ખબર ખેલ જગત

આખરે કેમ ધોનીએ આદિવાસી ખેડૂતોને 2000 મરઘાનો આપ્યો ઓર્ડર? ચોંકી જશો

હવે કરોડોમાં રમતો થઈ જશે ધોની, આ નવો ધંધો ચાલુ કર્યો

15 ઓગસ્ટના રોજ આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહેનાર ટિમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ હવે ખેતીમાં હાથ અજમાવવાનું મન બનાવી રાખ્યું છે. ધોની રાંચીમાં કડકનાથની ખેતી કરવાની તૈયારી કરી રહ્યો છે. આ માટે તેને ઓર્ડ પણ આપી દીધો છે. હાલમાં જ ધોની યુએઈમાં રમાયેલી આઇપીએલમાં ચેન્નાઇ સુપર કિંગ્સની કેપ્ટનશીપ કરતો નજરે આવ્યો હતો. પરંતુ આ સીઝનમાં આ ટીમનું પ્રદર્શન ઘણું નિરાશાજનક રહ્યું હતું. ચેન્નાઇ પહેલી વાર પ્લેઓફમાં તેની જગ્યા બનાવવામાં નાકામયાબ રહ્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by M S Dhoni (@mahi7781)

ઈન્ડિયન એક્સપ્રેસના સમાચાર મુજબ, ધોની તેના રાંચી ફાર્મહાઉસમાં કડકનાથ ચિકનની ખેતી કરવાની યોજના બનાવી રહ્યો છે. તેમણે મધ્ય પ્રદેશના ખેડૂત માટે 2 હજાર ચીક્સનો ઓર્ડર પણ આપ્યો છે. કડકનાથ ચિકન સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. ધોનીનો ઓર્ડર લેનારા ખેડૂતે કહ્યું કે તેણે આ ચિકન 15 ડિસેમ્બર સુધીમાં માહીને આપવાના છે. મધ્યપ્રદેશના ખેડૂતે કહ્યું, “ત્રણ મહિના પહેલા ધોનીના ફાર્મ મેનેજર કૃષિ વિકાસ કેન્દ્ર અને કડકનાથ મોબાઇલ એપ દ્વારા મારા સંપર્કમાં આવ્યા. પાંચ દિવસ પહેલા, મને 2,000 ચીક્સનો ઓર્ડર મળ્યો છે જે મારે 15 ડિસેમ્બર સુધી પહોચાડવાના છે. ભારત સરકાર દ્વારા કડકનાથ ચિકનને જીઆઈ ટેગ પણ આપવામાં આવ્યું છે. આ મરઘા કાળા રંગના હોય છે. તેમનું રક્ત કાળું, હાડકા કાળા અને કાળા માંસની સાથે તે લઝીઝ સ્વાદ માટે દુનિયાભરમાં પ્રખ્યાત છે.

 

View this post on Instagram

 

A post shared by M S Dhoni (@mahi7781)

આ ઓર્ડર માટે ધોનીના ફાર્મ મેનેજર દ્વારા મારા બેંક ખાતામાં અગાઉથી પૈસા મને મોકલવામાં આવ્યા છે. મને દેશના પ્રખ્યાત ક્રિકેટરને કડકનાથ ચિકન સપ્લાય કરવામાં ખૂબ ગર્વ છે.

 

View this post on Instagram

 

A post shared by Sakshi Singh Dhoni (@sakshisingh_r)

ગયા વર્ષે વર્લ્ડ કપ 2019માં સેમિફાઇનલ મેચમાં ન્યુઝીલેન્ડ સામે હાર્યા બાદ ધોનીએ ક્રિકેટથી પોતાને દૂર કરી લીધો હતો. લગભગ એક વર્ષ પછી ધોનીએ બધાને આશ્ચર્યચકિત કરતા 15 ઓગસ્ટે ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી. તેની કેપ્ટનશીપ હેઠળ ધોનીએ ટી -20 વર્લ્ડ કપ, વર્લ્ડ કપ 2011 અને 2013 માં આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતને જીત તરફ આપી હતી. આ ત્રણ ટ્રોફી પોતાના નામ પર કરનારો ભારતનો એકમાત્ર કેપ્ટન છે.

 

View this post on Instagram

 

A post shared by Sakshi Singh Dhoni (@sakshisingh_r)