તારક મહેતા : જીમ ગયા વગર જ દીલિપ જોશીએ ઘટાડ્યુ 10 કિલો વજન, જાણો કેવી રીતે ?

જેઠાલાલે ઘટાડ્યુ 10 કિલો વજન અને એ પણ જીમ ગયા વગર, જાણો કેવી રીતે કર્યુ આવું…

“તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” શોને ઘર-ઘરમાં પસંદ કરવામાં આવે છે, લગભગ દરેક ઘરની પહેલી પસંદ છે આ શો. આ શો ટીવીનો લોકપ્રિય અને કોમેડી શો છે. આ શો છેલ્લા 13 વર્ષથી સતત દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. આ શો જેટલો લોકપ્રિય છે, તેટલા જ તેના પાત્રો પણ લોકપ્રિય છે. આ શોના બધા કલાકારો તેમના મજાકિયા અંદાજ માટે જાણિતા છે. તેવું જ શોમાં એક પાત્ર છે જેઠાલાલનું.

તારક મહેતાના બધા કલાકારોએ લોકોના દિલમાં પોતાની એક જગ્યા બનાવી છે. તારક મહેતાની સ્ટારકાસ્ટ ઘણી લાંબી છે અને બધા સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. અવાર નવાપ ચાહકો સોશિયલ મીડિયા પર તેમના વિશે કંઇને કંઇ શોધતા રહે છે. ત્યાં જ શોમાં જેઠાલાલ અને દયાભાભી બધાના ફેવરેટ છે.

શોમાં જેઠાલાલનું પાત્ર દીલિપ જોશી નિભાવી રહ્યા છે. દીલિપ જોશી વિશે હાલ ખબર આવી રહી છે કે તેમણે 10 કિલો વજન ઘટાડ્યુ છે. તેમનું વજન છેલ્લા દિવસોમાં વધી ગયુ હતુ. જે બાદ તેમને પરેશાની જેવું મહેસૂસ થઇ રહ્યુ હતુ અને તેમણે વજન ઘટાડવા માટેનો વિચાર કર્યો.

આ થોડી જૂની વાત છે. દીલિપ જોશીએ તેમના વજન ઘટાડાના રહસ્યનો ખુલાસો કર્યો હતો. તેમણે ડાઇટને રેગુલરાઇઝ કર્યુ હતુ. આવું કરવાથી તેમણે તેમનું વજન 10  કિલો ઘટાડ્યુ હતુ. ખાવાના શોખીન હોવાને કારણે તેમના માટે શરૂઆતમાં ડાઇટિંગ કરવુ મુશ્કેલ હતુ પરંતુ સકારાત્મક પરિણામોએ તેમને એક સ્વસ્થ જીવન શૈલી અપનાવવા માટે પ્રેરિત કર્યા.

પોતાના ડાયટ વિશે દીલિપ જોશીએ ન્યુઝ 18 સાથે વાત કરતા કહ્યુ હતુ કે, મારા વ્યસ્ત શેડ્યુલને કારણે મને જીમ જવાનો સમય મળતો ન હતો. આ માટે મેં બરાબર આહારનો સહારો લેવાનુ શરૂ કર્યુ. જેનાથી મને લગભગ 10 કિલો વજન ઘટાડવામાં મદદ મળી. મને લાગતુ હતુ કે એક સ્વસ્થ જીવનશૈલી ઘણી મહત્વપૂર્ણ છે અને તે માટે વજન ઘટાડવા પર કામ કરવુ મહત્વપૂર્ણ છે. હું સકારાત્મક પરિણામથી ઘણો ખુશ છું.

વર્ષ 2015માં દીલિપ જોશીએ લાંબા સમય સુધી શુટ કરવા માટે પર્યાપ્ત રૂપથી ફિટ હોવા માટે વજન ઓછુ કરવા વિશે ટ્વીટ કરી હતી.

Shah Jina