‘જેઠાલાલ’ એ ખુબ આરોગ્યા જલેબી-ફાફડા, ‘તારક મહેતા’ના નિર્દેશક બોલ્યા- તમે તો અસલ જિંદગીમાં પણ…

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ એ થોડા સમય પહેલા 12 વર્ષ પુરા કર્યા હતા. આ સીરિયલમાં ઘણા સિતારાઓ નવા આવી ગયા છે. તેની જગ્યાએ નવા સિતારાઓ આવી ગયા છે. આ શોના દર્શકો હંમેશા તેના પ્રિય પાત્ર વિષે જાણવા માંગતા હોય છે કે તેના મનગમતા પાત્રો તેની અસલ જિંદગીમાં શું કરે છે. ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ નો એક રોલ દર્શકોમાં ઘણો મશહૂર છે. દશેરાની ઉજવણીના ભાગરૂપે જેઠાલાલનો રોલ નિભાવનાર એક્ટર દિલીપ જોશીએ ઇન્સ્ટાગ્રામ પર એક તસ્વીર શેર કરી છે.

 

View this post on Instagram

 

A post shared by Dilip Joshi (@maakasamdilipjoshi) on

કદાચ બહુ ઓછા લોકોને ખબર હશે કે, દિલીપ જોશી નવરાત્રીમાં નવ દિવસનું વ્રત રાખે છે. દુર્ગા પૂજા કર્યા બાદ દિલીપ જોશીએ જલેબી ફાફડા ખાધા હતા. તો બીજી તરફ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલમાં જેઠાલાલ જલેબી ફાફડા ખાવાના શોખીન છે એ શોમાં તે વારંવાર તેનો ઉલ્લેખ કરતા નજરે ચડે છે.

 

View this post on Instagram

 

A post shared by MEMES MUSIC🎶& MASTI (@tmkoc_memeworld) on

આ તસ્વીર શેર કરતા જેઠાલાલ એટલે કે દિલીપ જોશીએ લખ્યું હતું કે, નવ દિવસ સુધી ઉપવાસ કર્યા બાદ જલેબી-ફાફડા ખાવાનો આનંદ અદભુત છે.

 

View this post on Instagram

 

A post shared by Dilip Joshi (@maakasamdilipjoshi) on

જણાવી દઈએ કે, ગુજરાતમાં દશેરાના દિવસે જલેબી-ફાફડા ખાવાની પરંપરા છે. આ દિવસે ઘણા લોકો જલેબી ગાંઠિયા વહેંચે પણ છે. ભલે જેઠાલાલ એટલે કે, દિલીપ જોશીએ જલેબી-ફાફડા સાથેની તસ્વીર શેર કરી હોય પરંતુ સિરિયલમાં તે બહુ જ મુશ્કેલીથી જલેબી-ફાફડા ખાઈ શકે છે. ક્યારેક જેઠાલાલને બાબુજી તરફથી ઠપકો મળે છે તો ક્યારેક કોઈ સદસ્ય આવીને જલેબી-ફાફડા ખાઈ જાય છે.

 

View this post on Instagram

 

A post shared by JETHALAL & DAYA FANPAGE ❤️ (@teamdiship) on

દિલીપ જોશીએ આ તસ્વીર પર શોના નિર્દેશક માલવ રાજડીએ કે કમેન્ટ કરી હતી કે, તમે અસલ જિંદગીમાં તારક મહેતા ના જેઠાલાલ બની ગયા. ખુશ રહો. હેપી દશેરા, તો એક્ટ્રેસ ડલનાઝ ઈરાનીએ કમેન્ટ કરી હતી કે, શેરિંગ એજ કેરીગ સાંભળ્યું છે ? દિલીપ જોશીએ આ કમેન્ટના જવાબમાં સ્માઈલીનું ઈમોજી બનાવ્યું હતું.

WordPress database error: [Can't create/write to file '/tmp/#sql_7eba_0.MAI' (Errcode: 30 "Read-only file system")]
SHOW FULL COLUMNS FROM `wp_postmeta`