પ્રમુખ સ્વામીને લઇને જેઠાલાલે વ્યક્ત કર્યા પોતાના વિચાર, કહ્યુ- ના ભૂતો હોઇ શકે પણ ના ભવિષ્યતિ ન કહી શકાય, આ BAPS છે…કંઇ પણ કરી શકે છે

બાપાના આશીર્વાદ છે કે આ તારક મેહતા સિરિયલ આટલી સફળ બની. આ તેમનો ચમત્કાર છે કે….

અમદાવાદમાં 15 ડિસેમ્બર 2022થી શરૂ થયેલ પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવની ઉજવણી 15 જાન્યુઆરી 2023 સુધી કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ તેમજ યુએસ, યુકે, આફ્રિકન દેશો, ઓસ્ટ્રેલિયા અને યુએઈ સહિતના અન્ય દેશોના નેતાઓને બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજના એક મહિના સુધી ચાલનારા શતાબ્દી સમારોહ માટે આમંત્રિત કરવામાં આવ્યા હતા. ઘણા દેશ અને વિદેશના લોકો અત્યાર સુધી આ કાર્યક્રમમાં પોતાની હાજરી નોંધાવી ચૂક્યા છે. ભાગરૂપે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદ શહેરના રીંગરોડ પર ઓગણજ સર્કલ પાસે 600 એકરના પ્રમુખ સ્વામી નગરનું ઉદ્ઘાટન કર્યું હતું.

આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે દેશ-વિદેશના ભક્તો ઉપરાંત જાણીતી હસ્તીઓ પણ અમદાવાદ પહોંચી રહી છે. આ ઈવેન્ટમાં ભાગ લેવા તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં જેઠાલાલનું પાત્ર નિભાવી રહેલા અભિનેતા દિલીપ જોશી પણ પહોંચ્યા હતા. દિલીપ જોશી જેઠાલાલના પાત્ર માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે. તેઓ જ્યારે આ મહોત્સવ શરૂ થયો તે દરમિયાન બુધવારના રોજ પરિવાર સાથે પહોંચ્યા હતા. આ મહોત્સવમાં ભાગ લેતા તેમણે કહ્યું, ‘આજે અહીં મારા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજની જન્મશતાબ્દીમાં ભાગ લેવાની તક મળતાં હું ખૂબ જ ખુશ છું.

હું આજે મારા પરિવાર સાથે મહોત્સવમાં હાજરી આપવા આવ્યો છું.’ તેમણે વધુમાં કહ્યું કે, હું ફેબ્રુઆરી-2008માં સત્સંગમાં જોડાયો હતો અને 28 જુલાઈ 2008ના રોજ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ની શરૂઆત થઈ હતી. તેથી હું માનું છું કે બાપાના આશીર્વાદ છે કે આ સિરિયલ આટલી સફળ બની. આ તેમનો ચમત્કાર છે કે આ સિરિયલ 14 વર્ષથી ચાલી રહી છે અને ટોપ-10માં છે. અમારી સિરિયલના નિર્માતા અસિત મોદીએ પણ તારક મહેતાના એક એપિસોડમાં જન્મ શતાબ્દીની માહિતી આપતા એક દ્રશ્ય ઉમેર્યું જ્યારે તારીખ મુજબ પ્રમુખ સ્વામીનો જન્મદિવસ 1 ડિસેમ્બરે હતો.

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના એક એપિસોડમાં અસિત મોદીએ પ્રમુખ સ્વામી મહારાજના જન્મદિવસની પણ સુંદર જાહેરાત કરી હતી. ત્યારે હાલમાં દીલિપ જોશીએ ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં તે કહી રહ્યા છે કે, ઘણા લોકો પાસેથી એવું સાંભળ્યુ છે કે, આ નગર એવું બન્યુ છે કે ના ભૂતો ના ભવિષ્યતી એટલે કે ના ભૂતકાળમાં પહેલા ક્યારેય થયુ છે ના ભવિષ્યમાં આવું થશે. તેઓ કહી રહ્યા છે કે, હું આનાથી સહેમત નથી. ના ભૂતો કહી શકાય પણ ના ભવિષ્યતી ના કહી શકાય.

કેમ કે આ BAPSના સંત છે અને BAPSના હરિભક્ત છે. તે લોકો આનાથી પણ વધારે જોરદાર કંઇક કરી શકે છે અને કરવાની ક્ષમતા રાખે છે. કોઇએ આ પણ નહોતુ વિચાર્યુ કે 600 એકર જમીનમાં માત્ર એક જ મહિના માટે..કોણ કરે છે આવું. પ્રમુખ સ્વામીજીના જીવનના જે વિચાર સારા સારા છે, નગરમાં જે કોઇ પણ તે એક પણ વિચાર લઇને તે ઘરે જશે અને જીવનમાં ઉતારશે તો તેમનું જીવન ધન્ય થઇ જશે, તેમનું કલ્યાણ થઇ જશે.

દીલિપ જોશીએ મહંત સ્વામી મહારાજને લઇને કહ્યુ કે, મહંત સ્વામી મહારાજ મતલબ હું જ્યારે પણ તેમના દર્શન કરુ છુ તો મનમાં એવું નક્કી કરુ છુ કે તેમની આંખોમાં આંખો નાખી તેમની દ્રષ્ટિને જીલવી છે, પણ વિશ્વાસ કરો કે 2 સેકન્ડથી વધારે તમે એમની આંખોમાં જોઇ નથી શકતા.એટલું તેજ છે એમની આંખોમાં, ભાવ છે કે એવું લાગે કે તેમની અંદર પણ ભગવાન વિરાજે છે. જ્યારે પણ તેમના દર્શન કરીએ ત્યારે સાક્ષાત ભગવાનના દર્શન કરીએ એવી અનુભૂતિ થાય છે.

 

View this post on Instagram

 

A post shared by Dilip Joshi (@maakasamdilipjoshi)

Shah Jina