બોલિવુડ અભિનેત્રી દીયા મિર્ઝા કાલે લગ્નના બંધનમાં બંધાઇ ગઇ છે. દીયા મિર્ઝા તેના લગ્નના જોડામાં ખૂબ જ સુંદર લાગી રહી હતી.
દીયાએ લાલ બનારસી સાડી પહેરી હતી અને માથા પર ટીકો તેમજ વાળમાં ગજરો લગાયેલો હતો. દીયા મિર્ઝા તેના લગ્નના જોડામાં ખૂબ જ ખૂબસુરત લાગી રહી હતી. વૈભવ રાખીએ સફેદ કલરની શેરવની પહેરી હતી અને પાધડી પણ બાંધી હતી.
દીયાએ ગઇકાલે પરિવાર અને કેટલાક નજીકના લોકો સાથે મુંબઇમાં વૈભવ રાખી સાથે લગ્ન કર્યા હતા.
દીયાએ પેપારાજી વચ્ચે જઇને તેમના લગ્નની મિઠાઇ પણ વહેચી હતી. લગ્ન બાદ દીયા મિર્ઝાની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહી છે. ચાહકો પણ સોશિયલ મીડિયા પર તેને લગ્નની શુભકામનાઓ આપી રહ્યા છે.
દીયા મિર્ઝા અને વૈભવ રાખીએ સાદગી પૂર્વક લગ્ન કર્યા હતા. તેઓના લગ્નમાં એકદમ નજીકના લોકો અને પરિવાર જ હાજર રહ્યો હતો. અભિનેત્રી અદિતિ રાવ હેદરી ખાસ મહેમાનોમાંની એક હતી. તેની પણ સોશિયલ મીડિયા પર એક તસવીર વાયરલ થઇ રહી છે જેમાં તે વૈભવ રાખીના ચંપલ હાથમાં લઇને ઉભી છે.
તમને જણાવી દઇએ કે, દુલ્હનની બહેનો અને મિત્રો દુલ્હાના ચંપલ ચોરાવે છે અને તેને પાછા આપવા માટે નેક માંગે છે.
દીયા તેના લગ્નના જોડામાં ખૂબ જ સુંદર જોવા મળી હતી. દીયા અને વૈભવના ચહેરા પર લગ્નની ચમક જોવા મળી હતી.
ઉલ્લેખનીય છે કે, દીયાએ ઘણા સમય સુધી તેના લગ્નની તૈયારીઓની ખબર છૂપાવી રાખી હતી. આ વાતનો ત્યારે ખુલાસો થયો જયારે છેલ્લા દિવસોમાં તે પ્રી-વેડિંગની પાર્ટી કરતી જોવા મળી હતી.
લગ્ન પહેલા દીયાની પ્રી-વેડિંગ ફંકશનની તસવીરો સામે આવી હતી જેમાં તેણે મહેંદી લગાવેલી હતી અને આ તસવીરો તેના બ્રાઇડલ શાવરની હતી.
તમને જણાવી દઇએ કે, દીયા અને વૈભવના લગ્નની ખબર થોડા સમય પહેલા જ સામે આવી છે. આ પહેલા વૈભવને લઇને કોઇ ચર્ચા થઇ નથી. અચાનક લગ્નની ખબર આવ્યા બાદ ચાહકો દીયાના નવા લગ્નના જીવન માટે ખૂબ જ ખુશ છે.
દીયા અને વૈભવનૈ લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થતા ચાહકો પણ તેમને લગ્નની શુભકામનાઓ આપી રહ્યા છે.