‘તારક મહેતા’ના જેઠાલાલના ઘરે પહોંચ્યા હતા 25 લોકો ? પોતે દીલિપ જોશીએ કર્યુ દૂધનું દૂધ અને પાણીનું પાણી

દીલિપ જોશીને મળી જાનથી મારવાની ધમકી ? જેઠાલાલે પોતે જણાવી હકિકત, બોલ્યા- મારી અને પરિવારની…

ટીવી સીરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના જેઠાલાલના નામથી મશહૂર એક્ટર દિલીપ જોશીના ઘર આગળ હથિયારબંધ લોકોના હોવાની ખબર સામે આવી હતી. એવું કહેવામાં આવી રહ્યુ હતુ કે અભિનેતાનો જીવ ખતરામાં છે. 25 જેટલા લોકોએ દિલીપ જોશીના ઘરને ઘેરી લીધુ હતુ અને આ ખબર બાદ નાગપુર પોલિસ તેમના સુધી પહોંચી પણ હતી. કેટલાક દિવસો પહેલા અમિતાભ બચ્ચન અને ધર્મેન્દ્રના ઘરે બોમ્બ હુમલાની પણ ખબર આવી હતી.

તે બાદ અભિનેતા દિલીપ જોશીનું નામ આવ્યુ. જો કે, હવે દિલીપ જોશીએ પોતે આ ખબરની હકિકત જણાવી છે. દિલીપ જોશીએ તારક મહેતાથી જે પોપ્યુલારિટી હાંસિલ કરી છે તે તેમને બાકી શો અને ફિલ્મોથી આજ સુધી નથી મળી. આજના સમયમાં તે ઇન્ડસ્ટ્રીનો જાણિતો ચહેરો છે. હિંદુસ્તાન ટાઇમ્સ સાથે ખાસ વાતચીતમાં દિલીપ જોશીએ કહ્યુ કે આ ખબર જૂઠી છે. આવું કંઇ નથી. મને નથી ખબર કે એ ક્યાંથી અને કેવી રીતે ફેલાઇ.

આ ખબર છેલ્લા બે દિવસથી ફેલાઇ રહી છે. મને એટલા લોકોના ફોન આવ્યા હાલ-ચાલ પૂછવા. ઘણા જૂના મિત્રો અને દૂરના સંબંધીઓનો પણ ફોન આવ્યો, તેમની સાથે વાત કરીને સારુ લાગ્યુ. આ ફોન કોલથી મને અહેસાસ થયો કે લોકો મને કેટલો પ્રેમ કરે છે. આટલા બધા લોકો મારા અને મારા પરિવાર વિશે ચિંતિત છે, આ ખુશીની વાત છે. દિલીપ જોશીનીએ કહ્યુ કે, આ ચોંકાવનારુ અને આશ્ચર્યજનક હતુ.

તેમણે કહ્યુ- જો વાસ્તવમાં આવું કંઈ બન્યું હોય તો આવી વાત ચાલે એ સમજ્યા, પણ આ ધડ-માથા વગરની વાત છે.’ઘટના વિશે જણાવીએ તો, નાગપુર પોલીસ કંટ્રોલ રૂમમાં દિલીપ જોષીના નામે એક ફોન આવ્યો અને તેમાં કહેવામાં આવ્યું કે અભિનેતાના ઘરની બહાર 25 લોકો હથિયાર સાથે ઊભા છે.

Shah Jina