ટીવી ઉપર આવી રહેલો શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં આજે દર્શકોની પહેલી પસંદ છે, આ શોના પાત્રો પણ દરેક ઘરમાં પોતાના અભિનયના કારણે જાણીતા થયા છે, ત્યારે આ શોના મુખ્ય પાત્ર જેઠાલાલ એટલે કે દિલીપ જોશી વિશે તો કહેવું જ શું ? દિલીપ જોશીના જીવનની એક એક નાનામાં નાની વાત પણ દર્શકો જાણવા માંગતા હોય છે.
ત્યારે હાલમાં જેઠાલાલ તેમની દીકરીના લગ્નને લઈને ઉત્સાહિત છે અને સોશિયલ મીડિયામાં પણ તેમની દીકરીના લગ્નની ચર્ચાઓ જોરશોરથી ચાલી રહી છે.જેઠાલાલની દીકરીના લગ્ન હાલમાં જ યોજાયા. તેમની દીકરી નિયતિ જોશી લગ્નના બંધનમાં બંધાઈ ગઈ છે.
મીડિયા રિપોર્ટ પ્રમાણે નિયતિ જોશીએ 8 ડિસેમ્બરના રોજ ગુજરાતી રીતિ રિવાજ સાથે તેના બોયફ્રેન્ડ યશોવર્ધન મિશ્રા સાથે લગ્નના સાત ફેરા લીધા. ત્યારે હાલમાં જ નિયતિના સંગીત સેરેમનીનો વીડિયો સામે આવ્યા છે. જેમાં જેઠાલાલ ઢોલના તાલ ઉપર ડાન્સ ફ્લોર ઉપર નાચતા જોવા મળી રહ્યા છે.
દિલીપ જોશી ભૂરા રંગના કુર્તામાં જોવા મળી રહ્યા છે. દીકરીના લગ્નની ખુશી પણ તેમના ચહેરા ઉપર સ્પષ્ટ દેખાઈ રહી છે. આ દરમિયાન સંગીત સંધ્યાના આ કાર્યક્રમમાં દિલીપ જોશી દાંડિયા અને ગરબાની ધૂમ મચાવતા જોવા મળી રહ્યા છે. દિલીપ જોશીનો આ અંદાજ ચાહકોને કદાચ પહેલીવાર જોવા મળ્યો હશે.
View this post on Instagram
એક વીડિયોની અંદર દિલીપ જોશી ગુજરાતી ફિલ્મ “મેરુ માલણ”ના ગીત “તું મારો મેરુ, હું તારી માલણ” ઉપર ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે, અને તેમની પાછળ ધોળી ઢોલ વાગડતો પણ જોવા મળી રહ્યો છે.
View this post on Instagram
અન્ય એકક વીડિયોની અંદર દિલીપ જોશી તેમના ઘરમાં ગ્રહશાંતિની પૂજાએ કરાવતા જોવા મળી રહ્યા છે. જેમાં તે તેમના પરિવાર સાથે નજર આવી રહ્યા છે. દિલીપ જોશીના આ વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યા છે.