આખરે દીયા મિર્ઝાએ દેખાડી જ દીધો તેના 4 મહીનાના દીકરા અવ્યાનનો ચહેરો, તસવીર શેર કરી લખ્યુ ખાસ કેપ્શન

બોલિવૂડ અભિનેત્રી દિયા મિર્ઝા થોડા મહિના પહેલા જ માતા બની હતી. તે આ દિવસોમાં માતૃત્વનો આનંદ માણી રહી છે. જ્યારથી અભિનેત્રીએ તેના ચાહકો સાથે માતા બનવાના સારા સમાચાર શેર કર્યા છે, ત્યારથી દરેક તેના પુત્રની પ્રથમ ઝલક જોવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. પરંતુ હવે એવું લાગી રહ્યું છે કે બધા લોકોની રાહનો અંત આવ્યો છે. કારણ કે દિયાએ દીકરાના ચાર મહિના પૂરા થવા પર અવયાનની એક ક્યૂટ તસવીર શેર કરી છે, જેને જોઈને દરેક તેના વખાણ કરી રહ્યા છે. આ સાથે અભિનેત્રીએ તેના પુત્રને પણ ખાસ નામથી બોલાવ્યો છે.

અવ્યાનની તસવીર શેર કરતા દિયા મિર્ઝાએ કેપ્શનમાં લવ નોટ લખી છે. દિયાએ કેપ્શનમાં લખ્યું છે કે, ‘અમારો નાનો મોગલી આજે 4 મહિનાનો થઈ ગયો છે. અવ્યાન આઝાદ, ભગવાન કરે કે તમે અમારી અનંત સુંદર, અદ્ભુત અને જાદુઈ દુનિયાના સાક્ષી બનો. જીવનનું ચક્ર તમારી આસપાસ પૂર્ણ થાય છે.’ દિયા મિર્ઝાએ શેર કરેલી તસવીરમાં અવ્યાન બેડ પર સૂતો જોવા મળી રહ્યો છે. આ દરમિયાન, અવ્યાને તેની માતાની આંગળી તેના નાના હાથમાં પકડી રાખી છે.

તમને જણાવી દઈએ કે દિયા મિર્ઝાએ 14 મેના રોજ પુત્રને જન્મ આપ્યો હતો. અવ્યાનનો જન્મ થતાંની સાથે જ દિયા તેના માતૃત્વને માણવા લાગી. પરંતુ અભિનેત્રીએ બે મહિના પછી તેના પુત્રના જન્મની માહિતી આપી. આ સાથે તેણે એ પણ જણાવ્યું હતું કે કેટલીક તકલીફોને કારણે તેણે પ્રી-મેચ્યોર બેબીને જન્મ આપ્યો છે.

અંગત જીવનની વાત કરીએ તો દિયા મિર્ઝાએ આ વર્ષે 15 ફેબ્રુઆરીએ વૈભવ રેખી સાથે બીજા લગ્ન કર્યા હતા. આ પછી, તેણે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા તેના બેબી બમ્પને ફ્લોન્ટ કરીને તેના પ્રેગ્નેટ હોવાના સમાચાર પણ શેર કર્યા. દિયાના પહેલા લગ્ન વર્ષ 2014માં બિઝનેસમેન સાહિલ સંઘા સાથે થયા હતા. પરંતુ કેટલાક અંગત કારણોસર તેઓ 2019માં અલગ થઈ ગયા હતા. વૈભવ રેખીની વાત કરીએ તો તેના પણ આ બીજા લગ્ન છે. આ પહેલા તેણે યોગ અને લાઈફ સ્ટાઈલ કોચ સુનૈના સાથે લગ્ન કર્યા હતા, આટલું જ નહીં, તેને સમાયરા નામની એક દીકરી પણ છે.

 

View this post on Instagram

 

A post shared by Dia Mirza Rekhi (@diamirzaofficial)

Shah Jina