સુરતના હીરા વેપારીનો યુ-ટર્ન ! બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીને આપી હતી ચેલેન્જ, કહ્યુ હતુ- 2 કરોડના હીરાના પેકેટમાં કેટલા નંગ છે એ કહી બતાવે તો હું…

બે કરોડના હીરા બાબાને ચરણમાં આપી દઈશ કહેવા વાળા વેપારીએ કહ્યું ભુલથી બોલાઇ ગયું હતું, જાણો શું છે મામલો

છેલ્લા ઘણા સમયથી બાગેશ્વર ધામના પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી ચર્ચામાં છે. તેઓ ગુજરાતમાં આવી રહ્યા છે અને ચાર મોટા શહેરોમાં અલગ અલગ તારીખે તેમનો ભવ્ય દરબાર પણ યોજાઇ રહ્યો છે. ત્યારે તેમના ગુજરાતમાં આવવાની જાહેરાત થતા વિરોધના સૂર ઉઠ્યા છે. આ દરમિયાન સુરતના એક હીરાના વેપારીએ તેમને પડકાર ફેંક્યો હતો અને કહ્યું હતું કે, જો બાબા તેમનો પડકાર પૂરો કરશે તો તેઓ તેમના ચરણોમાં બે કરોડના હીરા અર્પણ કરશે. જો કે, હવે આ જ વેપારીએ યુ-ટર્ન લઇ લીધો છે.

બાગેશ્વર ધામના કથાકાર ધીરેન્દ્ર શાસ્ત્રીને પડકાર ફેંકનાર સુરતના હીરાના વેપારી બાબાને ચેલેન્જ આપ્યા બાદ ઉભા થયેલા વિવાદનો અંત લાવવા માંગે છે. આ મામલે તેમણે પત્ર પણ લખ્યો છે અને આવી સ્થિતિમાં સવાલ એ ઉઠી રહ્યો છે કે, ધીરેન્દ્ર શાસ્ત્રીને પડકારનાર હીરાના વેપારી શું ડરી ગયા છે ? હીરાના વેપારી જનક બાવરિયાએ સોશિયલ મીડિયા પર એક વીડિયો અપલોડ કરી બાબાને પડકાર ફેંકતા કહ્યુ હતું કે, બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી ગુજરાત આવી રહ્યા છે અને તેનો પહેલો કાર્યક્રમ સુરતના લિંબાયત વિસ્તારમાં છે, જ્યાં તે તેને મળવા માંગે છે.

તેમણે આગળ જણાવ્યુ કે, તો હું ધીરેન્દ્ર શાસ્ત્રીની દૈવી શક્તિનો સ્વીકાર કરીશ, જો તેઓ તેમના દિવ્ય દરબારમાં બધાની સામે કહે કે તેમના હાથમાં રાખેલા પેકેટમાં કેટલા હીરા છે તો તે પછી જ તે દૈવી શક્તિ સ્વીકારશે. આ સાથે તેમના ચરણોમાં બે કરોડના હીરા અર્પણ પણ કરશે. જો કે હવે હીરાના વેપારીએ પત્ર બહાર પાડી યુ-ટર્ન લીધો છે. હીરાના વેપારી જનક બાવરિયાએ પત્રમાં લખ્યું છે કે તેણે ધીરેન્દ્ર શાસ્ત્રીને જે ચેલેન્જ આપી હતી તેને લઈને ઘણો વિવાદ થયો હતો.

ગુજરાતમાં આસ્થા અને અંધશ્રદ્ધાને લઈને વિવાદ શરૂ થયો હતો. આ માટે તે માનસિક ત્રાસ સહન કરી રહ્યો હતો. ત્યારે હવે તે આ મામલાને ખતમ કરવા માંગે છે. ત્યારબાદ તેને સતત ફોન આવી રહ્યા છે. આ કારણે તે આ વિવાદનો અહીં જ અંત લાવી રહ્યો છે. બાબાને ચેલેન્જ આપતા જનક બાવરિયાએ જણાવ્યુ હતુ કે, 26-27 મેના દિવસે જે દરબાર ભરવાનો છે તેમાં મને સ્ટેજ પર બોલાવીને ચમત્કાર/પરચા દેખાડે.

તેઓએ આગળ કહ્યુ કે, તે સ્ટેજ પર 500થી 700 કેરેટ પોલિશ્ડ હીરાનું પેકેટ લઈને જશે અને તેમાં કેટલા નંગ હીરા છે એ પરચા દ્વારા બાબા જણાવે તો બાબાની દિવ્ય શક્તિ તે સ્વીકારશે અને પેકેટ બાબાનાં ચરણોમાં અર્પણ કરી દેશે.

 

Shah Jina