દુઃખદ સમાચાર: 98 વર્ષીય દિગ્ગજ અભિનેતા દિલીપ કુમારનું અચાનક નિધન થતા ફેન્સમાં શોકની લાગણી પ્રસરી ગઈ

મનોરંજન જગતથી વધુ એક ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. બોલિવુડના દિગ્ગજ અભિનેતા અને જાણિતા કલાકાર દિલીપ કુમારનું નિધન થઇ ગયુ છે. બોલિવુડમાં ટ્રેજડી કિંગના નામથી મશહૂર દિલીપ કુમાર 98 વર્ષના હતા. છેલ્લા કેટલાક દિવસોથી તેમની તબિયત સતત બગડતી જઇ રહી હતી અને તેમને ઘણીવાર હોસ્પિટલમાં પણ દાખલ કરવામાં આવ્યા હતા.

દિલીપ કુમારના નિધનથી બોલિવુડ જગતમાં શોકની લહેર છવાઇ ગઇ છે. તમામ હસ્તિઓ તેમને શ્રધ્ધાંજલિ આપી રહી છે. તેમણે આજે સવારે 7.30 વાગ્યા આસપાસ મુંબઇની હિંદુજા હોસ્પિટલમાં છેલ્લા શ્વાસ લીધા.

દિલીપ કુમારના સાથે જ હિન્દી સિનેમાના એક યુગનો અંત થઇ ગયો છે. દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, કેટલાક રાજયોના મુખ્યમંત્રી, બોલિવુડના દિગ્ગજ અભિનેતા દિલીપ કુમારના નિધન પર શોક વ્યક્ત કરી રહ્યા છે.

તમને જણાવી દઇએ કે, દિલીપ કુમારના નિધનની પુષ્ટિ તેમના જ ટ્વિટર એકાઉન્ટથી કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, અભિનેતાની પત્ની અને અભિનેત્રી સાયરા બાનોએ સોમવારે એક નિવેદન જારી કરી તેમના સ્વાસ્થ્ય વિશે જાણકારી આપી હતી. આ નિવેદન દિલીપ કુમારના ટ્વિટર એકાઉન્ટથી જ જારી કરવામાં આવ્યુ હતુ.

આ નિવેદનમાં લખવામાં આવ્યુ હતુ કે, અમે દિલીપ સાહેબ પર ઇશ્વરની અસીમ કૃપા માટે આભારી છે કારણ કે તેમના સ્વાસ્થ્યમાં સુધારો થઇ રહ્યો છે. અમે હોસ્પિટલમાં છીએ અને તમને દુઆ કરવાની અપીલ કરીએ છીએ કારણ કે તે જલ્દી ઠીક થઇને હોસ્પિટલથી છૂટી જાય.

દિલીપ કુમારને ભારત સરકાર દ્વારા ઘણા એવોર્ડથી નવાજવામાં આવ્યા છે. દિલીપ કુમારને પદ્મ વિભૂષણ, દાદા સાહેબ ફાળકે એવોર્ડથી નવાજવામાં આવ્યા છે. દિલીપ કુમાર વર્ષ 2000થી 2006 સુધી રાજયસભાના સાંસદ રહ્યા છે. પાકિસ્તાને પણ તેમને સર્વોચ્ચ નાગરિક એવોર્ડથી નવાજયા છે.

દિલીપ કુમારનું અસલી નામ મોહમ્મદ યુસૂફ ખાન હતુુ. તેમનો જન્મ 11 ડિસેમ્બર 1922ના રોજ થયો હતો. તેઓ હિંદી સિનેમામાં The First Khan ના નામથી જાણિતા છે. હિંદી સિનેમામાં તેમને મેથડ એક્ટિંગનો ક્રેડિટ જાય છે.

Shah Jina