ધોરાજીમાં બે માસુમ બાળકોને લાલચ આપી પોતાના ઘરમાં લઇ જઈને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનારા 83 વર્ષના અકબર અહેમદ કાદરીને કોર્ટે સંભળાવી આ સજા…

83 વર્ષનો ડોસો બે બાળકોને લેઝર લાઈટ આપવાના બહાને ઘરમાં લઇ ગયો અને વાર ફરીથી આચર્યું દુષ્કર્મ, એક છોકરાએ બનાવી લીધો વીડિયો અને હવે કોર્ટે સંભળાવી આ સજા… જુઓ

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી એવી એવી ઘટનાઓ સામે આવે છે જેને લઈને ચકચારી મચી જતી હોય છે. ઘણીવાર નાની માસુમ બાળકીઓ સાથે તો ઘણીવાર યુવતીઓ અને મહિલાઓ સાથે છેડછાડ અને દુષ્કર્મની ઘટના પણ સામે આવે છે. ત્યારે હાલ એક એવી ઘટના સામે આવી છે જેને લોકોમાં ચકચારી મચાવી દીધી છે.

આ ઘટના સામે આવી છે રાજકોટના ધોરાજીમાંથી. જ્યાંની સેસન્સ કોર્ટ દ્વારા 83 વર્ષના વૃદ્ધ આરોપી અકબર અહેમદ કાદરીને 20 વર્ષની સજા ફટકારી છે. અકબર અહેમદ કાદરીએ બે માસુમ બાળકોને લાલચ આપીને પોતાના ઘરે બોલાવી તેમની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું. આ મામલે પોલીસે પોક્સો અને કલમ 377 અંતર્ગત તેના વિરુદ્ધ ગુન્હો દાખલ કર્યો હતો.

આ મામલે ધોરાજીના સરકારી વકીલ દ્વારા જણાવવામાં આવ્યું કે, ઉપલેટા શહેરમાં પીડિતના પિતા દ્વારા ફરિયાદ આવ્મા આવી હતી કે તેમના 12 વર્ષના દીકરા અને તેના મિત્રને આરોપી અકબર અહેમદ કાદરીએ લેઝર લાઈટ આપવાની લાલચ આપીને ઘરે લઇ ગયો હતો અને ત્યાં તેમની સાથે તેને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું.

આ બનાવ બન્યો ત્યારે એક બાળકે તેના મોબાઈલ ફોનમાં વીડિયો પણ બનાવ્યો હતો અને આ વીડિયો આ કેસમાં મહત્વનો પુરાવો બની ગયો. આરોપીએ બંને બાળકોને ધમકી આપી હતી કે તેમને યતીમખાનામાં મોકલી દેશે. પરંતુ બાળકોએ આ સમગ્ર ઘટના અંગે પરિવારને જાણ કરતા અકબર હહેમદ કાળતી વિરુદ્ધ પોક્સો અને કલમ 377 અંતર્ગત તેના વિરુદ્ધ ગુન્હો દાખલ કરવામાં આવ્યો હતો.

આ મામલે આરોપીને મેડિકલ  માટે લઇ જવામાં આવ્યો હતો અને તેને પોતાનો ગુન્હો પણ કબૂલ કરી લીધો હતો. જેના બાદ ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી અને બંને બાળકોના નિવેદન પણ નોંધવામાં આવ્યા હતા. બાળકોએ પણ આરોપીને ઓળખી બતાવ્યો હતો. ત્યારે આ મામલો ધોરાજી સેશન્સ કોર્ટમાં ચાલતા વકીલે પણ સજ્જડ પુરાવા સાથે રજુઆત કરતા આરોપીને 20 વર્ષ કેદની સજા જજ દ્વારા ફટકારવામાં આવી.

Niraj Patel