મનોરંજન

‘તારક મહેતા’ અને ‘જેઠાલાલ’ વચ્ચે થઇ ગઈ અનબન? જાણો સત્ય

ટીવીનો લોકપ્રિય અને કોમેડી શો “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા”ના સેટથી એક ચોંકાવનારા સમાચાર આવ્યા છે. રિપોર્ટ્સ અનુસાર, આ શોમાં ‘જેઠાલાલ’ અને ‘તારક મહેતા’નું પાત્ર ભજવતા સ્ટાર દિલિપ જોશી અને શૈલેષ લોઢા વચ્ચે અણબનાવ ચાલી રહ્યો છે.

Image source

એક વેબસાઇટ અનુસાર જેઠાલાલ અને તારક મહેતા વચ્ચે બધુ ઠીક નથી. બંને વચ્ચે લાંબા સમયથી વાતચીત બંધ છે. બંને સાથે શુટિંગ કરતા હોવા છત્તાં પણ વાતચીત કરતા નથી. એવું જણાવવામાં આવી રહ્યુ છે કે, દિલીપ જોશી અને શૈલેશ લોઢા કોઇ વાતને લઇને એકબીજાથી થોડા ગુસ્સે છે.

Image source

બીજીબાજુ જોઇએ તો, શૈલેશ લોઢાએ હાલમાં જ આ મુદ્દે વાત કરી છે. તેમણે કહ્યુ કે, દીલિપ જોશી સાથે તેમનો સંબંધ એવો જ છે, જેવો ઓનસ્ક્રીન. તેમણે કહ્યુ કે, તેમને આવી ખબરો સાંભળી હસવું આવી જાય છે. કોણ આવી અફવાઓ ફેલાવે છે. તેઓ બંને વચ્ચે આવુ કંઇજ નથી.

Image source

ઉલ્લેખનીય છે કે, આ ટીવી શો વર્ષોથી નાના પડદે રાજ કરી રહ્યો છે. હાલમાં જ આ ટીવી શોએ તેના 3100 એપિસોડ પૂરા થયાની ઉજવણી પણ કરી હતી. આ ટીવી શો દર્શકોનું ખુબ મનોરંજન કરે છે. આ જ કારણ છે કે આ ટીવી શો વર્ષોથી ટીઆરપીની રેસમાં મજબૂત પકડ ધરાવી રહ્યો છે.

Image source

તમને જણાવી દઇએ કે, છેલ્લા દિવસોમાં આ શોને હવે એનિમેટેડ સીરિઝમાં બદલવામાં આવી રહ્યો છે. “તારક મહેતા કાસ ઉલ્ટા ચશ્મા” શોને એપ્રિલમાં ‘સોની સબ’ એનિમેટેડ સીરિઝ બતાવશે. તેમાં લોકપ્રિય પાત્ર જેઠાલાલ, બાપુજી અને ટપુનો શાનદાર અંદાજ બતાવવામાં આવ્યો છે.