ફિલ્મી દુનિયા

ડ્રગ્સ કાંડમાં થયો મોટો ધડાકો, માનવામાં ન આવે એવા 7 સેલિબ્રિટી… જાણો ફટાફટ

અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ મામલામાં સામે આવેલા ડ્રગ્સ એન્ગલ બાદ ઘણા અભિનેતા અને અભિનેત્રીઓના નામોનો ખુલાસો થઇ રહ્યો છે. એનસીબીની તપાસમાં ઘણા બધા બોલીવુડના સીતારાઓના નામ સામે આવ્યા છે.

Image Source

હવે આ ડ્રગ્સ મામલામાં સારા અલી ખાન, દીપિકા પાદુકોણ, રકૂલપ્રીત બાદ હવે અભિનેત્રી દિયા મિર્ઝાનું નામ પણ સામે આવી રહ્યું છે. એનસીબી હવે દીપિકા પાદુકોણ અને દિયા મિર્ઝાને સમન્સ મોકલાવશે.

Image Source

સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે કેશવાનીએ જણાવ્યું કે દિયાની મેનેજર ડ્રગ્સ ખરીદતી હતી. તેની સાબિતી પણ આપવામાં આવી છે. હવે આ મામલામાં એનસીબી જલ્દી જ દિયા મિર્ઝાને પુછપરછ માટે સમન્સ મોકલી શકે છે.

Image Source

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ બોલીવુડથી જોડાયેલા લોકોને માદક પદાર્થોના કથિત સેવન મામલામાં તપાસ માટે અભિનેત્રી દીપિકા પાદુકોણની પ્રબંધક કરિશ્મા પ્રકાશ અને એક “ટેલેન્ટ પ્રબંધક એજન્સી”ના સીઈઓ ધ્રુવ ચિત્તગોંપેકરને પુછપરછ માટે તલબ કર્યા છે.

Image Source

આ સાથે જ બોલીવુડની બીજી એક અભિનેત્રી નમ્રતા શિરોડકરનું પણ નામ સામે આવી રહ્યું છે. એવું જણાવવામાં આવી રહ્યું છે કે આ બંને અભિનેત્રીઓ ઉપર એનસીબી વધુ તપાસ આદરી શકે છે.

Image Source

ડ્રગ્સ મામલામાં સૂત્રોના જણાવ્યા અનુસાર શ્રદ્ધા કપૂર, સોનમ કપૂર, રણબીર કપૂર, રિતિક રોશન, ટાઇગર શ્રોફ, જેકલીન ફર્નાન્ડિસના નામ પણ સામે આવી શકવાની સંભાવના છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.