દિલીપ કુમારના પરિવારમાંથી કોઈ બન્યું અભિનેતા તો કોઈ રહ્યું અપરણિત, જાણો 12 ભાઈ બહેનની કહાની

દિલીપ કુમારને 12-12 ભાઈ બહેન છે, જુઓ ફેમિલીની તસવીરો

સમગ્ર દેશને આજે સવારે મોટો ઝટકો લાગ્યો જયારે ખબર આવી કે બોલીવુડના દિગ્ગજ અભિનેતા દિલીપ કુમાર આ દુનિયાને હંમેશા માટે અલવિદા કહીને ચાલ્યા ગયા છે. ટ્રેજેડી કિંગના નામથી જાણીતા દિલીપ કુમારે મુંબઈની હિન્દુજા હોસ્પિટલની અંદર જીવનના છેલ્લા શ્વાસ લીધા. દિલીપ કુમારના ચાહકો માત્ર ભારતમાં જ નહિ પરંતુ દુનિયાભરમાં ફેલાયેલા છે, તેમના નિધનના સમાચાર સાંભળીને તેમના કરોડો ચાહકો દુઃખમાં સરી પડ્યા છે.

દિલીપ કુમારનો જન્મ પાકિસ્તાનના પેશાવરના એક મુસ્લિમ પરિવારમાં થયો હતો અને તેમનું સાચું નામ યુસુફ ખાન હતું. ઘણા ઓછા લોકો જાણે છે કે દિલીપ કુમારે બોલીવુડમાં સુપરસ્ટાર બનવા માટે ઘણી લાંબી સફર ખેડી છે.

દિલીપ કુમારનો જન્મ પિતા લાલા ગુલામ સરવાર અને માતા આયશા બેગમના ઘરમાં થયો હતો. તેમના પિતા ફળોના વેપારી હતા. પેશાવરની અંદર દિલીપ કુમારના પિતાના બગીચા હતા. જેમાં ઉગતા ફળોને વેચીને તેમના પરિવારનું ગુજરાન ચાલતું હતું. 12 ભાઈ બહેનોમાં એક દિલીપ કુમારનું બાળપણ ખુબ જ તંગીમાં વીત્યું હતું. કારણ કે ઘરમાં લોકો વધારે હતા અને કમાવવા વાળા ફક્ત એક.

દિલીપ કુમાર સાથે મળીને તેમના કુલ 6 ભાઈઓ હતા. જેમના નામ નાસીર ખાન, એહસાન ખાન, અસલમ ખાન, નૂર મોહમ્મ્દ, આયુબ સરબાર હતું. આ ઉપરાંત દિલીપ કુમારની 6 બહેનો પણ હતી. જેમના નામ ફૈજીયા ખાન, સકીના ખાન, તાજ ખાન, ફરીજા ખાન, સાઈદા ખાન અને આખતર આસિફ હતો.

જણાવવામાં આવી રહ્યું છે કે દિલીપ કુમારની મા આયશા બેગમને દમના રોગની તકલીફ હતી અને 1948માં તેમનું નિધન થઇ ગયું. ત્યારબાદ 1950માં તેમના પિતા પણ ગુજરી ગયા. પિતાના નિધન બાદ પરિવારની જવાબદારી દિલીપ કુમાર ઉપર આવી ગઈ અને સૌથી મોટી બહેન સકીનાએ ઘર ગૃહસ્થી સાચવી લીધી. જણાવવામાં આવી રહ્યું છે કે સકીનાએ લગ્ન નહોતા કર્યા અને તેમનો છેલ્લો સમય પણ અજમેર શરીફમાં સેવા કરતા કરતા વીત્યો.

બિમારના કારણે દિલીપ કુમારના ભાઈ આયુબ ખાનનું નિધન 1954માં થઇ ગયું. તો નૂર મોહમ્મદે 1991માં દુનિયાને અલવિદા કહી દીધું. દિલીપ કુમારની જેમ તેમના ભાઈ નાસીર ખાન પણ ફિલ્મી અભિનેતા હતા.  તેમને સુરૈયા અને બેગમ પારા સાથે બે લગ્ન કર્યા હતા. ત્યારબાદ ચર્મરોગના કારણે તેમનું ફિલ્મી કેરિયર ખતમ થઇ ગયું. 1976માં હૃદયરોગના હુમલાના કારણે તેમનું નિધન થઇ ગયું. દિલીપ કુમારના બે ભત્રીજા ઇમરાન અને અયુબ છે.

ગયા વર્ષે સપ્ટેમ્બર 2020માં કોરોનાની પહેલી લહેરમાં દિલીપ કુમારના બીજા નાના ભાઈ એહસાન ખાનનું નિધન થઇ ગયું. તે 92 વર્ષના હતા. એહસાન ખાનને કોરોના સંક્રમિત થયા બાદ મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા. તે હૃદયરોગ, ઉચ્ચ રક્તચાપ અને અલ્જાઈમરથી પણ પીડિત હતા.

એહસાન ખાન પહેલા દિલીપ કુમારના બીજા એક નાના ભાઈ અસલમ ખાનનું 88 વર્ષની ઉંમરમાં નિધન થઇ ગયું હતું. તે પણ કોરોનાથી સંક્રમિત હતા. અસલમ ખાન પણ મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં ભરતી હતા.

Niraj Patel