દિલધડક સ્ટોરી પ્રેરણાત્મક

પિતાના જન્મદિવસ પર જ દીકરીએ લીવર આપીને બચાવ્યો પિતાનો જીવ, વાંચો ભાવુક કરી દેનારી બાપ-દીકરીની સત્ય ઘટના….

એકવાર માટે દીકરો તમારો સાથ છોડી શકે છે પણ એક દીકરી હંમેશા પિતાની સેવા માટે તૈયાર રહે છે.પછી દીકરી કુંવારી હોય કે પછી વિવાહિત.આજે અમે તમને બાપ-દીકરીના પ્રેમની એક એવી જ અનોખી સત્યઘટના વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેને જાણીને દરેક કોઈને લાગશે કે ઘરમાં એક દીકરીનું હોવું કેટલું જરૂરી છે.

મામલો સુરતનો ત્રણ વર્ષ પહેલાનો છે. જ્યા એક દીકરીએ પિતાના જન્મદિવસ પર જ પોતાનું લીવર આપીને નવી જિંદગી આપી હતી એક અનોખી મિસાલ કાયમ કરી હતી. રિપોર્ટ અનુસાર સુરતના અડાજણ નિવાસી વિશ્વજીત મેહતા ને વર્ષ 2014 માં લીવરની સમસ્યા થઇ હતી.વર્ષ 2016 માં ડોકટરે તેને લીવર ટ્રાન્સપ્લાન્ટ કરવા માટેની સલાહ આપી.

Image Source

જયારે વિશ્વજીતની દીકરી ભાવિને આ વાતની જાણ થઇ તો તેણે પોતાના પિતાને પોતાનું જ લીવર આપી દેવાંનો નિર્ણય લઇ લીધો અને 12 મૈં વર્ષ 2016 ના રોજ પિતાના જન્મદિસવ પર જ ભાવીએ પોતાનું લીવર પિતાને આપી દીધું હતું, દીકરીના પિતા પ્રત્યેના પ્રેમને જોઈને અને તેના આ ઉમદા કામથી પ્રભાવિત થઈને કેનેડાના રહેનારા તેજસ ત્રિવેદીએ ભાવી સાથે લગ્ન કરવાનો નિર્ણય લઈ લીધો હતો.

લીવર ટ્રાન્સપ્લાન્ટ પછી પિતા વિશ્વજીતનું કહેવું હતું કે,”દુનિયામાં મારી બે માં છે. એક મને જન્મ આપનારી માં અને બીજી મને નવું જીવન આપનારી મારી દીકરી, જેણે મને પોતાનું લીવર આપીને એક નવી જિંદગી આપી છે”.વિશ્વજીતના અનુસાર લીવરની સમસ્યાના સમયે 10 લોકો તેને લીવર આપવા માટે તૈયાર હતા પણ દીકરી ભાવિએ જીદ પકડી કે તે જ પોતાનું લીવર પિતાને આપશે અને એ પણ પિતાના જન્મદીસવે જ.

ભાવિના અનુસાર તે પોતાના પિતાના જન્મદિવસે જ ઓપરેશન કરીને પિતાને લીવર આપીને નવી જિંદગીની સાથે સાથે એક યાદગાર ગિફ્ટ પણ આપવા માગતી હતી.માટે જ ભાવીએ ઓપરેશન માટે પિતાના જન્મદિવસને પસંદ કર્યો હતો અને પોતાના ભવિષ્યની ચિંતા કાર્ય વગેર જ પિતાને લીવર સોંપી દીધું.

તેજસના અનુસાર તે જ સમયે તેનો પરિવાર પોતાના લગ્ન માટે વિચારી રહ્યો હતો એવામાં તેજસને જાણ થઇ કે સુરતમાં ભાવિ નામની આ છોકરીએ પોતાનું લીવર આપીને પિતાનું જીવન બચાવ્યું છે તો તેનાથી તેજસ ખુબ પ્રભાવિત થયા અને ભાવિ સાથે જ લગ્ન કરવાનો નિર્ણય લઇ લીધો.

તેજસે કોઈપણની પરવાહ ન કરી અને ભાવિ સાથે લગ્ન કરવાનો નિર્ણય લઇ લીધો, અને બંને પરિવારની મંજુરીથી આખરે તેજસે ભાવિ સાથે લગ્ન કરી લીધા.3 વર્ષ પહેલાની આ સત્ય ઘટના આજે પણ જીવનમમાં એક પિતાની મહત્તાને જણાવે છે.આજે ભાવિ પોતાના પતિ તેજસ સાથે કેનેડામાં રહે છે અને બંનેનું 11 મહિનાનું બાળક પણ છે.

શું હોય છે લીવર ટ્રાન્સપ્લાન્ટ:
વ્યક્તિ પોતાના સ્વસ્થ લીવરમાનો અમુક હિસ્સો દર્દીને ડોનેટ કરી શકે છે.જો કે તેનાથી દર્દી કરતા વધારે ખતરો ડોનેટ કરનારા વ્યક્તિને રહે છે કેમ કે ઓપરેશન પછી અમુક મહિના સુધી ડોનરને થોડી ઘણી સમસ્યા રહે છે, કેમ કે  ડોનરના લીવરને સામાન્ય અવસ્થામાં આવતા અમુક દિવસોનો સમય લાગી શકે છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks