દિલધડક સ્ટોરી નારી વિશે પ્રેરણાત્મક હેલ્થ

ભૂખ્યા રહ્યા વિના અને જિમ કર્યા વગર જ આ છોકરીએ ઉતાર્યું 19 કિલો વજન, વેઇટ લોસની ઇન્સ્પાયરિંગ રિયલ સ્ટોરી…

આજે દરેક ત્રીજો વ્યક્તિ વજન ઓછું કરવાની દોડમાં દોડી રહ્યો છે. પણ અસલમાં કેટલા લોકો વજન ઓછું કરી શકે છે? જીમનો સહારો, ડાઈટિંગ, ન ભાવતું ભોજન આ બધું કેટલા લોકો કરી શકે છે? ભાગતી દોડતી જિંદગીમાં આ બધું કરવા માટે સમય પણ તો નથી. પણ વજન આજના સમયમાં સૌથી મોટી સમસ્યા છે. તેને ઓછું કરવું ખુબ જ જરૂરી છે. આજે જાણો એક એવી યુવતીની સ્ટોરી જેમણે વજન ઓછું કરીને દેખાડ્યું અને તે પણ એકદમ સરળ રીતથી.

Image Source

1. હોર્મોન્સને લીધે વધે છે વજન:

કૃતિ તે છોકરીઓમાંની એક હતી, જેને શરીરના બદલાતા હોર્મોન્સ તેને મોટાપાનો શિકાર બનાવી રહ્યા હતા. કૃતિ હાલ 22 વર્ષની છે અને તેણે પોતાનું 19 કિલો વજન ઓછું કર્યું છે, તેના માટે કૃતિએ ખુબ જ મહેનત કરી અને તેનો આ વેટ લોસ પ્રોગ્રામ બધા માટે પ્રેરણા બની ગયો. 72 કિલોની કૃતિ હવે 53 કિલો સુધી પહોંચી ગઈ છે.

Image Source

2. મોટાપાને લીધે હતી તણાવમાં:

કૃતિ જણાવે છે કે, ‘જયારે હું ટીન એજમાં હતી, ત્યારે મારુ વજન ખૂબ જ વધી ગયું અને એને કારણે લોકો મારા સાથે મારી આસપાસના બધા જ લોકો માટે પણ શરમજનક બની ગયું હતું. 12મા ધોરણ પછી હું બેચલરની ડિગ્રીના અભ્યાસ માટે મુંબઈ જતી રહી. અહીં પણ એ જ હાલત હતી. મને હંમેશા વિચાર આવતો કે મારુ ફિગર પરફેક્ટ કેમ નથી. એક દિવસ હું મારા વધારેલા વજન વિશે મારી મમ્મી આગળ વાત કરી રહી હતી, ત્યારે મમ્મીએ કીધું કે વધેલા વજનને કારણે દુઃખી થવાના બદલે મારી જાત પર કામ કરવાનું શરુ કરવું જોઈએ. કોલેજથી આવ્યા પછી ઘણો સમય ખાલી રાહેલતો હતો, ત્યારે કે ડાન્સ ક્લાસ જોઈન કર્યા. આ ડાન્સ ક્લાસે મારુ જીવન બદલી નાખ્યું.’

Image Source

3. આવું ભોજન જમ્યું:

કૃતિ સવારે નાસ્તામાં ઈંડા, ઓટ્સ, ફળ, દલિયા વગેરે ખાતી હતી. બપોરે લંચમાં સલાડ, સાથે રોટલી, માછલી અને ભાત અને સાથે છાસ લેતી હતી. ડિનરમાં દાળ-ભાત અથવા ગ્રિલ્ડ ચિકનની સાથે સબ્જી અથવા ચિકન, ભાત અને સુતા પહેલા એક ગ્લાસ દૂધ પીતી હતી. સાથે જ સાંજના નાસ્તામાં તે ફ્રૂટ, ડ્રાઈ ફ્રૂટ્સ, પ્રોટીન બાર નારિયેળ પાણી વગેરે લેતી હતી. પ્રી-વર્કઆઉટ ડ્રિન્કના રૂપમાં બ્લેક કોફી અને વર્ક આઉટ પછી પ્રોટીન શેક પીધું.

Image Source

4. ડાન્સે કરી ઘણી મદદ:

ફિટ રહેવા માટે કૃતિએ ડાન્સનો સહારો લીધો હતો. ડાન્સ કરવો શરીર અને મન બંને માટે સારું છે. ડાન્સ તમને ખુશી આપે છે અને તમારી ત્વચાને ચમકદાર બનાવે છે. સાથે જ તે ત્રણ દિવસ સ્ટ્રેન્થ ટ્રેનિંગ અને બે દિવસ કાર્ડિયો કરતી હતી. રવિવારના દિવસે તે યોગા મેડિટેશન કરીને શરીર અને મગજના સ્ટ્રેસને દૂર રાખતી હતી. આવી રીતે કૃતિએ કોઈ ખાસ દવા કે સર્જરી વગર જ 19 કિલો વજન ઓછું કર્યું હતું.

Image Source

5. ફિટનેસ સિક્રેટ: 

આ માત્ર વજન ઘટાડવા વિશે નથી પણ સાથે જ સ્વસ્થ જીવન જીવવું પણ જરૂરી છે. તમારે ઓછું ખાવાની કે ડાયટિંગ કરવાની જરુરુ નથી, પણ સાચું ખાવાની જરૂર છે. કસરત અને ભોજન બંને સમાંતરે શરીર પર અસર કરે છે. તમે તમારું લક્ષ્ય નથી મેળવી શકતા જો તમે આમાંથી કોઈ પણ વસ્તુને ભૂલી જશો તો. સાથે જ ફેટ ફ્રી ફૂડનો અર્થ એ નથી કે એમાં કેલરી ઓછી છે. કૃતિ તાજું, સીઝનલ અને ઓર્ગનિક ફૂડ ખાવું પસંદ કરે છે. અને સાથે જ ગુડ ફેટ ફૂડ જેવું કે ઘી પણ ખાય છે.

Image Source

6. લાઈફસ્ટાઈલમાં બદલાવ:

સૌથી પહેલા તો કૃતિએ જંકફૂડ ખાવાનું બંધ કરી દીધું, કારણ કે એમાંથી કોઈ જ પોષણ નથી મળતું. શરૂઆતમાં તકલીફ પડી પણ પછી આદત પડી ગઈ. કૃતિના જણાવ્યા પ્રમાણે લોકો તેના પર હસતા કે તે ખૂબ જ ડિસિપ્લિનવાળી છે, પણ એનું જ તો આ પરિણામ છે કે આજે ફેટમાંથી ફિટ બની છે. તે ખુશ છે કે શિસ્તના કારણે તે હેપી અને હેલ્ધી જીવન જીવી રહી છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks