કોણ છે તારક મહેતાના જેઠાલાલ ઉર્ફે દિલીપ જોશીનો જમાઈ ? તેના વિશે જાણીને તમે પણ હેરાન રહી જશો, જુઓ તેની શાનદાર તસવીરો

ટીવી ઉપરના સૌથી લોકપ્રિય શો “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” આજે દરેક ઘરમાં પોતાની આગવી ઓળખ ધરાવે છે. આ શોના પાત્રો પણ દર્શકો વચ્ચે ખુબ જ લોકપ્રિય છે, અને તેમના જીવન વિશે જોડાયેલી બાબતો જાણવામાં પણ ચાહકોને ખુબ જ રસ હોય છે. ત્યારે આ શોનું મુખ્ય પાત્ર જેઠાલાલ જે ગુજરાતી અભિનેતા દિલીપ જોશી દ્વારા નિભાવવામાં આવી રહ્યું છે તે પણ દર્શકો વચ્ચે ખુબ જ લોકપ્રિય છે.

હાલમાં દિલીપ જોશી તેમની દીકરીના લગ્નને લઈને ખુબ જ ચર્ચામાં છે. દિલીપ જોશીની દીકરી નિયતિ જોશીના લગ્ન આજે એટલે કે 8 નવેમ્બરે નાશિકમાં યોજાઈ રહ્યા છે. નિયતિના લગ્ન યશોવર્ધન મિશ્રા સાથે થઇ રહ્યા છે. નિયતિ અને યશોવર્ધન કોલેજમાં સાથે અભ્યાસ કરતા હતા અને આ દરમિયાન જ તેમને એકબીજા સાથે પ્રેમ થઇ ગયો

નિયતિ અને યશોવર્ધનના પ્રેમને બંનેના પરિવારજનોએ પણ સ્વીકાર્યો અને લગ્ન માટે  મંજૂરી પણ આપી હતી, પરંતુ કોરોનાના કારણે તેમના લગ્ન અટકી ગયા હતા, પરંતુ હવે જયારે કોરોનાનો પ્રકોપ ઓછો થયો છે ત્યારે નિયતિ અને યશોવર્ધન લગ્નના બંધનમાં બંધાઈ રહ્યા છે. 11 તારીખે તેમનું ભવ્ય રિસેપશન તાજમાં યોજાવવાનું છે.

ત્યારે ઘણા લોકોને એ જાણવાની પણ ઈચ્છા હશે કે યશોવર્ધન મિશ્રા કોણ છે.  તો તમને જણાવી દઈએ કે  યશોવર્ધન જાણીતા લેખક અશોક મિશ્રાના દીકરા છે. તેમને વર્ષ 2008માં આવેલી શ્યામ બનેગલની ફિલ્મ “વેલકમ ટુ સજ્જનપુર”માં ગીતો લખ્યા હતા, જેના દ્વારા પણ તેમને ખાસ ઓળખવામાં આવે છે.

વાત કરીએ દિલીપ જોશીના જમાઈ યશોવર્ધનની તો તે એક ફિલ્મ-ડિરેક્ટર અને રાઇટર છે. તેણે શોર્ટ ફિલ્મ ‘મંડી’ ડિરેક્ટ કરી છે. દિલીપ જોશીની મોટી દીકરી નિયતિની વાત કરીએ તો તે ક્રોસવર્ડ બુક સ્ટોર્સમાં સિનિયર એક્ઝિક્યુટિવ તરીકે કામ કરતી હતી. આ પહેલાં તેણે ફ્રીલાન્સર તરીકે પણ કામ કર્યું છે.

Niraj Patel