મનોરંજન

યૂઝવેન્દ્ર ચહલ અને ધનાશ્રી સાથે ડિનર ડેટ પર જોવા મળ્યા ધોની અને સાક્ષી- તસ્વીર મચાવી રહી છે ધૂમ

ક્રિકેટર યુજુવેન્દ્ર ચહલે અચાનક લગ્ન કરી અને તેના ચાહકોને ચોંકાવી દીધા હતા. ભારતીય સ્પિનર યૂઝવેન્દ્ર ચહલ અને ધનાશ્રી હાલ  દુબઈમાં હનીમૂનનો આનંદ માણી રહ્યા છે. ઇન્ડિયન ક્રિકેટ ટીમના સ્ટાર સ્પિનર યૂઝવેન્દ્ર ચહલ 22 ડિસેમ્બરે તેની મંગેતર ધનાશ્રી વર્મા સાથે લગ્નગ્રંથીથી જોડાઈ ગયો હતો.

 

View this post on Instagram

 

A post shared by Yuzvendra Chahal (@yuzi_chahal23)

યૂઝવેન્દ્રએ જાણીતી કોરિયોગ્રાફર અને યુટ્યુબર ધનાશ્રી વર્માની પત્ની તરીકે પસંદગી કરી છે. આ વચ્ચે હાલમાં જ તસ્વીર સામે આવી છે. જે હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે. હાલમાં જ ધનાશ્રી વર્મા અને યૂઝવેન્દ્ર ચહલ એમએસ ધોની અને સાક્ષી ધોની સાથે ડિનર લીધું હતું.

જેની તસ્વીર ધનાશ્રીએ તેના સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે.આ તસ્વીર શેર કરતા ધનાશ્રીએ લખ્યું હતું કે, ખરેખર આશીર્વાદ છે. આટલા સરસ ભોજન માટે સાક્ષી ધોની અને મહેન્દ્રસિંહ ધોની આપનો ખુબ ખુબ આભાર, ઘર જેવું મહેસુસ થયું. ચહલ અને ધનાશ્રીએ હનીમૂન દરમિયાન સમય કાઢીને ધોની અને તેની પત્ની સાક્ષી સાથે સમય પસાર કર્યો હતો. ચહલે 2 તસ્વીર શેર કરી હતી. જેમાં એક તસ્વીરમાં જોઈ શકાય છે કે સાક્ષી ચહલ અને ધોનીની તસ્વીર ક્લિક કરી રહી છે.


જણાવી દઈએ કે, ધોની સોશિયલ મીડિયામાં ઓછો એક્ટિવ રહે છે. આઇપીએલ બાદ ઘણો પરિવાર સાથે દુબઈમાં વેકેશનનો આનંદ માણી રહ્યો છે. આઇપીએલ ખતમ થયા બાદ ધોનીએ દુબઈમાં જ સાક્ષીનો બર્થડે મનાવ્યો હતો. ધોની તેના પરિવાર અને મિત્રો સાથે વેકેશનનો આનંદ માણી રહ્યો છે.


ચહલ હનીમૂન માટે દુબઇ પહોંચ્યો તો તેને પણ ધોની સાથે મુલાકાત કરી હતી. આ તસ્વીર શેર કરતાંની સાથે જ લોકોએ લાઈક અને કમેન્ટનો વરસાદ કર્યો હતો. તસ્વીરમાં જોઈ શકાય છે કે, ડિનરમાં ભાત, ભીંડાનું શાક, અન્ય એક શાક અને ચટણી જોવા મળી રહી છે અને ધનાશ્રીએ આ ડિનરના ખુબ વખાણ કર્યા.

તો યૂઝવેન્દ્ર ચહલએ પણ તેના ઇન્સ્ટાગ્રામ પર તસ્વીરો શેર કરી હતી. આ તસ્વીર શેર કરતા લખ્યું હતું કે, હું આજે ખરેખર ખુશ છું આ સાથે જ ચહલએ ધોનીનો આ રીતે આભાર વ્યક્ત કર્યો હતો.

ચહલ અને ધનાશ્રીએ 8 ઓગસ્ટના રોજ પરિવારજનોની હાજરીમાં સગાઈ કરી હતી. આ અંગેની જાણકારી તેને ઇન્સ્ટાગ્રામ પર આપી હતી. ધનાશ્રી ડાન્સર અને કોરિયોગ્રાફર છે. તેના ડાન્સિંગ વિડીયો યુટ્યુબ પર ઘણા વાયરલ થયા છે.

 

View this post on Instagram

 

A post shared by Yuzvendra Chahal (@yuzi_chahal23)