ખેલ જગત

લેફ્ટિનેન્ટ કર્નલ ધોની આર્મીમાં જાતે બૂટ પોલીશ કરે છે, આ તસ્વીરોએ લોકોના જીતી લીધા દિલ- જુઓ વિડીયો

ઇન્ડિયન ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપટન અને વિકેટ કીપર મહેન્દ્રસિંહ ધોનીના હાલ દક્ષિણ કાશ્મીરની સરહદર પર છે. ધોનીના છેલ્લા ઘણા દિવસથી નતનવા ફોટો અને વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા રહે છે.

મહેન્દ્રસિંહ ધોની હાલમાં જમ્મુ કાશ્મીરની સરહદ પર લેફ્ટનન્ટ કર્નલ તરીકે ફરજ બજાવી રહ્યા છે. ભારતીય લશ્કર દવારા ધોનીને માનદ્દ લેફ્ટેનન્ટ કર્નલની પદવી પદવી પણ એનાયત કરી છે. ધોની 106 TA બટાલિયન (પેરામિલિટરી) વતી દેશ માટે થઈને ક્રિકેટમાંથી 2 મહિનાનો બ્રેક લઇ આર્મી ટ્રેનિંગ પૂર્ણ કરવા આવ્યો છે. ધોનીને 15 ઓગસ્ટ સુધી કાશ્મીરમાં ફરજ પર મુકવામાં આવ્યો છે. ધોની 31 જુલાઈથી આર્મીમાં ટ્રેનિંગ માટે ગયો છે.

છેલ્લા કેટલાક દિવસ થી ધોનીના વિવિધ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા રહે છે. આ વાયરલ થયેલા વિડીયોમાં ક્યારેક વોલીબોલ રમતો તો કયારેક બુટ પોલીસ કરતો તો ક્યારેક ગીત ગાતો જોવા મળે છે.

થોડા દિવસ પહેલા ધોનીનો એક ફોટો વાયરલ થયો હતો જેમાં ધોની સેનાના જવાનને ઓટોગ્રાફ આપતો નજરે ચડે છે. ત્યારે ધોની આર્મી યુનિફોર્મમાં એક વિડીયો વાયરલ થયો છે. આ વીડિયોમાં ધોની ગીત ગઈ છે. ધોનીનો આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વીડિયોમાં ધોની ‘પલ દો પલ કે શાયર હું’ ગીત ગાઈ રહ્યો છે. ફિલ્મમાં આ ગીત અમિતાભ બચ્ચન પર અજમાવવામાં આવ્યું હતું.

ધોની 15 ઓગસ્ટ સુધી 106 TA બટાલિયન (પેરામિલિટરી) સાથે જ રહેવાનો છે. જેમાં ધોની સૈનિકભાઈઓ સાથે ગાર્ડીન્ગ, પેટ્રોલિગ જેવી ડ્યુટી નિભાવે છે.

જણાવી દઈએ કે ધોનીએ આર્મી પાસે મેં મહિના સુધી સમય વિતાવવા માટે મંજૂરી માંગી હતી. જે મંજુર પણ થઇ છે. ધોનીએ આ કારણે જ વેસ્ટ ઇન્ડિઝના પ્રવાસમાં ગયા ના હતા. તેની બદલે યુવા વિકેટ કિપર રિષભ પંતકને તક આપવામાં આવી છે.

મહેન્દ્દસિંહ ધોનીને ચાહવાના ચાહકો પાસે અગણિત કારણો છે. ધોની અવારનવાર પોતાની દેશભક્તિ વ્યક્ત કરતો હોય છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks