જેઠાલાલ ઉર્ફે દીલિપ જોશીની દીકરીના વેડિંગ રિસેપ્શનમાં તારક મહેતાના કલાકારોએ મચાવી ધૂમ, જુઓ ખૂબસુરત તસવીરો

‘જેઠાલાલ’ની દીકરીના મેરેજમાં દિગ્ગજ હસ્તીઓ આવી, જુઓ બાપુજીથી લઈને તારકની તસવીરો

ટીવી પરનો લોકપ્રિય શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છેલ્લા 13-14 વર્ષથી દર્શકોની પસંદ બની રહ્યો છે. આમ તો શોના બધા કલાકારોને દર્શકો દ્વારા પસંદ કરવામાં આવે છે પરંતુ દીલિપ જોશીની ફેન ફોલોઇંગ તો ખાસી છે. તેમણે જેઠાલાલના પાત્રમાં પોતાનો જીવ રેડી દીધો છે. તેમનું પાત્ર ઘણુ લોકપ્રિય છે અને તેને કારણે તેમની ફેન ફોલોઇંગ પણ ઘણી છે. છેલ્લા કેટલાક દિવસથી જેઠાલાલ એટલે કે દીલિપ જોશી ઘણા ચર્ચામાં છે. તેમની દીકરી નિયતિ જોશી લગ્નના તાંતણે બંધાઇ ગઇ છે. તેણે 8 ડિસેમ્બરના રોજ નાશિકમાં લગ્ન કર્યા હતા.

જેઠાલાલની દીકરીનું ભવ્ય રિસેપ્શન મુંબઇની તાજ લેન્ડ હોટલમાં યોજવામાં આવ્યુ હતુ, જેમાં તારક મહેતાની સ્ટારકાસ્ટે ધૂમ મચાવી હતી.  આ ઉપરાંત ટીવી અને થિયેટર ઇન્ડસ્ટ્રીના પણ ઘણા કલાકારો હાજર રહ્યા હતા. દીલિપ જોશીની દીકરી નિયતિ જોશી અને જમાઇ યશોવર્ધનના રિસેપ્શનમાં સુનૈના ફોજદાર, પલક સિધવાણી, સમય શાહ, કુશ શાહ, પ્રિયા આહુજા, માલવ રાજદા, અમિત ભટ્ટ, સહિતના અનેક સેલેબ્સે હાજરી આપી હતી. જોકે, રિસેપ્શનમાં દયાભાભી એટલે કે દિશા વાકાણી આવી જોવા મળી ન હતી.

નિયતિના લગ્નના ઘણા વીડિયો સામે આવ્યા છે, જેમાં સંગીત સેરેમનીના વીડિયોમાં જેઠાલાલ ઢોલના તાલ ઉપર ડાન્સ ફ્લોર ઉપર નાચતા જોવા મળી રહ્યા છે.દિલીપ જોશી ભૂરા રંગના કુર્તામાં જોવા મળી રહ્યા છે. દીકરીના લગ્નની ખુશી પણ તેમના ચહેરા ઉપર સ્પષ્ટ દેખાઈ રહી છે. આ દરમિયાન સંગીત સંધ્યાના આ કાર્યક્રમમાં દિલીપ જોશી દાંડિયા અને ગરબાની ધૂમ મચાવતા જોવા મળી રહ્યા છે.

દિલીપ જોશીનો આ અંદાજ ચાહકોને કદાચ પહેલીવાર જોવા મળ્યો હશે. નિયતિ અને યશોવર્ધનની વાત કરીએ તો, તેઓ કોલેજમાં સાથે અભ્યાસ કરતા હતા અને આ દરમિયાન જ તેમને એકબીજા સાથે પ્રેમ થઇ ગયો. નિયતિ અને યશોવર્ધનના પ્રેમને બંનેના પરિવારજનોએ પણ સ્વીકાર્યો અને લગ્ન માટે મંજૂરી પણ આપી હતી, પરંતુ કોરોનાના કારણે તેમના લગ્ન અટકી ગયા હતા, હવે જયારે કોરોનાનો પ્રકોપ ઓછો થયો છે ત્યારે નિયતિ અને યશોવર્ધન લગ્નના બંધનમાં બંધાઈ ગયા.

તમને જણાવી દઈએ કે  યશોવર્ધન જાણીતા લેખક અશોક મિશ્રાના દીકરા છે. તેમને વર્ષ 2008માં આવેલી શ્યામ બનેગલની ફિલ્મ “વેલકમ ટુ સજ્જનપુર”માં ગીતો લખ્યા હતા, જેના દ્વારા પણ તેમને ખાસ ઓળખવામાં આવે છે.વાત કરીએ દિલીપ જોશીના જમાઈ યશોવર્ધનની તો તે એક ફિલ્મ-ડિરેક્ટર અને રાઇટર છે. તેણે શોર્ટ ફિલ્મ ‘મંડી’ ડિરેક્ટ કરી છે. દિલીપ જોશીની મોટી દીકરી નિયતિની વાત કરીએ તો તે ક્રોસવર્ડ બુક સ્ટોર્સમાં સિનિયર એક્ઝિક્યુટિવ તરીકે કામ કરતી હતી. આ પહેલાં તેણે ફ્રીલાન્સર તરીકે પણ કામ કર્યું છે.

નાશિકની ધ ગેટ વે હોટલ અંબાડમાં દીલિપ જોશીની દીકરી નિયતિ જોષી અને યશોવર્ધન મિશ્રાના લગ્ન યોજાયા હતા. લગ્નનો વીડિયો અને અનેક સેરેમનીના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે. નિયતિએ લગ્નમાં પાનેતર પહેર્યું હતું. તેના પ્રી વેડિંગ સેલિબ્રેશનમાં દિલીપ જોષી દીકરી અને પત્ની સાથે ગરબા રમ્યા હતા.

મહેંદી તથા સંગીત અને હલ્દી સેરેમનીમાં  પણ નિયતિ તથા યશોવર્ધનનું બોન્ડિંગ જોવાલાયક હતું. સિરિયલના પ્રોડ્યૂસર અસિત મોદી પણ સંગીત સેરેમનીમાં હાજર રહ્યા હતા. તેઓ પણ ગરબા રમ્યા હતા.

સંગીત સેરેમનીમાં નિયતિ જોષીએ પિતા દિલીપ જોષી સાથે ગરબા રમ્યા હતાં. જ્યારે દિલીપ જોષીએ પત્ની સાથે રાસ લીધા હતા. સંગીત નાઇટમાં દિલીપ જોષીએ ગીત પણ ગાયું હતું અને ઢોલના તાલે તેઓ ઝૂમ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by @dilipjoshixmagical

Shah Jina