લેખકની કલમે

ડાયરીથી લવ લેટર સુધી…..! સુહાની મારી નજીક આવી અને બોલી, ધીમીર તારી લઘુ વાર્તા ખૂબ જ સુંદર હતી !

મુંબઈમાં ગુજરાતી લેખકો માટે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં બધા યુવા લેખકો આવવાના છે અને આપને પણ આ કાર્યક્રમમાં પધારવા માટે ભાવભીનું આમંત્રણ છે ! મેં આમંત્રણ પત્રિકા વાંચી.
હું વિચારતો હતો કે આ કાર્યક્રમમાં જવું કે નહીં ? થોડીવાર બાદ વિચાર આવ્યો,
એમ પણ હું અઠવાડિયામાં માટે ફ્રી જ છું, તો જતો જ આવું…! વિચાર્યું કે સુહાનીને કહું ? સુહાની મારી મિત્ર પણ એટલી ક્લોઝ પણ નહીં ! અમારી વાતો માત્ર લેખન સુધી જ સીમિત હતી, કારણ કે એ પણ લખતી હતી.સુહાની અને હું એક કવિ સંમેલનમાં મળ્યા હતાં ! સુહાનીને મારી કવિતાઓ ગમતી હતી ! રાત્રે મેં સુહાનીને ઇવેન્ટનો મેસેજ કર્યો ! એણે મેસેજ સીન કર્યો પણ કંઈ રીપ્લાય ન આપ્યો. સવારે ઉઠીને તરત વોટ્સએપ ખોલ્યું અને જોયું તો સુહાનીનો રીપ્લાય આવ્યો હતો. એણે લખ્યું હતું, સોરી ધીમીર, પણ હું નહીં આવી શકું ! કારણ કે મારે એક લગ્નમાં જવાનું છે.
મેં રીપ્લાય આપતાં લખ્યું, કાંઈ વાંધો નહીં !

મેં ઓનલાઈન ટિકિટ બુક કરાવી અને મુંબઈના લેખક સંમેલન માટે કંઈક લખવાનું શરું કર્યું ! ઓગણીસમી તારીખે રાત્રે આઠ વાગ્યે કાલુપુર રેલવે સ્ટેશનથી મુંબઈની ટ્રેનમાં બેઠો. સ્લીપર ક્લાસની મેં ટિકિટ બુક કરાવી હતી અને વહેલી સવારે બોરીવલી સ્ટેશન પર ઉતર્યો. મારા ઘણા મિત્રો મુંબઈમાં કામ કરતા હતાં તો હું મારા મિત્ર અશોકના ઘરે ગયો.
અશોક મારા કરતાં ચાર વર્ષ મોટો હતો અને એ મુંબઈમાં જોબ કરતો હતો. અશોક ત્યાં એક ફ્લેટમાં ભાડે રહેતો હતો અને સારું એવું કમાતો પણ હતો. આજે પ્રોગ્રામ દિવસનો હતો અને આ પ્રોગ્રામમાં ઘણા લેખકો આવવાના હતાં.

હું એક્સાઇટેડ હતો, કારણ કે હું એક હિન્દી લઘુકથા વાંચવાનો હતો અને લેખકોનો સમૂહ ભેગો થાય એટલે મજા તો આવે જ ને ! હું તૈયાર થયો અને સ્થળ સુધી પહોંચવા માટે હું કેબ બુક કરતો હતો અને અશોક બોલ્યો, ધીમીર કેબ શા માટે બુક કરે છે, હું મૂકી જઈશ તને ! મેં કહ્યું, ના…યાર તને તકલીફ પડશે !
અશોકે કહ્યું, ધીમીર તને ખબર નહીં હોય કે મુંબઈમાં કેબનું બિલ કેટલું આવે છે ? તું ખોટો હેરાન થઈશ ! મેં થોડીવાર વિચાર્યું અને કહ્યું, સારું ચલ…. તું મૂકી જજે ! અશોકે કહ્યું, ક્યારે નીકળવાનું છે ?
મેં કહ્યું, અડધો કલાક પછી….!
અશોક મને સ્થળ સુધી મૂકી ગયો અને ત્યાં ખૂબ જ ભીડ હતી.
રજાનો દિવસ હોવાના કારણે મુંબઈમાં રહેતા ગુજરાતીઓ ભેગા થયા હોય એવું લાગતું હતું….!

