ટિમ ઇન્ડિયાના કપ્તાન મહેન્દ્ર સિંહ ધોની બાઈક્સ અને કારના ખુબ જ શોખીન છે. અત્યારે પણ ધોનીની પાસે ઘણી લગ્ઝરી કાર્સ અને સુપરબાઇક્સ છે. તેના માટે ધોનીએ પોતાના ઘરમાં જ એક ગેરેજ બનાવી રાખ્યું છે.
View this post on Instagram
અમુક સમય પહેલા જ તેના ગેરેજમાં એક નવી ગાડી પણ શામિલ થઇ છે, અને તે છે લીલા રંગની જીપ ‘નિસાન જોંગા’ હાલના સમયે જોંગા ધોનીના રાંચી સ્થિતિ ઘરે છે. એવામાં સોશિયલ મીડિયા પર જોંગાની અમુક તસ્વીરો પણ વાઇરલ થઇ હતી.
View this post on Instagram
Beautifully restored pick up truck as if it just rolled out of the factory
અમુક દિવસો પહેલા જ ધોનીએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વિડીયો શેર કર્યો હતો, જેમાં તે દીકરી જીવાની સાથે જોંગા જીપની સફાઈ કરતા દેખાઈ રહ્યા છે. વીડિયોને શેર કરતા ધોનીએ કૈપ્શનમા લખ્યું કે,એક નાની એવી મદદ હંમેશા લાંબી સફર નક્કી કરે છે ખાસ કરીને જ્યારે તમને અહેસાસ હોય કે આ એક મોટું વાહન છે.”
નિસાન જોંગા વાસ્તવમાં Modified Nissan 1 Ton aka The Nissan 4W73 Series Truck એક સૈન્ય વાહન હતું. જેને નિસાને ખાસ રીતે ભારતીય સશસ્ત્ર બળો માટે ડિઝાઇન કર્યું હતું. આ મૉડલને બંધ કરતા પહેલા સેનાએ લાંબા સમય સુધી તેનો ઉપીયોગ કર્યો હતો. સામાન્ય રસ્તાઓ પર આ વાહનને જોવામાં નથી આવતું, કેમ કે મોટાભાગે તે ભારતીય સેનાને જ વહેંચવામાં આવે છે. સેના દ્વારા જ તેને જોંગા નામ આપવામાં આવ્યું હતું.”
View this post on Instagram
ધોનીએ પોતાની જોંગામાં ઘણા બદલાવો કર્યા છે. ખાસ કરીને તેને લીલા રંગમાં રંગવામાં આવી છે અને આ સિવાય અમુક લક્ષણો નવા પણ જોડવામાં આવ્યા છે.

ધોનીની પાસે જો કે ગાડીઓનો મોટો કાફલો છે પણ જોંગા તેની પ્રિય ગાડી બની ગઈ છે. અમુક દિસવો પહેલા જ ધોની રાંચીમાં દક્ષિણ આફ્રિકાના વિરુદ્ધ રમવામાં આવેલા ટેસ્ટ મેચના દરમિયાન પણ આજ ગાડી લઈને પહોંચ્યા હતા.
જુઓ ધોની અને દીકરી જીવાનો જીપની સફાઈ કરતો વિડીયો…
View this post on Instagram
A little help always goes a long way specially when u realise it’s a big vehicle
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.