મનોરંજન

જેઠાલાલએ તસ્વીર શેર કરીને કહી દીધી એવી વાત કે, લોકો પણ આશ્ચર્ય પામી ગયા

2020નું વર્ષ બહુ જ ખરાબ રીતે વીતી રહ્યું છે. 2020ના વર્ષમાં જ લોકોને કોરોના જેવી મહામારીનો સામનો કરવો પડયો છે. આ વર્ષ દરમિયાન જ લોકડાઉન પણ લગાડવામાં આવ્યું હતું. લોકો આ વર્ષને હંમેશા માટે યાદ રાખશે. આ વર્ષ દરમિયાન ઘણા લોકોએ તેના સ્વજન ગુમાવ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Dilip Joshi (@maakasamdilipjoshi)

ટીવી સીરિયલમાં હંમેશા બધા લોકોને હસાવતા જેઠાલાલ એટલે કે દિલીપ જોશીએ ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી છે. દિલીપ જોશી ઘણીવાર તસ્વીર શેર કરીને તેની દિલની વાત કહેતા રહે છે. દિલીપ જોશીની તસ્વીરના કેપ્સનમાં કંઈક અલગ જ હોય છે જે તે દિલને અડકી જાય છે.

 

View this post on Instagram

 

A post shared by Dilip Joshi (@maakasamdilipjoshi)

દિલીપ જોશીએ ઇન્સ્ટાગ્રામ પર તસ્વીર શેર કરી છે જે આપ નીચે જોઈ શકો છો. આ તસ્વીર શેર કરીને કેપ્સનમાં લખ્યું હતું કે, હું વિચારી રહ્યો છું કે 2021માં આપણા બધા માટે શું હશે ? આશા રાખું છું કે બધું જ સારું હશે !

 

View this post on Instagram

 

A post shared by Dilip Joshi (@maakasamdilipjoshi)

આ પહેલા પણ દિલીપ જોશીએ નીચે આપેલ તસ્વીર શેર કરી હતી. આ તસ્વીરનાં કેપ્સનમાં લખ્યું હતું કે, “૨૦૨૦ ટૂંકમાં.., મજાક કરું છું, કોરોનાની લડાઈમાં આપણે સૌ સાથે જ છીએ”

 

View this post on Instagram

 

A post shared by Dilip Joshi (@maakasamdilipjoshi)

જણાવી દઈએ કે, ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ નો જેઠાલાલ દર્શકોમાં ઘણો મશહૂર છે. કદાચ બહુ ઓછા લોકોને ખબર હશે કે, દિલીપ જોશી નવરાત્રીમાં નવ દિવસનું વ્રત રાખે છે. આ શોએ હાલમાં જ 12 વર્ષ પુરા કર્યા છે. જણાવી દઈએ કે, આ શોએ થોડા સમય પહેલા જ 3 હજાર એપિસોડ પુરા કરી ચુક્યા છે.