હું બધા લેખકો મળ્યો અને અમારું યુવાનોનું ગ્રુપ મોટાભાગે કેન્ટીનમાં જ બેઠું હોય !
વાતો અને ગપ્પા સાથે સાંજ પડી ગઈ અને મારો વારો આવવાનો જ હતો ! હોલ નંબર પાંચમા હું પહોંચ્યો અને ત્યાં મોટાભાગના યુવાનોને જોઈને મને ખુબ જ ખુશી થઈ. સ્ટેજ પર મારું નામ અને મારો પરિચય આપવામાં આવ્યો અને હું સ્ટેજ તરફ આગળ વધ્યો. થોડોક ગભરાયેલ હતો અને ઉત્સાહ પણ હતો…! હું માઈકની સામે ઉભો રહ્યો અને વાર્તાનું વાંચન શરું કર્યું,

उस दिन में तेरे सामने ही तो खड़ा था ! तेज़ बारिश में, तेरी ख्वाइश लेके घुमा करता था। पानी आसमान से आ रहा था और कब आँख में चला गया, पता ही नही चला ! थोड़ी देर से में घर पहुँचा ! पर तेरे अरमान को भूल ही गया।

याद है तूने एक टेड़ी बियर मंगवाया था। घर से छाता लेकर भागा और खाली सड़कों पे कुत्तो की आवाज़ मुझे डरा ही थी। जेब मे पांचसौ रुपए थे और में सोच रहा था कि इतने में अच्छा टेडी तो आ ही आएगा ! एक बड़ा चौड़ा आदमी सामने मिला और उसने मुझे रोक के कहा, भैया कहा जा रहे हो ?

मैने कहा, कुछ काम से दुकान जा रहा हु ! वो आदमी बोला, भाई सारी दुकाने बारिस की वजह से बंध है और वहा पानी भी ज्यादा है। में डर गया और ये डर पानी का नही था, पर ये डर चाँदनी की ख्वाहिश न पूरी होने का था। मैने उस आदमी से पूछा,
भाई अब कहा पे दुकाने खुली होंगी ?

वो बोला,
सायद बगल वाला मॉल खुला होगा !
में खुश हो गया और भागने लगा… मन मे सिर्फ चाँदनी को टेडी देने की बात घूम रही थी। में भागने लगा…और हाइवे पे सिंग्नल देखना भूल गया! और क्या मेने दिल्ही का थोड़ा ट्रैफिक बढ़ा दिया.. सुनो चाँदनी….रोना बंध करो और मेरे फोटो के सामने स्माइल दो ! मुझे पता चल जायेगा ।

चांदनी…सुनो ना प्लीज़ रोना बंध करो !
उस दिन में तेरे सामने ही तो खड़ा था।

આખો હોલ સીટી અને તાળીઓથી ગુંજી ઉઠ્યો. ત્યારબાદ મેં એક નાનું વક્તવ્ય આપ્યું અને સ્ટેજ પરથી નીચે ઉતર્યો અને અચાનક સામે સુહાનીનો ચહેરો દેખાયો…! મને વિશ્વાસ નહોતો આવતો કે આ સુહાની હશે ! સુહાની મારી નજીક આવી અને બોલી,ધીમીર તારી લઘુ વાર્તા ખૂબ જ સુંદર હતી ! બાજુમાંથી એક ભારે આવાજ આવ્યો, હા બેટા મને પણ તારી વાર્તા ખૂબ જ ગમી !
મેં કહ્યું, થેન્ક્સ….! સુહાની બોલી, ધીમીર આ મારા પપ્પા છે ! હું વિચારતો રહી ગયો કે સુહાનીને પપ્પા પણ અહીં છે અને એમને પણ કવિતા ગમી. મેં કહ્યું, સુહાની તું તો લગ્નમાં જવાની હતી ને ? સુહાની બોલી, હા, લગ્ન મુંબઈમાં જ તો છે ! આમ હું અને સુહાની વાતો કરતાં હતાં અને સુહાનીને પપ્પા બોલ્યા,
બેટા હવે અમદાવાદ ક્યારે જવાનો છે ? મેં કહ્યું, અંકલ હું કાલે ટ્રેનમાં જઈશ ! સુહાનીન પપ્પા કંઈક વિચારતા હતા અને એમણે કહ્યું, બેટા તું સુહાનીને પણ સાથે લઈ જા…, કારણ કે અહીં લગ્ન તો પુરા થઈ ગયા છે અને એની કૉલેજ પણ બગડે છે ! હું અંદરથી તો ખૂબ જ ખુશ થઈ ગયો હતો, કારણ કે સુહાની મારી સાથે અમદાવાદ આવવાની હતી !

