હવે ગુજરાતના ગામડામાં પણ થવા લાગ્યા હનીટ્રેપ, ધોરાજીના ખેડૂતને એવો લપેટામાં લઇ લીધો કે 4 લાખ પડાવ્યા અને 16 લાખની માંગણી કરતા જ….

ધોરાજીના યુવાનને હનીટ્રેપમાં ફસાવી રૂ. 4 લાખ પડાવનારી ત્રિપુટી ઝબ્બે

Dhoraji Youth Caught In Honeytrap : ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી હનીટ્રેપની ઘણી ઘટનાઓ સામે આવતી હોય છે, જેમાં રૂપલલનાઓ દ્વારા યુવકોને કે આધેડને ફસાવીને તેમની પાસેથી હજારો લાખો રૂપિયા પડાવી લેવામાં આવતા હોય છે. ત્યારે હવે હનીટ્રેપના મામલાઓ ગામડાઓ સુધી પણ પહોંચવા લાગ્યા છે ત્યારે હાલ રાજકોટના ધોરાજીમાંથી એક એવા જ હનીટ્રેપની ઘટના સામે આવી છે, જેમાં એક ખેડૂત યુવકને હનીટ્રેપમાં ફસાવીને 4 લાખ રૂપિયા ખંખેરી લેવામાં આવ્યા હતા.

ધોરાજીનો ખેડૂત બન્યો શિકાર :

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર ધોરાજીમાં રહેતા એક પ્રતિષ્ઠિત ખેડૂતના લગ્ન નહોતા થઇ રહ્યા. જેના બાદ બે મહિલા અને એક પુરુષે ભેગા મળીને તેના લગ્ન કરાવી આપવા માટેનું કહ્યું હતું. જેના બાદ આ ત્રિપુટી યુવકને લગ્ન માટે કન્યા બતાવવાના બહાને બોલાવી તેના ફોટો અને વીડિયો ઉતારતી હતી અને પછી તેમને યુવકને બ્લેકમેઇલ કરવાનું પણ શરૂ કરી દીધું. યુવકને હનીટ્રેપમાં ફસાવ્યા બાદ તેને દુષ્કર્મના ગુન્હામાં ફિટ કરી દેવાની ધમકી આપીને 4 લાખ રૂપિયા પડાવી લીધા હતા.

16 લાખની કરી હતી માંગણી :

એટલેથી સંતોષ ના માનતા આ ત્રિપુટીએ વધુ 16 લાખની માંગણી કરી હતી. જેથી યુવકે આ વખતે પોતાના કાકા અને મિત્રો સાથે આ બાબતે વાત કરતા તેમને હિંમત આપી અને ધોરાજી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવા કહ્યું. ફરિયાદ બાદ પોલીસે પણ તાત્કાલિક તપાસ હાથ ધરી અને જેતપુરના હમીદ પઠાણ, ધોરાજીના કુંભારવાડામાં રહેતી નુરમા ઉર્ફે કારી ઉર્ફે પપુડી ઇકબાલ અને યાસ્મીન જાવિદ ઉ.વ. 35 ને ઝડપી લીધા હતા.

પોલીસે કરી ધરપકડ :

આ મામલે પોલીસે જણાવ્યું કે આરોપી નુરમા ઉર્ફે કારી ઉર્ફે પપુડી ઇકબાલ અગાઉ પણ પોલીસના ચોપડે નોંધાઈ ચુકી છે અને તેનો પણ ગુનાહિત ઇતિહાસ છે. તેના વિરુદ્ધ રાજકોટ પોલીસ મથકમાં અગાઉ ગુન્હો પણ નોંધાઈ ચુક્યો છે. હાલ પોલીસ આ ત્રણેય સાથે પુછરપછ કરી રહી છે. કે આ પહેલા પણ કોઈ વ્યક્તિ સાથે આ રીતે છેતરપિંડી કરી છે કે કેમ. હાલ ત્રણેય આરોપી સામે IPC કલમ 388, 389 અને પૂર્વયોજીત કાવતરાની કલમ 120-બી હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

Niraj Patel