નવી દુકાન ખોલતા જ નટુકાકાને યાદ કરી જેઠાલાલ થયા ભાવુક, કહ્યુ- તેમને….

“તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” શો આ દિવસોમાં ઘણો ચર્ચામાં છે. એક બાદ એક કલાકાર આ શો છોડી જઇ રહ્યા છે. પરંતુ આ વચ્ચે આ શોનુ મહત્વનું પાત્ર જેઠાલાલ ગડા એટલે કે દિલીપ જોશીએ હાલમાં જ પોતાના સાથે કામ કરનાર અભિનેતા નટુકાકા એટલે કે ઘનશ્યામ નાયકને યાદ કર્યા છે. નટુ કાકાના પાત્રને લોકો ઘણુ મિસ કરી રહ્યા છે. જો કે, હવે તો તે આ દુનિયામાં નથી પરંતુ દિલીપ જોશીએ જેવી જ દુકાન ખોલી તો તેમને પણ નટુકાકાની યાદ આવી ગઇ.તારક મહેતાના દર્શકો ગડા ઇલેક્ટ્રોનિક્સના નામથી તો વાકેફ જ હશે, સાથે જ આ દુકાનમાં કામ કરનાર કલાકાર નટુકાકા પણ યાદ હશે.

નટુકાકાના પાત્રને ઘનશ્યામ નાયકે ખૂબ જ સારી રીતે નિભાવ્યુ હતુ. પરંતુ તેમના જવાથી શોમાં ખાલીપન આવી ગયુ છે. જે આજ સુધી કોઇ ભરી શક્યુ નથી. હાલમાં જ તારક મહેતાની ટીમ તરફથી એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જ્યાં શોના નિર્માતા આસિત મોદી, જેઠાલાલની દુકાનને ખોલતા જોવા મળ્યા હતા. આ દરમિયાન દિલીપ જશી પણ હાજર રહ્યા હતા પરંતુ દુકાન ખુલતા જ તેઓ તેમના સાથી સિનિયર કલાકાર નટુકાકાને ઘણુ મિસ કરી રહ્યા હતા.

સેલિબ્રિટી ફોટોગ્રાફર વિરલ ભયાણીએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં દિલીપ જોશી ઉર્ફે જેઠાલાલ ઘનશ્યામ નાયકને યાદ કરતા જોવા મળી રહ્યા છે. અભિનેતા કહી રહ્યા છે કે, ઘનશ્યામ ભાઇ…નટુકાકા અમારી સાથે નથી, અમે તેમને ઘણુ મિસ કરી રહ્યા છે આ દુકાનમાં આવીને…પરંતુ મને ખબર છે કે તેઓ જ્યાં પણ હશે અમને ત્યાંથી આશીર્વાદ આપી રહ્યા હશે આ બધુ જોઇને…

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનું પ્રસારણ લગભગ એક દાયકાથી થઈ રહ્યું છે, પરંતુ આ શો હજુ પણ દર્શકોમાં ખૂબ જ લોકપ્રિય છે અને આ શોનું દરેક પાત્ર લોકોના મનમાં વસી ગયું છે પરંતુ છેલ્લા કેટલાસ સમયમાં ઘણા કલાકારોએ આ શો છોડી દીધો છે. હાલમાં એવા સમાચાર પણ સામે આવ્યા છે કે હવે દયાબેન ઉર્ફે દિશા વાકાણીથી લઈને તારક મહેતા એટલે કે શૈલેષ લોઢા જેવા ઘણા મુખ્ય કલાકારોએ પણ શો છોડી દીધો છે. ત્યારે આસિત મોદીના કહેવા પ્રમાણે નવી દયાબેન માટે ઓડિશન ચાલુ છે.

Shah Jina