મનોરંજન

‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા” ના આ કલાકારે લીધો વેક્સિનનો પહેલો ડોઝ, તસવીર શેર કરીને લોકોને આપ્યો આ ખાસ સંદેશ

દેશભરમાં લોકોને કોરોનાનું રસીકરણ કરવામાં આવી રહ્યું છે. અમુકને પહેલો ડોઝ તો અમુકને બીજો ડોઝ પણ લગાવવામાં આવી ચુક્યો છે. એવામાં ટીવી ઇન્ડસ્ટ્રીના લોકપ્રિય શો “તારક મેહતા કે ઉલ્ટા ચશ્મા”ના  મુખ્ય કિરદાર એવા જેઠાલાલ એટલે કે દિલીપ જોશી અને તેની પત્નીએ કોરોનાનું રસીકરણ કરી લીધું છે.

Image Source

દિલીપ જોશીએ આગળના જ ગુરુવારે રસીનો પહેલો ડોઝ લીધો હતો અને પોતાનો આ ખાસ અનુભવ સોશિયલ મીડિયા પર પણ શેર કર્યો છે, અને સાથે જ પોતાના ચાહનારાઓ માટે ખાસ સંદેશ પણ આપ્યો છે.

Image Source

દિલીપ જોશીએ રસીકરણ કર્યા પછી પોતાની તસ્વીર ઇન્સ્ટા એકાઉન્ટ પર શેર કરી હતી અને લોકોને સંદેશ આપતા કહ્યું કે,”અસલી મજા બધાની સાથે આવે છે. મારી પત્ની અને મેં કોરોનાની રસીનો પહેલો ડોઝ લઇ લીધો છે. જો તમે પણ રસીકરણ કરવા માટે ક્વોલિફાઈડ છો, તો ચોક્કસ રસીકરણ કરાવી લો. હોલી સ્પિરિટ હોસ્પિટલનો પણ ખુબ ખુબ આભાર જેમણે અમને વેક્સિનેશનનો અનુભવ ખુબ સારો આપ્યો”.

 

View this post on Instagram

 

A post shared by Dilip Joshi (@maakasamdilipjoshi)


સોશિયલ મીડિયા પર દિલીપ જોશીની આ પોસ્ટ ખુબ વાયરલ થઇ રહી છે અને ચાહકો તેમને શુભકામનાઓ પણ આપી રહ્યા છે. દિલીપ જોશીના સિવાય અમિતાભ બચ્ચન, ધર્મેન્દ્ર, સતીશ શાહ, જોની લીવર, જીતેન્દ્ર, હેમા માલિની, સલમાન ખાન જેવા અનેક દિગ્ગજ કલાકારો પણ કોરોનાની રસી લઇ ચુક્યા છે.