સુહાણીએ કહ્યું, હા ધીમીર, હું તારી સાથે કાલે અમદાવાદ આવીશ !
મેં કહ્યું, ઓકે….તો હું ટિકિટ બુક કરાવી લઉં છું ! મેં સુહાની અને મારી ટિકિટ તત્કાલમાં બુક કરાવી અને બપોરે ત્રણ વાગ્યાની ટ્રેન હતી. મેં સુહાનીને કહ્યું, બપોરે બે વાગ્યે બોરીવલી સ્ટેશન પર મળીએ. સુહાનીએ કહ્યું, ઓકે ડન અને સુહાનીના પપ્પા બોલ્યા, તો બેટા કાલે બપોરે મળીએ, બોરીવલી સ્ટેશન પર !
મેં કહ્યું, હા અંકલ. આખી રાત મને ઊંઘ ન આવી, મનમાં બસ એક જ વિચાર હતો કે કાલે સુહાની સાથે મારો દિવસ કેવો રહેશે ! સવાર પડી અને હું તૈયાર થયો. મેં અને અશોકે મિસળ પાઉંનો નાસ્તો કર્યો. મિસળ એકદમ સેવ ઉસળ જેવું જ લાગતું હતું.
બપોરે દોઢ વાગ્યે અશોક મને બોરીવલી સ્ટેશન પર મૂકી ગયો અને ત્યાં સુહાની અને એના પપ્પા ઉભા હતાં. સુહાનીએ કહ્યું, હાય ધીમીર ! મેં કહ્યું, હાય… અંકલ કેમ છો ? સુહાનીના પપ્પાએ કહ્યું, બસ એકદમ ફર્સ્ટ કલાસ ! સુહાનીએ કહ્યું, આપણી ટ્રેન સામેના પ્લેટફોર્મ પર આવવાની છે અને લગભગ ત્યાં ઉભી જ હશે ! અમે ત્રણેય સામેના પ્લેટફોર્મ પર ગયા અને ત્યાં ટ્રેન ઉભી જ હતી ! સુહાનીના પપ્પાએ અમને કોચ શોધી આપ્યો અને ટ્રેનને થોડો ટાઈમ હતો તો એ ટ્રેનમાં જ બેઠા !
એમણે પૈસા આપ્યા અને મેં કહ્યું, આ પૈસા કેમ ?સુહાનીના પપ્પાએ કહ્યું, ટિકિટના !
મેં પૈસા લેવાની ના પાડી…. તોય એમણે પરાણે મારા ખિસ્સામાં પૈસા મૂકી દીધા અને આ જોઈને સુહાની હસતી હતી. સુહાનીના પપ્પાએ કહ્યું, બેટા અમદાવાદ પહોંચીને કોલ કરજે ! સુહાનીએ કહ્યું, હા પપ્પા… થોડીવાર બાદ ટ્રેન ઉપડી.
સુહાની કંઈક વાંચતી હતી અને મેં પૂછ્યું, સુહાની તે કંઈ લખ્યું છે ? સુહાનીએ કહ્યું, ના, હમણાં તો કંઈ જ નથી લખ્યું પણ ડાયરી લખું છું દરરોજ અને મને એમાં ખૂબ જ મજા આવે છે ! હું વિચારતો હતો કે એ ડાયરીમાં શું લખતી હશે ? મેં સુહાનીને કહ્યું, ડાયરી તો હું પણ લખું છું !

