મનોરંજન

11 વર્ષ પછી પતિથી અલગ થઇ આ મિસ ઇન્ડિયા અભિનેત્રી, કહ્યું- અમે દોસ્ત રહીશું અને પ્રેમ ….

બોલીવુડની સુંદર અભિનેત્રીઓમાંની એક અને મિસ India રહી ચુકેલી દિયા મિર્ઝા અને તેના પતિ સાહિલ સંઘાએ હાલમાં જ એકબીજાથી અલગ થઇ જાવાનો નિર્ણય લીધો છે.એવામાં દિયા મિર્ઝાએ સોશિયલ મીડિયા પર પોતાના આવા નિર્ણયનો સંદેશ પોસ્ટ કરતા અલગ થઇ જાવાની જાણકારી આપી છે.તેઓના આવા નિર્ણયથી તેઓના ફૈન્સની સાથે સાથે બૉલીવુડ પણ હેરાનીમા આવી ગયું છે.

 

View this post on Instagram

 

“More people are slowly discovering how their consumption patterns and lifestyles impact the environment. If you look at the traditional forms of Indian weddings across the board, there was never a desire for pomp and show. It was always about beauty, ethnicity, simplicity and grace. The big fat Indian wedding is a product of Bollywood and I reckon now is a great time for filmmakers to change the way they represent these festivities on the silver screen. As long as the shift happens within us, we can find ways to bring that change into everything else we do.” #SustainableCelebrations #MakeItGreen @feminaweddingtimes Photographer: @rohanshrestha Hair and make-up: @harryrajput64 Outfits and styling: @anitadongre Earrings, Necklace and Bangles : @anitadongrepinkcity Ring : @jet_gems Location: @jadegardenbanquets Floral backdrop: @champsfleur

A post shared by Dia Mirza (@diamirzaofficial) on

જણાવી દઈએ કે દિયાએ પાંચ વર્ષ પહેલા 18 ઓક્ટોબર 2014 ના રોજ દિલ્લીમાં પોતાના બોયફ્રેન્ડ સાહિલ સાથે લગ્ન કર્યા હતા અને દિયાએ પોતાના લગ્નની તસ્વીરો પોતાના એકાઉન્ટ પર પણ શેર કરી હતી. જો કે બંન્ને એકબીજાને 11 વર્ષોથી ઓળખતા હતા અને રિલેશનમાં હતા.

Image Source

દિયા મિર્ઝાએ સંદેશ પોસ્ટ કરતા લખ્યું કે,”11 વર્ષ સુધી એકબીજાની સાથે રહ્યા પછી અમે બંન્નેએ એકબીજાની મંજુરીથી અલગ થઇ જવાનો નિર્ણય લીધો છે.જો કે અમે આગળ મિત્રો તરીકે રહીશું અને એકબીજાની સાથે ઉભા રહીશું, અમારા બંન્નેનુ સન્માન અને પ્રેમ યથાવત જ રહેશે”.

દિયાએ આગળ કહ્યું કે,”ભલે અમારા બંન્નેની મુસાફરી અલગ થઇ રહી હોય પણ અત્યાર સુધીના સાથ અને સપોર્ટ માટે અમે એકબીજાના આભારી છીએ.અમે અમારા મિત્રો અને પરિવારના પણ આભારી છીએ.મીડિયાને અનુરોધ છે કે અમારી પ્રાઇવેસીનું સન્માન કરવામાં આવે.આ બાબત પર અમે કોઈ જ કમેન્ટ કરવા માગતા નથી”.

 

View this post on Instagram

 

A post shared by Dia Mirza (@diamirzaofficial) on

દિયાએ સાહિલ સાથેના લગ્નની તસ્વીરો પોતાના એકાઉન્ટ પર શેર કરી હતી અને લગ્નમાં નજીકના મિત્રો અને પરિવારના લોકો શામિલ થયા હતા.જો કે હાલ બંન્નેના અલગ થઇ જાવાના નિર્ણય પર પણ દિયાએ સાહિલ સાથેની પોતાની તસ્વીરોને હટાવી નથી.

Image Source

જો કે દિયાએ સાહિલથી અલગ થવાનો નિર્ણય શા માટે લીધો તેની જાણકારી તો હજી સુધી સામે આવી નથી જો કે બંનેનું અલગ થાવું બોલીવુડમાં સૌથી ચોંકાવનારા સમાચાર છે.

 

View this post on Instagram

 

#BornFree #MasaiMara #BigFive #WildForLife #ForeverWild #KidsForTigers #TravelWithDee #NatureLove #Earth #EarthOurOnlyHome

A post shared by Dia Mirza (@diamirzaofficial) on

વર્કફ્રન્ટની વાત કરીયે તો અભિનેત્રી દિયા મીર્ઝાને હાલમાં જ વેબસીરીઝ કાફિરમાં જોવામાં આવી હતી જેમાં દિયાના અભિનયને ખુબ પસંદ કરવામાં આવ્યું છે.દિયાએ પોતાના કેરિયેરમાં ઘણી શાનદાર ફિલ્મો કરી છે.

 

View this post on Instagram

 

All set for #IIFARocks2018! Outfit by @monishajaising Jewellery by @h.ajoomal Hair by @karanrai001 Styled by @theiatekchandaney

A post shared by Dia Mirza (@diamirzaofficial) on

જણાવી દઈએ કે દિયાના પતિ સાહિલ એક ફિલ્મમેકર છે.તે દિયાની સાથે મળીને એક પ્રોડક્શન કંપની ચલાવે છે.જાણકારી અનુસાર દિયા અને સાહિલ વર્ષ 2009 માં એક સ્ક્રીપ્ટની બાબતમાં એકબીજાને મળ્યા હતા અને પછી બંન્નેનુ મળવાનું ચાલતું રહ્યું. જેના પછી વર્ષ 2014 માં સાહિલે દિયાને ન્યુયોર્કના બ્રુકલીન બ્રિજ પર લગ્ન માટે પ્રપોઝ કર્યુ હતું. સાહિલના આ રોમેન્ટિક પ્રપોઝ પછી દિયાએ હા કહી અને બંનેએ લગ્ન કર્યા.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks