“તારક મહેતા”ના જેઠાલાલ એટલે કે દીલિપ જોશીએ પ્રિયંકા ચોપરા સાથે આ ફિલ્મમાં કર્યુ હતુ કામ, જાણો વિગત

“તારક મહેતા” પહેલા પ્રિયંકા ચોપરા સાથે આ ફિલ્મમાં નજર આવી ચૂક્યા થે જેઠાલાલ, તમે નોટિસ કર્યુ કે નહિ?

નાના પડદાનો લોકપ્રિય અને કોમેડી શો “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” ઘણીવાર ચર્ચામાં રહે છે. આ શો સતત 13 વર્ષથી દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. આ શોના બધા પાત્રોને ઘણા પસંદ કરવામાં આવે છે પરંતુ જેઠાલાલની તો વાત જ કંઇક અલગ છે. પોતાની પર્સનાલિટી અને કોમિક ટાઇમિંગથી લોકોને પોતાના દીવાના બનાવી દે છે. આ શો જેટલો લોકપ્રિય છે, તેટલા જ તેના પાત્રો પણ લોકપ્રિય છે. આ શોના બધા કલાકારો તેમના મજાકિયા અંદાજ માટે જાણિતા છે. તેવું જ શોમાં એક પાત્ર છે જેઠાલાલનું. જેમને દર્શકોનો ઘણો પ્રેમ મળ્યો છે.

શોમાં જેઠાલાલનું પાત્ર દીલિપ જોશી નિભાવી રહ્યા છે. આમ તો તમને ખ્યાલ હશે કે તે કેટલીક ફિલ્મોમાં પણ કામ કરી ચૂક્યા છે. પરંતુ તેમને પોપ્યુલારિટી આ શોથી મળી છે. તમને જણાવી દઇએ કે, જેઠાલાલ એટલે કે દીલિપ જોશી ગ્લોબલ સ્ટાર પ્રિયંકા ચોપરા સાથે ફિલ્મ “વ્હાઇટ્સ યોર રાશિ”માં નજર આવી ચૂક્યા છે.

આ ફિલ્મમાં પ્રિયંકા ચોપરા અને હરમન બાવેજા લીડ રોલમાં હતા. આ ફિલ્મ વર્ષ 2009માં રીલિઝ થઇ હતી. તારક મહેતા શોની વાત કરીએ તો, આ શો વર્ષ 2008માં ટેલીકાસ્ટ થવાનો શરૂ થયો હતો. મીડિયા રીપોર્ટ્સ અનુસાર ફિલ્મ વ્હાઇટ્સ યોર રાશિ ભલે બોક્સ ઓફિસ પર સફળ ન રહી હોય પરંતુ તેમાં દીલિપ જોશીના કામની પ્રશંસા થઇ હતી.

તમને જણાવી દઇએ કે, દીલિપ જોશી આ પહેલા પણ કેટલીક ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે, પરંતુ ત્યારે તેઓ આટલા પોપ્યુલર ન હતા. આ માટે દર્શકોએ તેમને નોટિસ નહિ કર્યા હોય. અભિનેતા સલમાન ખાન સાથે ફિલ્મ મેંને પ્યાર કિયા, શાહરૂખ ખાનની ફિલ્મ ફિર ભી દિલ હે હિન્દુસ્તાની, સોનુ સૂદ અને પરેશ રાવલ સાથે ફિલ્મ ઢૂંઢતે રહે જાઓગે સહિત અનેક ફિલ્મોમાં તેઓ નજર આવ્યા છે.

દિલીપ જોશીએ ઘણા ધારાવાહિકમાં કામ કર્યુ છે. “દો ઔર દો પાંચ” “વાહ કયા બાત હે” “કોરા કાગજ” સહિત અનેક ટીવી શોમાં તેઓ જોવા મળ્યા છે. ઘણા ઓછા લોકો જાણે છે કે, તેમણે બોલિવુડમાં પણ કામ કર્યુ છે. દિલીપ જોશી “મેંને પ્યાર કિયા” “હમ આપકે હે કૌન” “ફિર ભી દિલ હે હિંદુસ્તાની” જેવી કેટલીક ફિલ્મોમાં કામ કર્યુ છે. પરંતુ તેમની અસલી ઓળખ “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” શોથી મળી. આ શોમાં તેમને દર્શકોનો ખૂબ જ પ્રેમ મળ્યો છે.

દિલીપ જોશી કેટલાક બોલિવુડ સેલેબ્સ સાથે કામ કરી ચૂક્યા છે. સલમાન ઉપરાંત દિલીપ શાહરૂખ ખાન, અક્ષય કુમાર, બોબી દેઓલ સાથે કામ કરી ચૂક્યા છે. તે શાહરૂખ ખાનની ફિલ્મ “ફિર ભી દિલ હે હિંદુસ્તાની”માં જોવા મળ્યા હતા. આ ઉપરાંત તે અક્ષય ખન્ના સાથે પણ કામ કરી ચૂક્યા છે.

Shah Jina