ખબર

પાલીતાણામાં કોલેજીયન યુવતીની લાશ પાણીના ટાંકામાંથી મળી, હત્યા કે આત્મહત્યા ? પોલીસે યુવતીની ડાયરી કબ્જે કરી, જાણો રૂંવાડા ઉભા કરી દેનારો મામલો

પાલીતાણાની હોસ્ટેલમાં 8 વર્ષથી રહીને અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ હોસ્ટેલના જ પાણીના ટાંકામાં પડીને જીવન ટૂંકાવ્યું…પોલીસને મળી તેની પર્સનલ ડાયરી, જાણો સમગ્ર મામલો

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી આપઘાતના ઘણા મામલાઓ સામે આવી રહ્યા છે. જેમાં ઘણા નાની ઉંમરના સ્કૂલ કે કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓના આપઘાત કરવાના મામલામાં વધારો થયો છે અને આવા મામલા ચિંતાજનક પણ બન્યા છે. ત્યારે હાલ એવી જ એક વધુ ઘટના તળાજામાંથી સામે આવી છે. જ્યાં એક કોલેજીયન યુવતીની લાશ પાણીના ટાંકામાંથી મળી આવી છે.

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર મૂળ તળાજા તાલુકાના ગોરખી ગામની રહેવાસી અને પાલીતાણા તાલુકાના વાળુકડ ગામમાં આવેલ લોક વિદ્યાલયમાં રહીને અભ્યાસ કરતી કૃપાલી ભટૂરભાઈ ડોળાસીયાએ ગત રોજ વહેલી સવારે હોસ્ટેલની ઉપર જ આવેલા પાણીના ટાંકામાં ઝંપલાવીને આપઘાત કરી લેતા ચકચારી મચી ગઈ હતી.

કૃપાલી ધોરણ 7થી જ હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતી હતી. હાલ તે ટી.વાય. બીકોમનો અભ્યાસ કરતી હતી. કૃપાલીએ આમ અચાનક આપઘાત કરી લેતા હોસ્ટેલના અન્ય બાળકોમાં પણ ફફડાટ વ્યાપી ગયો હતો. કૃપાલીના પરિવારજનોને જાણ કરતા તેઓ પણ તાબડતોબ હોસ્ટેલ આવી પહોંચ્યા હતા. કૃપાલીએ આ પગલું શા કારણે ભર્યું તે હજુ સામે નથી આવ્યું.

પોલીસને પણ ઘટનાની જાણ થતા જ આવી પહોંચી હતી.  જેના બાદ તેની લાશને પોસ્ટમોર્ટમ માટે ભાવનગરની સર.ટી. હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. પોલીસને કૃપાલી પાસેથી એક ડાયરી પણ મળી આવી છે. આ ડાયરીમાં તે પોતાની રોજનીશી પણ લખતી હતી. જેના આધારે કૃપાલીના મોતનું સાચું કારણ સામે આવી શકે તેવું અનુમાન લાગવવામાં આવી રહ્યું છે.