ખબર

ધોરાજીમાં પતિએ જ પત્નીને ચોથા માળેથી મારી દીધો ધક્કો, કારણ જાણીને તમે પણ કહેશો કે “સાવ આવી બાબતમાં જીવ લઇ લેવાનો હોય ??”

ધોરાજી: ચોથા માળે ગેલેરીમાં હેન્ડ્સ ફ્રી લગાવીને સોન્ગ સાંભળતી હતી પત્ની,પાછળથી આવ્યો આ હત્યારો પતિ અને માર્યો ધક્કો

ગુજરાતમાં પણ હવે હત્યા ને લૂંટફાટના બનાવો સામે આવી રહ્યા છે, ત્યારે હાલ ધોરાજીમાંથી ખુબ જ ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં એક પતિએ જ પોતાની પત્ની સાથે એક નજીવી બાબતને લઈને રીસ રાખી પત્નીને ચોથા માળેથી ધક્કો મારી દીધો હતો, સારવાર માટે લઇ જવામાં આવેલી પત્નીનું આખરે મોત નીપજ્યું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર ધોરાજીના ચિસ્તીયા કોલોનીના એપાર્ટમેન્ટની એક વિંગના ચોથા માળેથી એક સ્ત્રીનો નીચે પાડવાનો આવાજ આવ્યો અને ત્યાં લોકો ભેગા થઇ ગયા હતા. જેના બાદ તે મહિલાને તાત્કાલિક હોસ્પિટલ માટે લઇ જવામાં આવી હતી. જ્યાં તેમનું મોત નીપજ્યું હતું.

4થા માળેથી નીચે પડનાર સ્ત્રીનુ નામ ઝીનતબેન ઈમ્તિયાઝ દલાલ હતું. જે છેલ્લા ઘણા વર્ષોથી આ કોલોનીમાં તેમના પતિ સાથે રહે છે. તેમના સંતાનોમાં બે પુત્રો છે જેમાંથી એક 20 વર્ષીય પુત્ર હૈદરાબાદમાં રહે છે જયારે એક પુત્ર તેમની સાથે જ રહે છે.

જીન્નતબેન દલાલ તેના ઘરની અગાસીની પાળી પર હેન્ડઝ ફ્રી ભરાવીને રિયાઝ સાંભળી રહ્યા હતા ત્યારે તેના પતિ ઈમ્તિયાઝ ઉર્ફે શબ્બીર આદમે જીન્નતબેનને ધક્કો મારી ત્રીજામાળેથી નીચે ફેંકી દેતા તેઓનું ગંભીર ઈજા થવાના કારણે મૃત્યુ નિપજયું હતું.

આ ઘટના અંગે પોલીસે જણાવ્યું હતું કે જીન્નતબેનના પુત્રની 29 જુલાઈના રોજ સગાઈ હતી. બહાર જવાનું હોવાથી જીન્નતબેનના ભાઈ જાકીર સીદ્દીકીએ બસ ભાડે કરી આપી હતી. આ વાતથી ઈમ્તિયાઝ રોષે ભરાયો હતો અને પોતે બસની વ્યવસ્થા કરી શકવા સક્ષમ હોવાનું જણાવી પત્ની સાથે ઝઘડો કર્યો હતો. જેની રીસ રાખીને જ જીન્નતબેનને ચોથા માળેથી ધક્કો મારી દેવામાં આવ્યો હતો. જેમાં તેમનું મોત થયું હતું, ધક્કો માર્યા બાદ પતિ પોલીસ સમક્ષ હાજર પણ થઇ ગયો હતો.