દીકરીના ધામધૂમથી લગ્ન અને રિસેપશન કરાવ્યા બાદ જેઠાલાલ પહોંચ્યા સોમનાથ દાદાના દર્શને, સામે આવી ખુબ જ સુંદર તસવીરો

“તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં” ધારાવાહિકના મુખ્ય પાત્ર એવા જેઠાલાલ ઉર્ફે દિલીપ જોશી તેમની દીકરીના લગ્નને લઈને ખુબ જ ચર્ચામાં છે. તેમની દીકરી નિયતિ જોશીના લગ્નની ઘણી બધી તસવીરો પણ સામે આવી, જેને ચાહકોનો પણ ભરપૂર પ્રેમ મળ્યો. ત્યારે હવે દિલીપ જોશી સોમનાથ દાદાના દર્શને પહોંચ્યા છે.

દિલીપ જોષી પરિવાર સાથે 19 ડિસેમ્બર, રવિવારના રોજ સોમનાથ મંદિરે આવ્યા હતા. અહીંયા તેમણે ભગવાનની પૂજા અર્ચના કરી હતી. જેની ઘણી તસવીરો અને વીડિયો પણ સોશિયલ મીડિયામાં સામે આવ્યા છે.

આ પ્રસંગે મંદિર ટ્રસ્ટના જીએમ વિજયસિંહ ચાવડાએ મોમેન્ટો આપીને સન્માન કર્યું હતું. દિલીપ જોષીએ ટ્રસ્ટના અધિકારી પાસેથી સોમનાથ યાત્રાધામ વિકાસ અંગેની માહિતી પણ મેળવી હતી અને તેઓ વિકાસ કાર્યોથી ઘણાં જ પ્રભાવિત થયા હતા. ત્યારે સોમનાથ દાદાને જેઠાલાલે જળાભિષેક પણ કર્યો હતો.

તમને જણાવી દઈએ કે દિલીપ જોશીની દીકરીના લગ્ન ગત 8 ડિસેમ્બરના રોજ નાસીકમાં સંપન્ન થયા હતા. ત્યારબાદ જેઠાલાલે મુંબઈની ભવ્ય તાજ હોટલમાં 11 ડિસ્મેબરના રોજ રિસેપશન પણ રાખ્યું હતું, જેમાં તારક મહેતાના કલાકારો ઉપરાંત અન્ય સેલેબ્સ પણ સામેલ થયા હતા.

દિલીપ જોશીએ દીકરીના લગ્નના થોડા સમય બાદ સોશિયલ મીડિયામાં લગ્નની ઘણી બધી તસ્વીરો પણ શેર કરી હતી, જેમાં લગ્નના ઠાઠમાઠ જોવા મળી રહ્યો હતો. દિલીપ જોશીની દીકરી નિયતિ જોશીના લગ્ન યશોવર્ધન મિશ્રા સાથે થયા છે. તેઓ કોલેજમાં સાથે અભ્યાસ કરતા હતા અને આ દરમિયાન જ તેમને એકબીજા સાથે પ્રેમ થઇ ગયો.

નિયતિ અને યશોવર્ધનના પ્રેમને બંનેના પરિવારજનોએ પણ સ્વીકાર્યો અને લગ્ન માટે મંજૂરી પણ આપી હતી, પરંતુ કોરોનાના કારણે તેમના લગ્ન અટકી ગયા હતા, હવે જયારે કોરોનાનો પ્રકોપ ઓછો થયો છે ત્યારે નિયતિ અને યશોવર્ધન લગ્નના બંધનમાં બંધાઈ ગયા.

યશોવર્ધન જાણીતા લેખક અશોક મિશ્રાના દીકરા છે. તેમને વર્ષ 2008માં આવેલી શ્યામ બનેગલની ફિલ્મ “વેલકમ ટુ સજ્જનપુર”માં ગીતો લખ્યા હતા, જેના દ્વારા પણ તેમને ખાસ ઓળખવામાં આવે છે.વાત કરીએ દિલીપ જોશીના જમાઈ યશોવર્ધનની તો તે એક ફિલ્મ-ડિરેક્ટર અને રાઇટર છે. તેણે શોર્ટ ફિલ્મ ‘મંડી’ ડિરેક્ટ કરી છે.

Niraj Patel