ધોરાજીમાં 59 વર્ષના ખેડૂતને સુંદર યુવતીના ચક્કરમાં 4 લાખ રૂપિયા ગુમાવ્યા, હોશિયાર યુવતીએ એવી રીતે ખેડૂતે ફસાવ્યો કે ચક્કર આવી જશે

ગુજરાતમાંથી છેલ્લા ઘણા સમયથી હનીટ્રેપના ઘણા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. આવા કિસ્સાઓમાં મહિલાઓ દ્વારા યુવકને ફસાવી તેમની પાસેથી હજારો-લાખો રૂપિયા પડાવી લેવામાં આવતા હોય છે. ત્યારે હાલમાં જ હનીટ્રેપનો કિસ્સો રાજકોટમાંથી સામે આવ્યો છે. જેમાં એક ખેડૂતને હનીટ્રેપમાં ફસાવી તેનુ અપહરણ કરી એક ટોળકીએ લાખો રૂપિયા પડાવ્યા હતા. જો કે, પીડિતે આ લોકો સામે ફરિયાદ દાખલ કરાવી હતી અને તે બાદ પોલિસે આ ટોળકીના આરોપીઓને દબોચી લીધા હતા અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.

ઘટનાની વિગત તપાસીએ તો, રાજકોટના ધોરાજીમાં એક મહિલાએ ફોન પર વાતો કરી ફરિયાદીને ફસાવ્યો અને ચોકીથી અકાળા ગામ સુધી મૂકી જવા કહ્યુ, આ દરમિયાન જ રસ્તામાં અરવિંદ ગજેરા નામના વ્યક્તિએ પોતે પોલિસ હોવાની ઓળખ આપી તેને રોક્યો અને ત્યારે બે બીજા વ્યક્તિઓ પણ પહોંચી ગયા. ચારેય લોકો ભેગા મળી ફરિયાદીને પહેલા ગીર જંગલમાં લઇ ગયા અને ત્યાં ફરિયાદીને ડરાવી અને ધાક ધમકી આપી પૈસાની માંગણી કરી. આરોપીઓએ તેની પાસેથી અલગ અલગ સમયે ચાર લાખ રૂપિયા પડાવ્યા હતા.

ધોરાજીના 59 વર્ષના ખેડૂત શંભુભાઇના ભાગીયા પરબત ઠાકોર, ભરત પારઘીએ શંભુભાઇને કહ્યુ કે જીન્નત તેમના પરિવારની વ્યક્તિ છે અને તે કારમાં અકાળા ગામે મૂકવામાં આવે. ત્યારે રસ્તામાં સરકલીયા હનુમાન મંદિર પાસે જંગલ વિસ્તારમાં રોડ પર કાવતરા મુજબ અરવિંદ ગજેરા બાઇક પાછળ આવ્યો અને કારને અટકાવી જે બાદ તેણે મારી પત્નીને કેમ લઇ જાવ છો ? તેમ કહી ફરિયાદીને ધમકાવ્યો અને તમાચા પણ ઝીંક્યા. આ જ વખતે ભરત પારઘી અને પરબત ઠાકોર આવ્યા અને કારમાં ગુપ્ત રીતે અપહરણ કરી લઇ ગયા.

જે બાદ આ શખ્સોએ પોતે પોલિસ હોવાની ઓળખ આપી અને સોનાની વીંટી પડાવી લીધી. આ સાથે અવાર નવાર ફોન કરી 4 લાખ જેટલી રકમ પણ પડાવી લીધી. આ બાબતે ફરિયાદીએ પોલિસ ધોરાજી પોલિસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી. પોલિસે આઇપીસી કલમ 365,384,386,120 મુજબ ગુનો નોંધ્યો હતો.

પોલિસે ફરિયાદ બાદ આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા. પરબતભાઈ, ભરતભાઈ , અરવિંદભાઈ અને જીન્નતબેન ઉર્ફે બીબીબેન રફીકભાઈ નામની એક મહિલાને ઝડપી લઇ, ચારેયની અટકાયત કરીને પાંચ દિવસના રિમાન્ડ માંગવાની તજવીજ હાથ ધરી છે.

Shah Jina