દિયા મિર્ઝાના સાત ફેરાથી લઇને મંડપમાં લગ્ન સુધીની ખાસ તસવીરો આવી સામે, જુઓ વૈભવ અને દિયાનો વેડિંગ આલ્બમ

બોલિવુડ અભિનેત્રી દીયા મિર્ઝા ગઇકાલે જ લગ્નના બંધનમાં બંધાઇ ગઇ છે. દીયા મિર્ઝા તેના લગ્નના જોડામાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. દીયાએ લાલ બનારસી સાડી પહેરી હતી અને માથા પર ટીકો તેમજ વાળમાં ગજરો લગાયેલો હતો. દીયા મિર્ઝા તેના લગ્નના જોડામાં ખૂબ જ ખૂબસુરત લાગી રહી હતી. વૈભવ રાખીએ સફેદ કલરની શેરવની પહેરી હતી અને પાધડી પણ બાંધી હતી.

દીયાએ ગઇકાલે પરિવાર અને કેટલાક નજીકના લોકો સાથે મુંબઇમાં વૈભવ રાખી સાથે લગ્ન કર્યા હતા. દીયાએ પેપારાજી વચ્ચે જઇને તેમના લગ્નની મિઠાઇ પણ વહેચી હતી. લગ્ન બાદ દીયા મિર્ઝાની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહી છે. ચાહકો પણ સોશિયલ મીડિયા પર તેને લગ્નની શુભકામનાઓ આપી રહ્યા છે.

દીયા મિર્ઝા અને વૈભવ રાખીએ રજિસ્ટર્ડ લગ્ન કર્યા હતા. તેઓ કેટલાક કાગળો પર સહી કરતા પણ જોવા મળ્યા હતા.

દીયાનો બ્રાઇડલ લુક ખૂબ જ અલગ હતો. તે ખૂબ જ સુંદર લાગી રહી હતી. દીયાએ મિનીમલ જ્વેલરી સાથે આ આઉટફિટને કમ્પલીટ કર્યો હતો.દીયા તેના લગ્નના જોડામાં ખૂબ જ સુંદર જોવા મળી હતી.

દીયા તસવીરોમાં પતિ વૈભવ સાથે ખૂબ જ સરસ લાગી રહી હતી. લગ્ન બાદ દીયાએ મીડિયા વચ્ચે જઇને તેઓનું મોં પણ મીઠું કરાવ્યુ હતું. તે આ દરમિયાન ઘણી ખુશ લાગી રહી હતી.

લગ્નની સજાવટની વાત કરવામાં આવે તો, મંડપની ચારે બાજુ સફેદ અને ગુલાબી રંગના ફૂલોની સજાવટ કરવામાં આવી હતી. લગ્ન દરમિયાન દીયા ખૂબ જ ખુશ નજરે પડી હતી.દીયા અને વૈભવના ચહેરા પર લગ્નની ચમક જોવા મળી હતી.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

ઉલ્લેખનીય છે કે, દીયાએ ઘણા સમય સુધી તેના લગ્નની તૈયારીઓની ખબરને સંતાડી રાખી હતી. આ વાતનો ત્યારે ખુલાસો થયો જયારે છેલ્લા દિવસોમાં તે પ્રી-વેડિંગની પાર્ટી કરતી જોવા મળી,તેને મહેંદી લગાવેલી હતી અને આ તસવીરો તેના બ્રાઇડલ શાવરની હતી. ચાહકો પણ બંનેને સોસીયલ મીડિયા દ્વારા લગ્નની શુભકામનાઓ આપી રહ્યા છે.

Shah Jina