દીકરીઓના છુટા-છેડા થવા પાછળનું છે આ કારણ – દરેક માં-બાપ, પતિ-પત્નીએ વાંચવા જેવું

0

આજકાલ ખૂબ ટૂંકા લગ્નજીવનના તૂટવાના સમાચાર વારંવાર સાંભળવા મળે છે. અત્યારના સમાજમાં ઘણું બધુ બદલાઈ ગયું છે. આટલા જલ્દી છૂટાછેડા થવાના કારણે અત્યારનો બદલાવ જવાબદાર છે. અત્યારના જમાનામાં બદલાયેલી વિચારસરણી અને રિવાજોના કારણે થયેલા પરિણામ ને કારણે જ આજે આવા પરિણામો સમાજમાં જોવા મળે છે.

પહેલાના જમાનામા વડીલો દીકરીના ઘરે જમતા ન હોતા, પહેલાના જમાનામાં લોકો દીકરીના ઘરે જઈને લોકો પાણી પણ નહોતા પીતા કે જ્યાં સુધી દીકરીના ઘરે પહેલું કોઈ સંતાન ન થાય ત્યાં સુધી દીકરીના ઘરે કોઈ જ મહેમાન ગતિ કરવા માટે નહોતા જતાં કે તેના ઘરે કોઈ જમણ પણ નહોતા માંડતા. અને દીકરીને એક જ સલાહ આપવામાં આવતી હતી કે ગમે તે થાય પણ તારો સંસાર માંડવો જોઈએ. દુખ હોય કે સુખ આ તો ચાલ્યા જ કરે.

Image Source

સ્વાભાવિક છે કે દીકરીને પિતાના ઘર જેવુ જ વાતાવરણ સાસરીમાં ન મળે. અને એના કારણે થોડી ઘણી તકલીફ તો રહેવાની જ અને એમાંય જો માં બાપ દીકરીના ઘરે જાય ને કદાચ એને પડતી તકલીફ પડે તો એના માં બાપ ને દીકરીની દયા આવે અને એના જીવનમાં આ તકલીફ વિષે કદાચ જો તેના મા બાપ કશું બોલે તો તેના સંસારમાં કોઈ તકલીફ પડી છે કે કદાચ તેના બાપની આ ઇન્ટરફિયરના કારણે એ દીકરીનું ઘર પણ ભાંગી શકે છે.

Image Source

અને આ જ કારણે કદાચ પહેલાના જમાનામા માં બાપ દીકરીના ઘરે જતાં ન હતા. જ્યારે હાલના જમાનામાં માં બાપ દીકરીને પહેલાથી જ વધારે છૂટ આપવામાં આવે છે. જન્મથી જ દીકરીને એકદમ છૂટ આપવામાં આવે છે. જેના કારણે દીકરીને વધારે પડતી સ્વતંત્રતા મળતી હોવાથી જ્યારે એ સાસરે જાય છે ત્યારે તેને કોઈ જ બંધનમાં રહેવું ગમતું નથી. અને એના કારણે જ એને લગ્ન જીવનમાં તકલીફ નો સામનો કરવો પડે છે.

Image Source

જ્યારે પણ દીકરી સાસરે જાય છે ત્યારે માતા પિતાએ તેને સામાજિક અને કૌટુંબિક જ્ઞાન આપવું જોઈએ કે તે હવે જે ઘરે જઈ રહી છે એ ઘર ને જ તેણે સાચવીને, સંભાળીને રહેવું પડસે, એ આખું ઘર, વાતાવરણ ને લોકો બદલાય છે એટ્લે સ્વાભાવિક છે કે ત્યાં રહેલા બધા જ માણસોની પ્રકૃતિ ને સ્વભાવ પણ અલગ હોય. તો એ બધાની વચ્ચે પોતાનાપણાનો ભાવ લાવીને એ બધા જ લોકોને પોતાના બનાવી પ્રેમભાવથી જીવન જીવવું.  સાથે સાથે દીકરાને પણ એ વાત સમજાવવી જોઈએ કે આવનારી દીકરી તેનું ઘર બાર માતા પિતા બધુ જ છોડીને આવે છે. તો તેને સમજવી જોઈએ, કદાચ જો એને ક્યારેક ગુસ્સો આવે તો તેને પ્રેમથી સંભાળી લે જે.

Image Source

જો આમ દીકરી કે દીકરાના માં બાપ સમજાવે તો છૂટાછેડાનું પ્રમાણ ઘટી શકે છે. મોટા ભાગે માં બાપ ને જ આ ફરજ સમજી અદા કરવી જોઈએ.તો બાજુ માતા પિતાએ પણ પોતાની દીકરી સાથે તેના સાસરિયાની વિરુદ્ધ ક્યારેય વાત કરવી જોઈએ નહી. કેમકે જો આવું વધારે સમય વાત કરશો તો કદાચ આ કારણે તમારી દીકરી ક્યારેય તેની સાસરીમાં ભળી શકશે નહી. અને તમારી દીકરી થોડા જ સમયમાં તમારા ઘરે પાછી આવી શકે છે. અને તમારી દીકરીને જ ભવિષ્યમાં તકલીફનો સામનો કરી શકે છે.

Image Source

પાછી જો આગળ જોઈએ તો પિયર સિવાય સાસરીના કારણે પણ ટૂંક સમયમાં જ છૂટાછેડા થવાની સંભાવના છે. તમારા ઘરે જે દીકરી પરણીને આવી છે એ દીકરી તેના માતા પિતાની વહાલસોયી દીકરી છે. તે પણ લાડ કોડથી ઉછરી છે ને ઘણા અરમાનો જોઈને તમારા ઘરમાં આવી છે. તો એ દીકરીને તમારા ઘરે પ્રેમ, હૂંફ આપો. તેને કદાચ જો તેને કશું ન આવડે તો પ્રેમથી શોખવાડો.

લગ્ન પછી જો કોઈ દીકરી તમારા ઘરે વહુ બનીને આવે તો તરત જ તેના પર ઘરના કામનો બોજ ન નાખી દો. તેને પહેલા એકદમ શાંત મને ઘરના વાતાવારણને નિહાળવા દો. ઘરના લોકોના સ્વભાવથી પરીચીત થવા દો, તેને ઘરના સભ્યો સાથે મન મૂકીને વાતચીત કરી શકે એટલી મોકળાશ આપો. પછી ધીરે ધીરે તમારા ઘરની રૂઢી મુજબ તેને ઢાળવાનો પ્રયાસ કરો. તમારે તમારા ઘરની રૂઢી મુજબ ઢાળવામાં કદાચ વધારે સમય પણ ન લાગે એ આપોઆપ જ તમારા પરિવારમાં ભળી જાય એવું પણ બને. ”

જો આવી જ રીતે ઘરના વડીલો આવી નાની નાની વાતોનુ ધ્યાન રાખશે તો કદાચ ભવિષ્યમાં કોઈ દીકરા દીકરીને છૂટાછેડા લેવાની નોબત નહી આવે.

Image Source

સમજણ પૂર્વક જો વિચારી ને બધુ જ કામ કરવામાં આવે તો કદાચ આગળ પરીવર્તન લાવી શકાય છે. અને સમાજમાં છૂટાછેડાના પ્રમાણને ઘટાડી શકાય છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here