દિલદાર અંસારીએ ઇલેક્ટ્રિક કટરથી કર્યા બૈરાના 50 ટુકડા, આદિવાસી યુવતિ સાથે 2 વર્ષ લિવ ઇનમાં રહ્યા બાદ મહિના પહેલા જ કર્યા હતા લગ્ન

દિલદારે રૂબિકાના કર્યા અનેક ટુકડા, એક મહિના પહેલા કર્યા હતા લવ મેરેજ…છલકાયુ બહેનનું દર્દ

ઝારખંડના સાહિબગંજમાંથી સામે આવેલ રૂબિકાની ઘાતકી હત્યાના મામલાએ સમગ્ર દેશને હચમચાવી દીધો છે. કેવી રીતે દિલદાર અન્સારીએ તેની જ પત્ની રૂબિકાની હત્યા કરી અને તેના મૃતદેહના 50થી વધુ ટુકડા કરી નાખ્યા. આ પછી તેણે તેને ફેંકી દીધા. આરોપીએ લાશના ટુકડા કરવા માટે બજારમાંથી ઇલેક્ટ્રિક કટર ખરીદ્યું હતું. પોલીસે અત્યાર સુધીમાં મૃતદેહના માત્ર 12 ટુકડા જ કબજે કર્યા છે, બાકીની શોધખોળ ચાલુ છે. આશ્ચર્યની વાત એ છે કે આરોપી દિલદાર અન્સારીએ રૂબિકા સાથે એક મહિના પહેલા જ લવ મેરેજ કર્યા હતા.

જો કે બંને બે વર્ષથી રિલેશનમાં હતા. તે લગ્ન કરવા માંગતો હતો, પરંતુ તેનો પરિવાર તેના માટે રાજી ન હતો. કેસની માહિતી આપતા ડીઆઈજીએ કહ્યું કે, રૂબિકાના પિતા અને માતા બંનેના સંબંધોનો વિરોધ કરી રહ્યા હતા. આ પછી તે ઘરેથી ભાગી ગઇ અને પછી પોલીસ સ્ટેશન ગયા બાદ પોલીસે બંનેના લગ્ન કરાવ્યા. રૂબિકા સાથે લગ્ન કર્યા બાદ દિલદાર તેના ઘરે પહોંચી ગયો. જ્યાં તેની પહેલી પત્ની પહેલેથી જ હાજર હતી. આરોપીના રૂબિકા સાથે બીજા લગ્ન હતા. પહેલી પત્ની પણ તેની સાથે રહેતી હતી. એક અઠવાડિયા સુધી બધું બરાબર ચાલ્યું,

પરંતુ પછી ત્રણેય વચ્ચે ઝઘડો શરૂ થયો. બસ આમાંથી છુટકારો મેળવવા માટે દિલદારે રૂબિકાને મારી નાખી. ત્યારપછી તે પોલીસ સ્ટેશન પહોંચ્યો અને પત્ની રૂબિકાના ગુમ થયાની ફરિયાદ નોંધાવી. રૂબિકા આદિવાસી સમુદાયની હતી. લગ્ન પહેલા તે તેના પરિવાર સાથે સાહેબગંજના ડોડા પહાડમાં રહેતી હતી. તે તેના પરિવારમાં 6 ભાઈ-બહેનોમાં ત્રીજા નંબરની હતી. જ્યારે તેની હત્યા કરનાર આરોપી દિલદાર અંસારી ચોક્કસ સમુદાયમાંથી આવે છે. પોલીસે આરોપીની ધરપકડ કરીને તેની પૂછપરછ શરૂ કરી છે.

તમને જણાવી દઈએ કે આ સમગ્ર મામલો શનિવારે મોડી સાંજે સાહિબગંજ જિલ્લાના બોરિયો પોલીસ સ્ટેશન વિસ્તારમાં સામે આવ્યો હતો. જ્યાં લોકોએ આંગણવાડી બિલ્ડીંગની પાછળ કૂતરાઓનું ટોળું જોયું હતું. જેઓ માનવ માંસના ટુકડા ખાતા હતા. જે બાદ તેમણે પોલીસને જાણ કરી અને તાત્કાલિક પોલિસ એક્શનમાં આવી ગઇ. જે બાદ તપાસ કરતા પોલિસને નજીકના એક બંધ ઘરમાંથી એક બોરીમાં માંસ અને હાડકાના કેટલાક ટુકડા મળી આવ્યા. રીપોર્ટ અનુસાર 16-17 ડિસેમ્બરની રાત્રે રૂબિકાની હત્યા કરવામાં આવી હતી.

ઝારખંડ બીજેપીના પ્રદેશ પ્રવક્તાએ આરોપ લગાવ્યો છે કે દિલદાર અન્સારીએ મહિલાને ફસાવીને તેની સાથે લગ્ન કર્યા હતા. પ્રવક્તાએ કહ્યું કે હેમંત સરકારના કાર્યકાળમાં દીકરીઓ પર અત્યાચાર વધી રહ્યા છે, પરંતુ સરકાર કોઈ પગલું ભરી રહી નથી. તેમણે કહ્યું કે જો રાજ્ય સરકાર કોઈ નક્કર પગલાં નહીં ભરે તો તેઓ રસ્તા પર ઉતરી આવશે.આ ઉપરાંત મૃતકની બહેને જણાવ્યું હતું કે, એક મહિના પહેલા મુસ્લિમ સમાજના છોકરા દિલદાર અન્સારીએ તેની બહેન સાથે બીજી વખત લગ્ન કર્યા હતા.

મૃતકની બહેન શીલાએ કહ્યુ કે જ્યારે આરોપી અને તેની બહેને લવ મેરેજ કર્યા હતા, ત્યારે તે આટલી નિર્દયતાથી તેના ટુકડા કરીને કેવી રીતે મારી શકે ? મૃતકની બહેન શીલાએ દિલદાર અન્સારી સાથે સાથે તેના ઘરના બીજા સભ્યો પર પણ બહેનની હત્યા કરવાનો અને લાશના ટુકડા કરવાનો આરોપ લગાવ્યો છે. આ દરમિયાન તેણે આરોપીના પરિવારને કડક સજાની માગ કરતા ફાંસીની માગ કરી છે.

Shah Jina