આ પિતાએ દીકરીનું કર્યુ વાજતા ગાજતા સ્વાગત, દુલ્હનની જેમ ગાડી શણગારી અને પછી કેક કાપી

આપણા સમાજમાં હજી કેટલીક જગ્યાએ દીકરીના જન્મ પર ખુશી મનાવવામાં નથી આવતી, કેટલી જગ્યાએ તો દીકરી જન્મવા પર તેના પરિવાર વાળા દ્વારા તેને તરછોડવામાં પણ આવે છે, ત્યારે આવા સમજના લોકોને જ એક પરિવાર દ્વારા અનોખો સંદેશ પાઠવવામાં આવ્યો છે.

કુંજપુરા ગામના મનીષ ભાટિયાએ સમાજ સામે અનુકરણીય ઉદાહરણ પ્રસ્તુત કર્યુ છે. તેમના ઘરમાં દીકરીએ જન્મ લીધો તો પૂરા પરિવારે ખુશીઓ મનાવતા માત્ર ગાડી દુલ્હનની જેમ સજાવી જ નહિ પરંતુ પૂરા ઉત્સાહ સાથે દીકરીને હોસ્પિટલથી ઘરે લઇ આવ્યા. બધા પરિચિતોએ આને ગર્વપૂર્ણ અવસર બતાવતા પ્રસન્નતા જતાવી.

રિલાયન્સ કંપીનમાં પરચેઝ મેનેજર અને મુંબઇમાં કાર્યરત મનીષ ભાટિયા મૂળરૂપથી કરનાલના કુંજપુરા ગામના નિવાસી છે, કોરોનાને કારણે આ દિવસોમાં વર્કફ્રોમ હોમ ચાલી રહ્યુ છે ત્યારે તેમની પત્ની રેણુએ 31મેના રોજ દીકરીને જન્મ આપ્યો હતો. હોસ્પિટલથી રજા મળવા પર પરિવારના સભ્યોએ ખૂબ જ ખુશીઓ મનાવી આ અવસરને યાદગાર બનાવ્યો.

તેમણે તેમની ગાડીને ફૂલોથી સજાવી અને ઘણુ જ ખુશનુમા માહોલમાં દીકરીને ઘરે લાવ્યા. ઘર પર આવ્યા બાદ તેમણે કેક કાપી અને આજુબાજુમાં પાડોશીને પણકેક આપવામાં આવી. આમ આ પરિવાર દ્વારા દીકરીના જન્મ પર આવું સ્વાગત કરી સમાજને એક અલગ ઉદાહરણ પૂરુ પાડવામાં આવ્યુ.

Shah Jina