મહાકુંભમાં ડિજિટલ બાબા! હાથમાં રૂદ્રાક્ષ-ભભૂત કે ચીમટાના બદલે એપલનું લેપટોપ અને આઈફોન, સોશિયલ મીડિયા પર લાખો ફોલોઅર્સ ધરાવતા ડિજિટલ બાબાની કહાની

પ્રયાગરાજના મહાકુંભ 2025માં અનોખા સાધુ-સંતો જોવા મળે છે. જેમાં, કોઈ IIT બાબા, કાંટાવાળા બાબા, તો કોઈ ચાવીવાળા બાબાથી ઓળખાય છે. ત્યારે આવા જ વધુ એક ડિજિટલ બાબા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. ડિજિટલ બાબા, સામાન્ય બાબાની જેમ, કમંડલ અને ચિમટીને બદલે એપલ આઇફોન લઇને ચાલી રહ્યા છે અને સોશિયલ મીડિયા પર લોકો સાથે વાતચીત કરે છે.

પ્રયાગરાજના મહાકુંભમાં ડિજિટલ બાબા દરેકના આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. મહાકુંભ 2025માં પહોંચેલા સ્વામી રામ શંકર મહારાજને ‘ડિજિટલ બાબા’ના નામથી ઓળખવામાં આવે છે. તેમણે આધ્યાત્મિકતાને આધુનિક વળાંક આપ્યો છે. પારંપરિક સંતો સામાન્ય રીતે ‘કમંડળ’ અને ‘ચીમટો’ રાખતા હોય છે. પરંતુ ડિજિટલ બાબા આત્મવિશ્વાસથી Apple iPhone 16 Max Pro, Apple 2024 MacBook Pro M4 Max, એક ટ્રાઇપોડ અને Rode વાયરલેસ માઈક્રોફોન સાથે ચાલે છે. તેઓ સોશ્યલ મીડિયા પણ યુઝ કરે છે. સોશિયલ મીડિયા પર તેમના 3.15 લાખ ફોલોઅર્સ છે.

સ્વામીના ‘ડિજિટલ લૂક’ ઉપરાંત તેમનો ઉપદેશ આપવાનો અને સનાતન ધર્મનો પ્રસાર કરવાની રીત અન્ય સંતોથી અલગ બનાવે છે. તેમણે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું કે, “હું એક જગ્યાએ બેસીને ઉપદેશ આપવામાં વિશ્વાસ નથી કરતો. આ ડિજિટલ યુગ છે અને તેથી આપણે બધાએ ડિજિટલ દ્રષ્ટિકોણ અપનાવવો જોઈએ. જેના કારણે હું મારા યુવા અનુયાયીઓ માટે મહાકુંભની શૂટિંગ કરવાનો પ્રયત્ન કરી રહ્યો છું. જેથી તેમને સનાતન ધર્મની શક્તિ વિશે જાગૃત કરી શકું, જેણે દુનિયાભરના લોકોને સંગમના તટ પર લાવ્યા છે.”

એક્ટર બનવા માંગતા હતા ડિજિટલ બાબા

ડિજિટલ બાબાનું નામ રમાશંકર મિશ્રા છે. તે મૂળ દેવરિયાના રહેવાસી છે. ગોરખપુરમાં જન્મેલા અને 2008માં અયોધ્યાના લોમેશ ઋષિ આશ્રમમાં મહંત સ્વામી શિવચરણ દાસ મહારાજ દ્વારા દીક્ષિત સ્વામી રામ શંકરે ભારતભરમાં વ્યાપક આધ્યાત્મિક અધ્યયન કર્યું છે. અભ્યાસ દરમિયાન, 17 વર્ષના સગીરને થિયેટરની દુનિયા ગમવા લાગી. અભિનેતા બનવાની ઈચ્છા સાથે તે મુંબઈ પહોંચ્યો, પણ ત્યાં પણ તેનું મન ન લાગ્યું. પૂર્વ NCC કેડેટ અને થિયેટર કરનાર બાબા એક્ટર બનવા માંગતા હતા. અને હવે મોહ-માયા છોડીને બાબા બની ગયા. વર્ષ 2017થી તેઓ હિમાચલ પ્રદેશના બૈજનાથ ધામમાં નિવાસ કરે છે. ડિજિટલ બાબાની ડિજિટલ દુનિયામાં યાત્રા 2019માં શરૂ થઈ જ્યારે તેમણે પોતાનો પ્રથમ iPhone ખરીદ્યો.

Twinkle
Exit mobile version