“તારક મહેતા”ના જેઠાલાલની અસલ જીવનમાં પત્ની લાઇમલાઇટથી રહે છે દૂર, છે સ્ટાઇલિશ, જુઓ તસવીરો

ટીવીનો લોકપ્રિય અને કોમેડી શો “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” સતત 12-13 વર્ષથી દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. આ શોના બધા પાત્રો તેના મનોરંજક અંદાજ માટે જાણીતા છે, પરંતુ આ બધામાં ‘જેઠાલાલ’ એટલે કે દિલીપ જોશી તેમના મજાકિયા અંદાજથી ઘણા દર્શકોનું દિલ જીતે છે.

તમે ઓનસ્ક્રીન તો જેઠાલાલનો પરિવાર જોયો જ હશે, પરંતુ આજે અમે તેમના રિયલ લાઇફ પરિવાર વિશે જણાવીશુ.

દિલીપ જોશીનો જન્મ 26 મે 1968ના રોજ થયો હતો. જેઠાલાલનું નામ દિલીપ જોશી છે, લાંબાં સમયથી તેઓ ટીવી અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સક્રિય છે. પરંતુ તેમને ઓળખ આ શો દ્વારા મળી હતી. તેમણે બોલિવુડના દબંગ સલમાન ખાન સાથે પણ ફિલ્મમાં કામ કર્યુ છે. તે “મેંને પ્યાર કિયા” અને “હમ આપકે હે કોન” જેવી ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે.

જેઠાલાલની રિયલ લાઇફ પત્નીનું નામ જયમાલા જોશી છે, તેઓ બે બાળકોના પેરેન્ટ્સ છે. તેમને એક દીકરો અને એક દીકરી છે. તેમની દીકરીનું નામ નિયતી જોશી છે અને દીકરાનું નામ રિત્વિક જોશી છે. દિલીપ જોશીની પત્ની લાઇમલાઇટથી દૂર રહે છે પરંતુ તે બંને એકબીજાની ઘણા નજીક છે. મશહૂર અભિનેતાની પત્ની હોવા છત્તાં તેઓ લાઇમલાઇટથી દૂર રહે છે.

જેઠાલાલ પૂરી રીતે ફેમિલી મેન છે. તેઓ કામ બાદ બીજો સમય પરિવાર સાથે વીતાવવો પસંદ કરે છે. તેમને પરિવાર સાથે ફરવાનો ઘણો શોખ છે. તેમના લગ્નને લગભગ 20 વર્ષ જેટલો સમય થઇ ચૂક્યો છે. જયમાલા જોશીને ઘણીવાર દિલીપ જોશી સાથે એવોર્ડ ફંકશનમાં સ્પોટ કરવામાં આવે છે. આમ તો તેઓ એક ગૃહિણી છે પરંતુ તેઓ ખૂબસુરત અને સ્ટાઇલિશ પણ છે.

Shah Jina