સુહાનીએ કહ્યું, દરરોજ લખે છે ? મેં કહ્યું, હા દરરોજ લખું છું. સુહાનીએ કહ્યું, એક કામ કરવું છે ? મેં કહ્યું, શું ? એણે કહ્યું, આપણે ડાયરી એક્સચેન્જ કરીએ અને એનાથી આપણને એકબીજા વિશે ઘણી ખબર પડી જશે ! મેં કહ્યું, ઓકે અને મારી પાસે મારી ડાયરી હતી તો મેં સુહાનીને આપી. સુહાનીએ મારી સામે જોયું અને સ્માઈલ આપી અને એણે પોતાની ડાયરી મને આપી ! અમે બંને કંઈ જ ન બોલ્યા અને એકબીજાની ડાયરી વાંચવામાં મશગુલ થઈ ગયા. બરાબર ત્રણ કલાક બાદ મેં સુહાનીની ડાયરી વાંચી લીધી અને થોડીવાર બાદ સુહાનીએ પણ મારી ડાયરી વાંચી લીધી. સુહાની બોલી, આપણે ઘણા સેમ છીએ નહીં ? મેં કહ્યું, હા….! ટ્રેનમાં નાસ્તો આવ્યો અને ત્યાંના વેઇટરે નાસ્તો સર્વ કર્યો અને ત્યારે અચાનક સુહાની મારી બાજુમાં આવીને બેઠી અને એણે નાસ્તો કરવાનું શરું કર્યું !

મને થોડી અચરજ થઈ પણ એને આમ ફાવતું હશે એમ વિચાર આવ્યો. નાસ્તો કરીને સુહાનીએ કહ્યું, ધીમીર તારી કવિતાઓ મારે સાંભળવી છે ! મેં ડાયરી કાઢી અને કવિતા વાંચવાનું શરું કર્યું અને સુહાની મારી બાજુમાં બેસીને કવિતા સાંભળતી હતી.મેં કહ્યું, મારે તારું લખેલું પણ સાંભળવું છે ! સુહાનીએ કહ્યું, હમણાં તો નથી લખ્યું પણ પહેલા લખેલ હતું એ સંભળાવું ? મેં કહ્યું, હા કેમ નહીં ! સુહાનીએ પણ પોતાની રચનાઓનું વાંચન શરું કર્યું અને ક્યારે અમદાવાદ આવી ગયું ખબર જ ન પડી !
અમદાવાદમાં ટ્રેન આવી ગઈ હતી અને સુહાનીએ કહ્યું, ખબર નહીં કેમ, પણ આજે ઘરે જવાનું મન નથી થતું !
મેં કહ્યું, સેમ ટુ યુ….! સુહાની હસવા લાગી અને કહ્યું, તારો લાઈફમાં શું ગોલ છે ? મેં કહ્યું, બસ લખતાં રહેવું છે ! સુહાનીએ કહ્યું, એક વાત કહું ? મેં કહ્યું, બોલ….. સુહાનીએ કહ્યું,

ધીમીર તારી ડાયરીમાં તે મારા માટે લખેલો લવ લેટર હતો ! મેં મનમાં કહ્યું, ઓહ…. હું કેવો પાગલ છું, કે લેટર ડાયરીમાં જ પડ્યો રહ્યો અને મેં ડાયરી સુહાનીને આપી દીધી ! મને ડર હતો કે સુહાની મારી સાથે દોસ્તી તોડી ન દે ! મેં સુહાનીને કહ્યું,
આઈ’મ સોરી સુહાની ! સુહાનીએ કહ્યું, એમાં શું સોરી ! મેં એ લેટર મારી પાસે રાખ્યો છે, હું તને થોડા દિવસ પછી આપીશ !
મેં કહ્યું, ઓકે….!
મારા મનમાં અનેક પ્રશ્નો હતાં અને એ સમયે સુહાનીએ મારો હાથ પકડ્યો અને કહ્યું, ડોન્ટ વરી ધીમીર !
સુહાનીને ચહેરા પર બલ્સ હતું ! હું થોડો ખુશ થઈ ગયો અને સુહાનીને કહ્યું, હવે આપણે ક્યારે મળીશું ?
સુહાનીએ કહ્યું, કાલે સન ડે છે તો આપણે સાંજે લાઈબ્રેરીમાં મળીશું ઓકે ! મેં કહ્યું, ઓકે….! મનોમન સુહાનીએ મને લવ યુ ટુ… કહી જ દીધું હતું. કાલુપુર સ્ટેશન આવ્યું અને સુહાનીના અંકલ લેવા આવ્યા હતાં.m જતાં જતાં સુહાનીએ કહ્યું, કાલે આવવાનું ભૂલતો નહીં !

લેખક : પ્રદિપ પ્રજાપતિ

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks