ડીઝલથી નહીં પણ હવાથી ચાલે છે એન્જીન, 2 અભણ મિત્રોએ 11 વર્ષની મહેનતથી કર્યું તૈયાર – વાંચો આર્ટિકલ

0

એમ તો આપણને ધારીએ એ બધું જ કરી શકીએ છીએ પણ એ કરવા માટે લગન અને મહેનત કરવા માટેની તૈયારી હોવી જોઈએ. આજે આવી જ એક વાત કરીશું કે બે અભણ મિત્રોએ મળીને ચમત્કાર કરી બતાવ્યો અને બનાવ્યું હવાથી ચાલતું એન્જીન… તો ચાલો જાણીએ તેમની સંપૂર્ણ વાત…

ગાડીઓના ટાયરમાં હવા ભરનારા બે અભણ મિત્રોએ કઈક જુદું જ કરવાનું નક્કી કર્યું તો તેઓએ હવાથી ચાલતું એન્જીન જ બનાવી નાખ્યું. 80 ફૂટની ઊંડાઈથી આ જ હવાના એન્જીનથી પાણી ખેંચી શકાય છે. 11 વર્ષ મહેનત કર્યા પછી આખરે આ એન્જીન બનીને તૈયાર થયું છે. હવે તેઓ બાઇકને હવાથી ચલાવવા માટેનો પ્રોજેક્ટ તૈયાર કરી રહ્યા છે.

Image Source

રાજસ્થાનના ભરતપુર જિલ્લામાં રૂપવાસના ખેડિયા ગામના રહેવાસી અર્જુન કુશવાહ અને મિસ્ત્રી ત્રિલોકચંદ ગામમાં જ એક દુકાન પર મોટર ગાડીઓના ટાયરોમાં હવા ભરવાનું કામ કરતા હતા. લગભગ 11 વર્ષ પહેલા જૂનમાં એક દિવસ ટ્ર્કના ટાયરોમાં હવાની જાંચ કરી રહ્યા હતા તો તેનું એન્જીન ખરાબ થઇ ગયું. તેને ઠીક કરવામાં માટે પૈસા ન હતા. એટલામાં જ એન્જીનના વાલ્વ ખુલી ગયા અને ટેન્કમાં ભરેલી હવા બહાર આવવા લાગી. એંજીનના પૈડા દબાવને લીધે ઉલ્ટા ચાલવા લાગ્યા. પછી અહીંથી જ બંનેએ શરૂ કર્યો એન્જીન ચલાવવાનો આવિષ્કાર. વર્ષ 2014માં તેઓ તેમાં સફળ પણ થઇ ગયા હતા અને આજે તેઓ આજ હવાના એન્જીનથી ખેતરોમાં સિંચાઈ કરે છે.

Image Source

ત્રિલોકીચંદે જણાવ્યું કે 11 વર્ષથી તેઓ સતત હવાથી ચાલતા એન્જીન પર જ શોધ કરી રહ્યા હતા. અત્યાર સુધી ઘણું બધું શીખી ચુક્યા છે. આ એન્જીન બનાવવા માટે તેઓએ ઘણા પ્રયત્નો કર્યા અને ઘણી બહી જાણકારીઓ ભેગી કરી  હતી. તેને બનાવામાં 3.5 લાખ રૂપિયા સુધીનો સમાન લાવી ચુક્યા છે, હવે તેઓ બાઈક અને કારને હવાથી ચાલતી યોજના બનાવી રહ્યા છે.

Image Source

અર્જુને જણાવ્યું કે, “ચામડાના બે ભાગ (ફેફસા, હવા ગ્રહણ કરવા) બનાવ્યા, જેમાં એક 6 ફૂટ અને બીજું અઢી ફૂટનું. જેમાનું એક મોટું ફેફસું એન્જીનની ઉપર લગાવ્યું જયારે એંજીનના એક પૈડાના ત્રણ પટ્ટા બીજા પૈડા આ પાંચ પટ્ટા લગાવીને એવી રીતે સેટ તૈયાર કર્યો કે તેના પર થોડો ધક્કો આવવા પર ભારને લીધે તે ફરતા રહે. જયારે એંજીનના પૈડાં થોડા પર ફરવા લાગે તો તે ફેફસામાં હવા આપે છે. તેનાથી નાના ફેફસામાં હવા પહોંચે અને ધીમે ધીમે સ્પીડ પકડવા લાગે છે. તેનાથી એન્જીન પાણી ખેંચે છે. બંધ કરવા માટે પૈડાને ફરતા રોકે છે, તેઓ પૈડામાં લોખંડની રોડને ફસાવે છે અને એન્જીનને બંધ કરે છે.”

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.