સોશિયલ મીડિયા દ્વારા રચાઇ આ અનોખા કપલના લગ્નની કહાની, જાણો અદ્ભૂત કહાની

સોશિયલ મીડિયા એક એવું પ્લેટફોર્મ છે જેના નુકશાન પણ છે અને ફાયદા પણ. જો તેનો સમજી અને સારી રીતે ઉપયોગ કરવામાં આવે તો ઘણો ફાયદો મળે છે, પરંતુ જો બેફામ રીતે તેનો ઉપયોગ કરવામાં  આવે તો નુકશાન પણ થઇ શકે છે. આજે અમે તેના એક એવા ફાયદા વિશે જણાવા જઇ રહ્યા છીએ કે તમે પણ તેને જાણીને કહી ઉઠશો કે વાહ…. 

સોશિયલ મીડિયાએ ઘણા લોકોનું જીવન બદલી નાખ્યુ છે. તેમાંથી જ એક કહાની છે જેે આજે અમે તમારા સુધી પહોંચાડવા જઇ રહ્યા છીએ. આવી જ કહાની છે ઝારખંડના મહાવીર પ્રસાદ શુકલા અને ઓડિશા સંબલપુરની લક્ષ્મીરાની ત્રપાઠીની…

Image Source

મહાવીર અને લક્ષ્મીરાની બંનેની મુલાકાત 6 મહિના પહેલા ફેસબુક પર થઇ હતી. બંનેેમાં પહેલા મિત્રતા થઇ અને પછી પ્રેમ થયો. તે બાદ રવિવારે તેઓ શંકર મઠમાં પતિ પત્નીના બંધનમાં બંધાઇ ગયા. મહાવીર કે જેઓ ઝારખંડના મનોહરપુર જિલ્લાના છે અને તેમની ઉંમર 48 વર્ષ છે અને લક્ષ્મીરાની કે જેઓ 43 વર્ષના છે. 

તમને જણાવી દઇએ કે, આ કપલ જન્મથી જ બોલી અને સાંભળી શકતા નથી. લક્ષ્મીરાની મેટ્રિક પાસ છે અને તેમણે સિલાઇ તેમજ બ્યૂટીશિયનનો કોર્સ કર્યો છે. જયારે મહાવીર એક ઇલેકટ્રિકલ કોન્ટ્રાકટર છે. 

Image Source

6 મહિના પહેલા તેઓ બંને ફેસબુક પર મળ્યા. ફોન પર વાત થતી ન હતી. પરંતુ મેસેજ પર વાતચીત કરી તેઓએ એકબીજાને જાણ્યા. તે બાદ વ્હોટ્સએપ પર વીડિયો કોલ પર સાઇન લેંગ્વેજમાં વાતચીત કરવા લાગ્યા. તેઓ વચ્ચે પહેલા મિત્રતા થઇ અને તે બાદ તેઓ વચ્ચે પ્રેમ પાંગર્યો અને તેઓ લગ્નના બંધનમાં બંધાઇ ગયા. 

Shah Jina