ખબર

કોરોનાના કાળ વચ્ચે વેચાઇ રહેલા નકલી રેમડેસિવિરની આવી રીતે કરો ઓળખ, જાણો

નકલી રેમડેસિવિરની આવી રીતે કરો ઓળખ, માહિતી શેર કરી બધે ફેલાવો

હાલના દિવસોમાં એક બાજુ રેમડેસિવિરની કાળાબજારી વધી ગઇ છે, તો કેટલાક શહેરોમાં નકલી રેમડેસિવિર મળવાની પણ ખબરો સામે આવી રહી છે. જેમજેમ તેની ડમાંડ વધવા લાગી છે તેમ ઠગોને કમાવવા માટે એક સાધન બની ગયુ છે. છેલ્લા દિવસોમાં ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશમાં કેટલાક લોકોની નકલી રેમડેસિવિર ઇંજેક્શન વેચવાના આરોપમાં ધરપકડ પણ કરવામાં આવી છે. એવામાં એક દર્દી માટે અસલી અને નકલી રેમડેસિવિરનું અંતર જાનલેવા સાબિત થઇ શકે છે.

કોરોના વાયરસનો કહેર દેશભરમાં જારી છે. વધતા કેસ વચ્ચે ઓક્સિજન અને બેડ્સની કમીનો પણ સામનો કરવો પડી રહ્યો છે. લોકોને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. એવામાં પ્લાઝમા થેરેપી અને રેમડેસિવિર કોરોનાથી બચાવમાં કારગર સાબિત થઇ રહ્યા છે. લોકોને સાવધાન કરવા માટે દિલ્લી પોલિસ ક્રાઇમ બ્રાંચના DCP અને IAS ઓફિસર મોનિકા ભારદ્વાજે તેમના ટ્વીટર હેંડલ પર એક પોસ્ટ કરી છે, જેમાં જણાવવામાં આવ્યુ છે કે, રેમડેસિવિરની નકલી અને અસલી બોટલની ઓળખ કેવી રીતે કરી શકાય.

નકલી રેમડેસિવિરના પેકેટ પર ઇંજેક્શનના નામની પેહલા ‘RX’ લખેલુ નથી. અસલી પેકેટ પર ‘100 mg/Vial’ લખેલુ છે, જયારે નકલી પેકેટ પર ‘100 mg/vial’ લખેલુ છે. એટલે કે માત્ર કેપિટલ Vનું અંતર છે. અસલી પેકેટ પર ‘For use in’ લખેલુ છે અને નકલી પેકેટ પર ‘for use in’…

અસલી પેકેટ પર Warning label લાલ રંગમાં છે અને નકલી પેકેટ પર કાળા રંગમાં છે. તેના એકદમ નીચે નકલી પેકેટ પર મુખ્ય સૂચના ‘Covifir’ is manufactured under the licence from Gilead Sciences, Inc’ લખેલ નથી. નકલી રેમડેસિવિર ઇંજેક્શન પર એડ્રેસમાં સ્પેલિંગની ભૂલ છે.

બજારમાં નકલી રેમડેસિવિરની બ્લેક માર્કેટિંગને લઇને અભિનેત્રી સૌફી ચૌધરીએ પોસ્ટ કરી છે. સૌફી ચૌધરીએ ટ્વીટ કરી લખ્યુ કે, આ જે થઇ રહ્યુ છે તે શર્મનાક છે. મહેરબાની કરીને સાવધાન રહો. તેણે આ સાથે કેટલાક હેશટેગ પણ લખ્યા છે.