ભારતીય ક્રિકેટ ટીમને છેલ્લા 13 વર્ષોથી નિરંતર સફળતા અપાવનારા મહેન્દ્ર સિંહ ધોનીની સફર ઘણી બેમિસાલ રહી છે. ધોની ટીમનો એ ચમકતો સિતારો છે કે જેમને ભારતીય ક્રિકેટ ટીમને એક અલગ જ મુકામ પર પહોંચાડી છે, પછી ચાહે વાત તેમની કેપ્ટનશીપની હોય કે રમવાની, તેઓ હંમેશા દરેક કસોટી પર ખરા ઉતર્યા છે.
મહેન્દ્ર સિંહ ધોનીનો સ્વભાવ રમતના છેલ્લા બોલ સુધી સંઘર્ષ કરવાનો રહ્યો છે. તે એક અદભૂત લીડર અને મહાન ખેલાડી અને એક સારા વ્યક્તિના રૂપમાં ઓળખાય છે. ધોનીનું જીવન અને તેનું વ્યક્તિત્વ આવી જ યાદગાર ક્ષણોથી ભરેલું છે કે તેમના પર લીડરશીપ અને મેનેજમેન્ટની એક પુસ્તક લખી શકાય. ભારતીય ક્રિકેટ ટીમના ઇતિહાસમાં તેઓ એક એક મહાન કેપ્ટનની ભૂમિકા ભજવી ચુક્યા છે, અને પણ કેપ્ટન ન હોવા છતાં, એક કેપ્ટનની જેમ જ ટીમને સહયોગ આપતા રહે છે.
View this post on Instagram
ધોની હંમેશાંથી ક્રિકેટ ફિલ્ડ પર એવા કેટલાય નિર્ણયો લેતા જોવા મળ્યા છે કે જે સામાન્ય વિચારસરણીથી અલગ જ હોય છે. એટલે જ તો તેમને DRS સિસ્ટમથી એક પગલું આગળની ઉપાધિ આપવામાં આવી છે.
હવે જયારે ટિમ ઇન્ડિયા વર્લ્ડ કંપની રેસમાંથી બહાર થઇ ગઈ છે ત્યારે એવી અટકળો પણ લગાવવામાં આવી રહી છે કે ધોની જલ્દી જ ક્રિકેટમાંથી સન્યાસ લઇ લેશે. જો કે ધોની તરફથી સન્યાસને લઈને કોઈ જ નિવેદન આવ્યું નથી. પણ એક વાત તો ચોક્કસ જ છે કે ધોનીના સન્યાસ લીધા બાદ ભારતીય ક્રિકેટ અને તેમના ચાહકોને તેમની કમી જરૂર મહેસૂસ થશે. જો કે કહી શકાય એમ નથી કે સન્યાસ લીધા બાદ ધોની ક્રિકેટ સાથે કોઈને કોઈ પ્રકારે જોડાયેલા રહેશે કે નહિ.
સામાન્ય રીતે ક્રિકેટથી સન્યાસ લીધા બાદ કોઈ કોચ બની જાય તો કોઈ કોમેન્ટ્રી કરે છે. અથવા તો કોઈને કોઈ રૂપમાં બધા જ ક્રિકેટર ક્રિકેટ સાથે રિટાયરમેન્ટ બાદ પણ જોડાયેલા જ રહે છે. ત્યારે ધોનીએ નક્કી કરી લીધું છે કે તેઓ ક્રિકેને અલવિદા કહયા બાદ દેશની સેવા કરશે.
View this post on Instagram
After getting used to IPL timing this is what happens if u have a morning flight
તો શું કરશે ધોની નિવૃત્તિ પછી?
વિશ્વ વિજેતા ટીમના કેપ્ટન ધોની, ભારતના ચહીતા અને પ્રખ્યાત સેલેબ્રીટી હોવા છતાં હંમેશાથી જ એક નમ્ર અને આકર્ષક વ્યક્તિત્વ રહ્યા છે. ક્રિકેટને અલવિદા કહયા બાદ ધોની ભારતીય સેનાએ માટે કામ કરવા માંગે છે. ધોનીએ વર્ષ 2012માં એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તેઓ રમતને અલવિદા કહયા બાદ ચોક્કસથી જ સક્રિય રૂપથી સેના માટે કામ કરવા ઈચ્છે છે. તેમને કહ્યું હતું, ‘હું ક્રિકેટને કારણે જ અહીં પહોંચ્યો છું. હું ક્રિકેટ પછી જ સક્રિય રૂપથી કામ કરવા ઈચ્છું ચુ. હું નથી ઈચ્છતો કે મારી રમતને નુકશાન થાય, કારણ કે એમાં હું સારો છું. ક્રિકેટની કારકિર્દી ખતમ થયા પછી હું ચોક્કસથી સેના માટે કામ કરવું પસંદ કરીશ.’
ધોનીને વર્ષ 2011માં ભારતીય ટેરિટરીયલ આર્મી દ્વારા લેફ્ટનન્ટ કર્નલનું પદ આપવામાં આવ્યું હતું. એ જ સમયે તેમણે કહ્યું હતું કે તેઓ આ જવાબદારી નિભાવવા માટે તૈયાર છે અને હંમેશા દેશની સેવા કરશે. આ દ્વારા તેમનું આર્મીમાં કામ કરવાનું સપનું પૂરું થશે. તેઓ ભારતીય ટેરિટરીયલ આર્મી સાથે કામ કરવાનું ચાલુ રાખશે.
View this post on Instagram
એક ઇન્ટરવ્યૂમાં તેમને કહ્યું હતું કે બાળપણથી જ તેમનું સપનું ભારતીય સેનામાં જોડાવાનું હતું. તેઓ બાળપણમાં રાંચીના કેન્ટ એરિયામાં ઘણીવાર ફરવા જતા હતા, પરંતુ નસીબને જુદું જ મંજૂર હતું, તેઓ સૈન્યમાં અધિકારી ન બની શક્યા અને ક્રિકેટર બની ગયા.
View this post on Instagram
Pic taken after the ceremony, the smile says it all.thanks to all the instructors at PTS Agra
શું હોય છે ભારતીય ટેરિટરીયલ આર્મી?
ભારતીય ટેરિટરીયલ આર્મી સેનાનો જ એક ભાગ છે જેનું કામ સેનાને સ્થિર સેવાથી મુક્ત કરાવવાનું અને કુદરતી આફત આવવા પર તંત્રની મદદ કરવાનું હોય છે.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.