ખબર ફિલ્મી દુનિયા

દિલીપ કુમારના નાનાભાઈનું કોરોનાના કારણે નિધન, 12 દિવસમાં ગુમાવ્યા બંને ભાઈ

કોરોના વાયરસના કારણે લાખો લોકો પોતાનો જીવ ગુમાવી બેઠા છે. બોલીવુડમાં પણ ઘણા લોકો દુનિયાને હંમેશા માટે અલવિદા કહીને ચાલ્યા ગયા છે. તો આ દરમિયાન જ બોલીવુડમાંથી બીજા એક દુઃખદ સમાચાર આવ્યા છે. અભિનેતા દિલીપ કુમારના નાનાભાઈનું નિધન થયું છે.

Image Source

મળતી માહિતી પ્રમાણે દિલીપ કુમારના નાનાભાઈ અહેસાન ખાનનું બુધવાર 2 સપ્ટેમ્બરના રોજ રાત્રે 11 કલાકે નિધનથયું છે. અહેસાન ખાનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેઓ મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમની ઉંમર 90 વર્ષની હતી.

Image Source

આ  પહેલા પણ દિલીપ કુમારના બીજા નાના ભાઈ અસલમ ખાનનું પણ કોરોનાની સારવાર દરમિયાન 21 ઓગસ્ટના રોજ નિધન થયું હતું. આમ દિલીપ કુમારે છેલ્લા 12 દિવસમાં પોતાના બંને ભાઈ ગુમાવી દીધા છે.

એહસાન ખાનને કોરોના સંક્રમણ સાથે હ્રદય રોગ, હાઇ બ્લડ પ્રેશર અને અલ્ઝાઇમરની બીમારીઓની પણ સારવાર ચાલી રહી હતી. 12 દિવસમાં આ પરિવારમાં બે ભાઇના નિધનથી પરિવારમાં ઊંડો શોક વ્યાપી ગયો છે.

ઈશ્વર તમેના આત્માને શાંતિ અર્પે એજ પ્રાર્થના !!!