NCP પ્રમુખ શરદ પવાર અને બોલિવુડના કિંગ ખાન શાહરૂખ ખાન પહોંચ્યા છે.

બોલિવુડ અભિનેત્રી વિદ્યા બાલન પતિ સિદ્ધાર્થ રોય કપૂર સાથે દિલીપ કુમારના ઘરે પહોંચી. તે બાદ અભિનેતા અનુપમ ખેર પણ અંતિમ દર્શન માટે પધાર્યા. તેમનો પાર્થિવ દેહ ઘરે આવતાની સાથે જ બોલિવુડ સ્ટાર્સ તેમના અંતિમ દર્શન માટે તેમના ઘરે પહોંચી રહ્યા છે. દિલીપ કુમારના એપાર્ટમેન્ટની બહાર પોલિસ સુરક્ષા પણ વધારવામાં આવી છે.

લીજેન્ડ્રી અભિનેતા ધર્મેંદ્ર પણ દિલીપ કુમારના ઘરે પહોંચ્યા. ધર્મેંદ્ર તેમના ફાર્મહાઉસથી સીધા ખાર સ્થિત દિલીપ સાહેબના ઘરે પહોંચ્યા હતા. બંને અભિનેતા એકબીજાની ઘણી નજીક હતી. ધર્મેંદ્ર પહેલા શબાના આઝમી પણ દિલીપ કુમારના ઘરે પહોંચ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

Shah Jina