‘ભાઇ દિલ સે બુરા લગતા હૈ’ વીડિયો ફેમ દેવરાજ પટેલનું અકસ્માતમાં મોત, જાણો કેવી રીતે થયો દર્દનાક અકસ્માત

મશહૂર યૂટયૂબર અને ‘દિલ સે બુરા લગતા હૈ’ મીમથી ફેમસ થયેલ દેવરાજ પટેલના નિધન પર CMએ પણ જતાવ્યો શોક, છેલ્લો Video સોશિયલ મીડિયા પર થયો વાયરલ

YouTuber Devraj Patel : ‘ભાઈ દિલ સે બુરા લગતા હૈ’ વીડિયોથી સોશિયલ મીડિયા પર ફેમસ થયેલા કોમેડિયન દેવરાજ પટેલ વિશે એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. બધાને હસાવનાર દેવરાજ પટેલનું માર્ગ અકસ્માતમાં મોત થયું છે. આ ઘટના રાયપુરના તેલીબાંધા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી. જણાવવામાં આવી રહ્યું છે કે દેવરાજની બાઇકને ટ્રકે ટક્કર મારી હતી અને આ અકસ્માતમાં તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

આ દુર્ઘટના ત્યારે થઈ જ્યારે દેવરાજ તેના મિત્ર સાથે બાઇક પર જઈ રહ્યો હતો. આ દરમિયાન તેની બાઇકને એક તેજ રફતાર ટ્રકે ટક્કર મારી. ટક્કર એટલી જોરદાર હતી કે અકસ્માતમાં દેવરાજનું ઘટનાસ્થળે જ મોત થયું હતું અને તેનો મિત્ર ગંભીર રીતે ઘાયલ થયો હતો. દેવરાજ સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહેતો હતો. યુટ્યુબ પર પણ તેના લાખો સબસ્ક્રાઈબર્સ છે. જ્યાં તે લોકોને હસાવવા માટે મોટાભાગે કોમેડી વીડિયો બનાવતો હતો. દેવરાજના નિધનથી તેના ચાહકો આઘાતમાં છે.

ઈન્ટરનેટ પર પણ દરેક વ્યક્તિ તેના મૃત્યુ પર શોક વ્યક્ત કરી રહ્યા છે. જણાવી દઈએ કે દેવરાજ મહાસમુંદ જિલ્લાનો રહેવાસી હતો. જોકે, દેવરાજ વીડિયો બનાવવા માટે છત્તીસગઢની રાજધાની રાયપુરમાં આવતો-જતો રહેતો હતો. દેવરાજ તેના ‘ભાઈ દિલ સે બુરા લગતા હૈ’ વીડિયો માટે ફેમસ હતો. આ વીડિયો વાયરલ થયા બાદ રાજ્યના સીએમ ભૂપેશ બઘેલ પણ દેવરાજને મળ્યા હતા. આ દરમિયાન દેવરાજે સીએમ સાથે એક વીડિયો બનાવ્યો હતો અને આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.

આ વીડિયોને 10 મિલિયનથી વધુ લોકોએ જોયો હતો. જણાવી દઈએ કે દેવરાજ પટેલ એક ખેડૂત પરિવારમાંથી આવતો હતો. તેના પિતા ઘનશ્યામ પટેલ ખેડૂત છે. દેવરાજ લગભગ 21 વર્ષનો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે તે બીએ ફાઈનલ યરનો વિદ્યાર્થી હતો. મૃત્યુ પહેલા પણ દેવરાજે તેની ચેનલ પર એક વીડિયો શેર કર્યો હતો. આ વીડિયો મૃત્યુના લગભગ ચાર કલાક પહેલાનો છે. જેમાં તે પોતાના ફેન્સને બાય કહેતો જોવા મળ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

Shah Jina