લગ્ન કરવા એક દરેક યુવતીનું સપનું હોય છે. પરંતુ દીકરીની વિદાઈ માં બાપ માટે સૌથી વધુ અઘરું હોય છે. દીકરીના લગ્નની તૈયારી માતા-પિતા વર્ષોથી કર આવે છે. દીકરીને કન્યાદાનમાં આપવા માટે કોઈ પણ પ્રકરણની ખોટ ના રહે માટે તેનું પૂરતું ધ્યાન રાખતા હોય છે. લગ્ન બાદ દીકરીની બધું જ પ્રવૃત્તિ બદલાઈ જતી હોય છે. લગ્ન એટલે દીકરીની એક નવી શરૂઆત.
લગ્ન કેટલાક રીતરિવાજથી કરવામાં આવે છે. ત્યારે લગ્નની વિધિમાં ખાસ ધ્યાન રાખવું પડે છે કે, કોઈ પણ વિધિ ભંગ ના થાય. જો કોઈ વિધિ ભંગ થાય તો તેના કારણે ઘણી તકલીફનો સામનો કરવો પડતો હોય છે.

માતા-પિતા રીતરિવાજ અનુસાર અને યોગ્યતા અનુસાર દીકરીને ભેટ સ્વરૂપે ચીજવસ્તુઓ આપતા હોય છે. પૌરાણિક માન્યતા અનુસાર, દીકરીને વિદાઈ વખતે ક્યારે પણ ગણેશની મૂર્તિ ભેટમાં ના આપવી જોઈએ. સામાન્ય રીતે કોઈપણ કામની શરૂઆત ગણેશથી જવ કરવામાં આવે છે. તો દીકરીને લક્ષ્મી સ્વરૂપ માનવામાં આવતી હોય ક્યારે પણ દીકરી અને ગણેશજી સાથે ના આપવા જોઈએ.
ગણેશજી આપવાથી દીકરીના ઘરમાં તકલીફો થતી હોય છે. તો તેના પિયરિયામાં નુકશાન થાય છે. દીકરીને ભેટમાં સોનુ, ચાંદી, ઘર વખરી વગેરે જેવી સામગ્રી કરિયાવર તરીકે આપવામાં આવે છે.

ગણેશ અને લક્ષ્મીજીનું સાથે હોવું સૌભાગ્યની વાત કહેવાય છે. તેથી દીકરીની વિદાઈ વખતે ગણેશની મૂર્તિ આપવાથી દીકરી સુખ-સમૃદ્ધિ, ધન-દોલત સાથે જ વિદાઈ લે છે. આ માટે તેને વિદાઈ સમયે ગણેશની મૂર્તિ આપવામાં આવતી નથી.