મમ્મી બન્યા બાદ અભિનેત્રી દીયા મિર્ઝાએ બતાવ્યો તેનો બોલ્ડ અવતાર, શું ગજબનું ફિગર બનાવી લીધું

બાળકને જન્મ આપ્યા પછી દીયા મિર્ઝાએ બતાવ્યું ગોર્જિયસ ફિગર, ફેન્સ થયા લટ્ટુ- જુઓ

બોલિવુડ અભિનેત્રી દિયા મિર્ઝાની ફેશન સ્ટાઇલ એવી છે કે જેમાં તેની પૂરી પર્સનાલિટી ડિફાઇન થાય છે. તે જે પણ આઉટફિટ કેરી કરે છે તેમાં એલિગેંસ અને ગ્રેસ હંમેશા જોવા મળે છે. આ જ કારણ છે કે ચાહકોને તેના એથનિક લુક્સ ઘણા પસંદ આવે છે. જો કે, એવું નથી કે હસીના વેસ્ટર્ન ક્લોથમાં ઓછી કમાલની લાગે છે.

બોલ્ડ સિલ્હૂટ્સમાં પણ તેની બધી અદાઓ ચાહકોને પસંદ આવે છે. આવું જ કંઇક તેના રિસેન્ટ લુકમાં જોવા મળ્યુ. જયારે દીયાએ તેની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી. દીયા મિર્ઝા સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને ઘણીવાર તે તેની તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. તેની તસવીરોને ચાહકો ઘણુ પસંદ પણ કરે છે.

દીયાએ હાલમાં જ સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર તેની કેટલીક બોલ્ડ અને ગોર્જિયસ તસવીરો શેર કરી છે. જેમાં તે ઘણી ખૂબસુરત નજર આવી રહી છે. દીયાની ફિટ ફિગર જોઇને એવું કોઇ કહી જ ન શકે કે તે એક બાળકની માતા બની છે. દીયાએ જે તસવીર શેર કરી છે તેમાં તે રેડ કલરના આઉટફિટમાં જોવા મળી રહી છે.

દીયાએ રેડ બાથરોબ પહેર્યુ છે. જે ફ્રંટથી ઓપન પેટર્નમાં છે. ડ્રેસની અંદર ઇનર તરીકે બ્લેક ટોર વેર કર્યુ છે, જેમાં રાઉન્ડ નેકલાઇન આપવામાં આવી છે. ત્યાં વેસ્ટલાઇન પર તેને ફેબ્રિક બેલ્ટથી બાંધવામાં આવ્યુ છે. જેમાં હસીના તેના ટોન્ડ લેગ્સ ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે. દીયાએ તેના આ લુકને બ્લેક પમ્પસ અને મિનિમલ મેકઅપ સાથે કમ્પલિટ કર્યો છે. શેડ લિપ્સ સાથે વાળને સેંટર પાર્ટેડ કરતા કર્લ્સમાં લોક કરતા ખુલ્લા છોડ્યા છે.

તમને જણાવી દઇએ કે, દીયા મિર્ઝા થોડા સમય પહેલા જ માતા બની છે.અભિનેત્રીએ પોસ્ટ શેર કરી જણાવ્યુ હતુ કે, તેને દીકરો થયો છે તેના દીકરાનો જન્મ 14 મેના રોજ સમય પહેલા જ થઇ ગયો હતો. એટલે કે તેની પ્રિમેચ્યોર ડિલીવરી થઇ છે.તે  ICUમાં દેખરેખ હેઠળ છે. લગભગ મહિના બાદ દીયાએ ચાહકો સાથે આ ખુશખબરી શેર કરી છે.

અભિનેત્રીએ જણાવ્યુ કે, પ્રેગ્નેંસી દરમિયાન તેને બેક્ટિેરિયલ ઇંફેક્શનથઇ ગયુુ હતુ અને એવામાં ઇમરજન્સી C-section દ્વારા દીકરાનો જન્મ સમય પહેલા જ થઇ ગયો હતો. તે બાદથી તે ICUમાં દેખરેખ હેઠળ હતો. તમને જણાવી દઇએ કે, આ વર્ષે જ 15 ફેબ્રુઆરીના રોજ દીયા મિર્ઝા અને વૈભવ રેખી લગ્નના બંધનમાં બંધાયા હતા.

લગ્નના કેટલાક દિવસ પહેલા જ તેઓએ તેમના સંબંધ વિશે લોકોને જાણ કરી હતી. તે બાદ એપ્રિલમાં તેણે પ્રેગ્નેંસીની ખુશખબરી શેર કરી હતી. દીયા મિર્ઝા અને વૈભવ રેખી બંનેના આ બીજા લગ્ન હતા. વૈભવ રેખીને પહેલાથી જ એક દીકરી છે, જેનું નામ સમાયરા છે. સમાયરાની દીયા સાથે સારી બોન્ડિંગ છે.

 

View this post on Instagram

 

A post shared by Dia Mirza (@diamirzaofficial)

Shah Jina