ધાર્મિક-દુનિયા

જૈનાચાર્ય પ.પૂ. આચાર્ય ભગવંત શ્રી યુગભૂષણસુરીશ્વરજી મહારાજની નિશ્રામાં મુંબઈમાં દિક્ષાનો સુવર્ણ અવસર

જગવિખ્યાત મુંબઈની પવિત્રભૂમિ બોરિવલી વિસ્તારની ચીકુવાડીમાં સુવર્ણ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. જ્યાં પ્રસિદ્ધ જૈનાચાર્ય પ.પૂ. આચાર્ય ભગવંત શ્રી યુગભૂષણસુરીશ્વરજી મહારાજા ( પંડિત મ.સા )ની નિશ્રામાં હર્ષોલાસ સાથે 12 દિવસનો દીક્ષા મહોત્સવનો પ્રારંભ થઇ રહ્યો છે. જાણે સમગ્ર પ્રકૃતિ દિક્ષાર્થીઓને આવકારવા થનગનાટ કરતી હોય એવું લાગી રહ્યું છે.

જૈન દીક્ષા એટલે સંસારના બધાં મોજ શોખનો ત્યાગ કરી આધ્યાત્મિક મસ્તીને માણવી. જૈન દીક્ષા એટલે કોઈને પણ પછાડયા વિના, સમગ્ર વિશ્વને જીતવાની યાત્રાનો પ્રારંભ.

આ યાત્રામાં 8 દિક્ષાર્થીઓ પવિત્ર પંથે જઈ રહ્યા છે. જેમાં C.A , L.L.B, C.S અને B.TECH જેવું શિક્ષણ પ્રાપ્ત કરનાર દિક્ષાર્થીઓનો સમાવેશ થાય છે.

આ સમગ્ર દીક્ષા મહોત્સવના મૂળ પ્રેરણા સ્રોત જૈનાચાર્ય શ્રી યુગભૂષણસુરીશ્વરજી મહારાજ, જેઓ પંડિત મહારાજના હુલામણા નામથી જાણીતા છે. તેઓશ્રીના પ્રવચનનો વૈજ્ઞાનિક અભિગમવાળા, logical, interactive, અને self development કેન્દ્રિત હોય છે. તેમનાથી પ્રેરણા લઈને હજારો ભણેલા લોકો ધર્મની દિશા તરફ વળે છે.ધન્ય છે એ ધરા જ્યાં દિક્ષાર્થીઓ આત્મકલ્યાણના માર્ગે જઈ રહયા છે. જેનો પ્રારંભ 25 જાન્યુઆરીથી 5 ફેબ્રુઆરી સુધીનો રહેશે.

 • જેમાં 25 તારીખે પાટલા પૂજન અને ક્ષેત્રપાલ પૂજન તેમજ પૂ. ગુરુભગવંતોનો મહોત્સવ અને ભગવાનની પ્રતિષ્ઠા હશે.
 • 26 તારીખે ગૌતમ સ્વામી પૂજન.
 • 27 તારીખે પ્રવચન અને અષ્ટોતરી અભિષેક.
 • 28 તારીખે શ્રમણ વેશને કેસરના વધામણાં, મહેંદી રસમ, અને મોટિવેશન.
 • 29 તારીખે વિજય યાત્રાની ભેરી વગાડતો વરઘોડો, માંગલિક પ્રવચન,વિજય મુહૂર્ત પ્રભાવશાળી, નરેશભાઈ મણીયાર, મુમુક્ષના અંતિમ વાચણા, ઋણ સ્વીકાર.
 • 30 તારીખે મુમુક્ષોનો ગૃહત્યાગ, મંડપ પ્રવેશ અને દીક્ષાવિધિ.
 • 31 તારીખે ગૃહ આગણે ગુરુ, અંજનશાલાકા મહોત્સવ.
 • 1 ફેબ્રુઆરીએ પરમાત્માનું ચ્યવન વિધાન.
 • 2 તારીખે  પરમાત્માનું જન્મકલ્યાણ વિધાન.
 • 3 તારીખે પરમાત્માનો વર્ષીદાન વરઘોડો, દેવી પટ પૂજન.
 • 4 તારીખે દબદબા સાથે 86 સાધુ – સાધ્વીના ગચ્છનાયક પ.પૂ. આચાર્યદેવ શ્રી યુગભૂષણસુરીશ્વરજી મ.સા.નો ધર્મ સિંહાસન આરોહણ માટે મંડપમાં પ્રવેશ, પરમાત્માનું કેવળજ્ઞાન કલ્યાણ ‘ નૂતન ગચ્છાધિપતિ’ ના હસ્તે.
 • 5 તારીખે નિર્વાણ કલ્યાણ , શાંતિ સ્નાત્ર, અને પૂજ્ય ગુરુ ભગવંતોનો નૂતન દિક્ષીતો સાથે વિહાર.

તો હાલો સૌ માનવ મહેરામણ આ પવિત્ર અને સુવર્ણ અવસરને માણવા.
જુઓ વિડીયો 

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.